ફરી કુદરતના ખોળે : શ્રીફળ એટલે માંગલ્ય ફળ

જગત કીનખાબવાલા

                હું ૭ અથવા ૮ ધોરણમાં ભણતો હતો અને મારા માતાને મેં કહ્યું કે મારે હનુમાન દાદાના મંદિરે મારા મિત્ર જોડે દર્શન કરવા જઉં? હા, લે આ ૧૦ રૂપિયા અને દર્શન કરવા જજે પણ એક વાત કહું કે દર્શન કરીને શ્રીફળ માટે આ રૂપિયા છે પણ પૂજારીશ્રી ને કહેવાનું કે મારુ શ્રીફળ રમતું મુકજો, વધેરશો નહીં અને દાદા પાસે કોઈ બધા નહીં રાખવાની અને કશું માગવાનું નહીં. એમ કેમ, એક સ્વાભાવિક પ્રશ્ન કારણકે બધા તો શ્રીફળ વધેરે તેમ જાણેલું! જો શ્રીફળ વધેરવાનું કારણ એટલે આપણે શ્રીફળનો ભોગ ધરીએ છે જેથી આપણને કશુંક પુણ્ય/ઈચ્છેલું/ ધારેલું/ માનેલું/ પ્રાપ્ત થાય. *આપણાં ઋષિ મુનિઓના સમયથી ચાલી આવતી આ માનતા અને પરંપરા છે અને  શાકાહારી લોકો કોઈ પ્રાણીનો ભોગ ન ધરાવે માટે તેના બદલે શ્રીફળનો ભોગ ધરાવે. આપણે ભોગમાં ન પડવું, કશું માંગવું નહીં અને શ્રીફળ વધેરવાનું નહીં પણ રમતું મુકાવનું.* આપણે કશુંક પ્રાપ્ત કરવા માટે કોઈનો ભોગ ન લેવો તે આપનો ધર્મ કહેવાય.

                  ઋષિમુનિઓના સમયથી ચાલી આવતી આ એક પરંપરા છે અને હિંસા રોકવા માટેનો આ એક ઉપાય તેમણે શોધી કાઢ્યો હતો. આમ શ્રીફળ એક માંગલ્યનું અને બલિદાનનું ઉચ્ચતમ પ્રતીક છે. માટેજ તેનું નામ *શ્રીફળ છે અને તે શ્રી/ સારુ ફળ આપનાર ફળ છે, કેટલું સુંદર નામ છે!* શ્રીફળ વધેરવા પાછળ  બલિદાનનો ભાવ છે અને આ પરંપરા બદલીને આપણાં ઋષિમુનિઓએ દેવીદેવતાઓની રીઝવવા માટે પશુ પક્ષીનો ભોગ અપાતો અટકાવ્યો અને આ રીતે એક સુંદર પરંપરા શરુ થઇ. આ પરંપરાએ ફલિત કર્યું કે હજુ માનવતા જીવંત છે. કલ્પના કરોકે કેટલાં જીવ નો ભોગ લેવાતો અટક્યો હશે! જીવ શ્રુષ્ટિમાંથી આખે આખી કેટલીક જાતના જીવ આજ સુધીમાં નામશેષ થઇ ગયા હોત જો કોઈ પશુ કે પક્ષીનો ભોગ અપાતો હોત તો. પહેલાંના સમયમાં અંધ શ્રદ્ધા હતી અને નર બલી ચઢાવવાની પ્રથા હતી જે શ્રી આદિ શંકરાચાર્યએ બંધ કરાવી અને શ્રીફળનો ભોગ આપવાનું શરુ કરાવ્યું. શ્રીફ્ળમાં માથું હોય છે, ચોટલી હોય છે અને છાલ ઉતારો એટલે બે આંખો હોય છે અને તેની નીચે અને વચ્ચે એક નાક હોય છે માટે તેને વધ/ ભોગ/ બાલી  યોગ્ય ગણવામાં આવે છે અને અંદર ગુણકારી કોપરું અને પાણી હોય છે. શ્રીફળ એટલે નારિયેળીના  છોડનું બચ્ચું/ બીજ હોય છે.

શ્રીફળની ત્રણ આંખને લીધે તેને ત્રિદેવ કહે છે,  એટલેકે ભગવાન શ્રી શંકરનું સ્વરૂપ ગણાય છે. શ્રીફળ રંગ રૂપમાં થોડુંક કદરૂપું અને બરછટ ભલે હોય પણ ઘણું ગુણિયલ ફળ છે અને તેટલુંજ સંપૂર્ણ વૃક્ષ છે અને માટેજ તેને કલ્પવૃક્ષ કહેવાય છે. બહારથી કઠોર પરંતુ અંદરથી મૃદુ, સાત્વિક અને ગુણકારી ફળ છે.

               આ એક વિશિષ્ટ વૃક્ષ છે કે જેની દરેકે દરેક વસ્તુનો જુદી જુદી રીતે ભરપૂર ઉપયોગ થાય છે. નારિયેળી જીવંત હોય કે પછી તેની આવરદા પુરી થાય, તેનું બધુંજ કામમાં આવે છે અને તેજ રીતે ફળનું કોપરું કાઢી લો પછી પણ તેના છોડાં અને કાછલી વિવિધ ઉપયોગમાં આવે છે અને હવે નિતનવા ઉપયોગમાં લેવાય છે. આ શુકનવંતા શ્રીફળમાં બલિદાનના ગુણ છે. શું આપણે તેમાંથી બોધ લઇ શકીએકે જીવનમાં આવતી ખારાશ પચાવી બદલામાં મીઠાશ/ સારાસ આપવી! આપણી પૂજામાં તેનો ઉપયોગ આજ કારણસર કરવામાં આવે છે કે જે કઈ શુભ કાર્ય કરો તેની પાછળ શ્રીફળ જેવી બલિદાન અને ગુણિયલ ભાવના રાખવી! શું આપણને તે દેવ દેવી પાસે લઇ જવાની પ્રક્રિયામાં ઉપયોગી છે માટે તેને શુભ ચિંતક ગુરુજન કહેવાય! શા માટે નારિયેળીની પૂજા નથી કરવામાં આવતી? આ એક સાત્વિક ફળ ગણાય છે.

        કોઈ પણ શુભ કાર્ય હોય, ખાત મુહર્ત કરવાનું હોય, ઉત્સવ હોય, લગ્ન પ્રસંગ હોય, પૂજા કે પ્રસંગ હોય કે પછી મૃત્યુ બાદ નનામીને ચાર છેડે બાંધવા માટે શ્રીફળ જોઈએ. ભગવાન પાસે પહોંચવા માટે અજ્ઞાન અને અહંમને બાજુમાં મૂકીને ભગવાનના શરણે જવાનું હોઈ અહંકારને ભાંગવાનું પ્રતીક એટલે શ્રીફળ વધેરવાનું. સ્વાર્થ, અદેખાઈ અને અહંમ ને વધેરવામાં આવે છે જેની સાથે વધેરવાથી જે પાણી નીકળે છે તેમાં આ સર્વે વહી જાય છે અને પ્રભુનું શરણ માંગીયે છીએ. પ્રભુને રીઝવવા માટે તેને પ્રભુના ચરણોમાં ધરવામાં આવે છે અને માનવી પોતાને પ્રભુના ચરણોમાં ધરી મનોકામના વ્યક્ત કરવામાં આવે છે. આ એક અર્પણની ભાવના છે અને હૃદય પૂર્વક વંદન કરી શુભેચ્છા માંગવાની પ્રથા છે. પૂજાની અને શુભકામની લગભગ દરેક વિધિમાં તેનો ઉપયોગ થાય છે કારણકે તે શુકનવંતુ અને પવિત્ર ગણાય છે અને માટે તેનું દરેક પ્રકારની ધાર્મિક વિધિમાં અગ્ર સ્થાન પામેલું છે.

         *દરિયાની અઢળક ખારાશને પચાવી મીઠાશમાં પરિવર્તિત કરે છે. એક નારિયેળમાં જેટલું મીઠું પાણી હોય છે તેટલું મીઠું પાણી બનાવવા માટે લગભગ એક હજાર ઘણું દરિયાનું ખરું પાણી પોતે પચાવી મીઠું પાણી આપે છે.* બહુ ઓછા પ્રકારના ફળાઉ વૃક્ષ દરિયા કિનારાની રેતાળ અને ખારાશ વાળી જમીન માં થઇ શકે છે અને તેમાં શ્રેષ્ઠ કહી શકાય તેવું વૃક્ષ એટલે નારિયેળી. (સાથે જે ફોટો છે તે લેખકના વાવેલા વૃક્ષના છે). *કેટલું અદભુત વૃક્ષ છે કે દરિયા અને જમીનની ખારાશ એક હજાર ઘણી ખારાશ ગ્રહી, ગાળી, ઔષધીય પ્રક્રિયા કરી અમૃત જેવું મીઠું પોટેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર શેહત વર્ધક પાણી અને ફળ આપે છે જેને આયુર્વેદિક, નૈસર્ગીક અને  એલોપથી જેવી દરેક પ્રકારની સારવારમાં વાપરવામાં આવે છે.* અંદરથી ખુબજ સુંદર, ગુણિયલ અને સ્વચ્છ હોઈ સંદેશ આપે છે કે હે માનવ તું પણ અંદરથી સુદૃઢ, સ્વચ્છ અને ગુણિયલ હોય!

         કુદરતની કરામતો એટલી વિવિધ છે કે હંમેશા અચંબામાં નાખી દે છે. આશ્ચર્ય થશે કે ઊંચે નારિયેળીના વૃક્ષ ઉપર પાકેલા નારિયેળમાંથી પક્ષી પણ નારિયેળનું પાણી પી શકે છે (Youtube નો વિડિઓ આ સાથે છે સભર છે). જુવો પોપટની પ્રજાતિના એમેઝોનના જંગલના બ્લુ એન્ડ યલો મકાઉ પક્ષીને, ચપળતાથી નારિયેળ તોડીને બે હાથ પણ નથી તેમ છતાં પકડી, સંતુલન જાળવી અને  પોતાની ચાંચ વડે પોતાના શરીરને સંતુલન રાખીને મીઠું પાણી પી શકે છે. 

        શ્રીફળ માણસના માથાને મળતું લાગે છે. ઉપર વાળ છે, પછી ખોપળી છે, પાણી લોહીનું પ્રતીક છે અને કોપરું મગજનું પ્રતીક છે. હિન્દૂ પુરાણમાં કહેલું છે કે ભગવાન શ્રી ગણેશજીને રમતા રમતા ભગવાન શ્રી શંકરજીની ત્રીજી આંખને અડવાનું મન થયું ત્યારે ભગવાન શ્રી શંકરજીએ ત્રીજી આંખ વાળું શ્રીફળ રમવા માટે આપ્યું હતું.

       લગ્નની વિધિમાં શરૂઆતમાં કળશની અંદર જે શ્રીફળ મુકવામાં આવે છે તે લગ્ન બાદની વંશવેલીને ચાલુ રાખવાની વિધિ છે. કળશ તે ગર્ભનું પ્રતીક છે, કોટલા વાળું ફળ છે અને તે ફળદ્રુપતા/ fertility પ્રદાન કરવાના આશિષ માંગે છે. શ્રીફળ એ જીવનું પ્રતીક છે માટે ગર્ભવતી સ્ત્રીને શ્રીફળ વધેરવા નથી દેવાતું અને તેમાં એવી માન્યતા છે કે તેમ કરવાથી ગર્ભમાં રહેલા બાળકને નુકશાન થાય છે અને વિજ્ઞાન કહે છે કે શ્રીફળ વધેરવાથી જે ધ્રુજારી શરીરમાં આવે છે તે ગર્ભને નુકશાન કરી શકે છે માટે ગર્ભવતી સ્ત્રીએ શ્રીફળ ન વધેરાય.

         એશિયા પેસિફિક મહાદ્વીપમાં થતાં આ વૃક્ષનો ઉલ્લેખ રામાયણ અને મહા ભારતમાં પણ છે. કેરાલામાં લગ્ન વિધિમાં ફૂલ તરીકે નારિયેળ ના ફૂલ નો ઉપયોગ થાય છે અને દરિયા કિનારાના પ્રદેશમાં આવકનું મોટું સ્તોત્ર તરીકે મોટું યોગદાન છે. *આ વૃક્ષનું આયુષ્ય સરેરાશ ૭૦ વર્ષ છે અને તે ૧૨૦ વર્ષ સુધી જીવે છે અને માટે નવ ગ્રહની વીસમોદરી મહાદશા પુરી થતાં ૧૨૦ વર્ષ થાય છે જે કારણે માનવીની સરખામણી શ્રીફળ ના વૃક્ષ નારિયેળી સાથે થાય છે કે જે સરેરાશ ૭૦ વર્ષ જીવે છે અને વધારેમાં વધારે માણસ ૧૨૦ વર્ષ જીવે છે અને આ છે કુદરતનો અચમ્બો.

   *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ*

*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.