ભગવાન થાવરાણી

ઉર્દૂ શાયરીનો એવો કોણ શોખીન હશે જે ફિરાક ગોરખપુરીને નહીં ઓળખતો હોય ? રઘુપતિ સહાય નામધારી આ મહાન શાયરે આખી જિંદગી એ માન્યતાનો વિરોધ કર્યો કે ઉર્દૂ મુસલમાનોની ભાષા છે. ઉર્દૂના એ પહેલા સાહિત્યકાર હતા જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો.
જિંદગી અને સંબંધોની નશ્વરતા વિષે અનેક મોટા શાયરોએ શેર કહ્યા છે. આ બન્નેની ખૂબસૂરતી વિષે પણ. ફિરાક સાહેબની એક ગઝલનો મત્લો જોઈએ :
કિસીકા યૂં તો હુઆ કૌન ઉમ્રભર ફિર ભી
યે હુસ્ન-ઓ-ઈશ્ક તો ધોકા હૈ સબ મગર ફિર ભી
અહીં શેરનું સૌંદર્ય, જે લખાયું છે એમાં નહીં પરંતુ જે જાણી-બુઝીને છોડી દેવામાં આવ્યું છે એમાં છે. એટલે કે ‘ ફિર ભી ‘ પછીના અદ્રશ્ય શબ્દો. સ્પષ્ટ કહીએ તો ‘ જિંદગી સ્વપ્ન છે, સંબંધો નશ્વર છે, હુસ્ન અને ઈશ્ક છલના છે, અમે જાણીએ છીએ. પણ આ બધું ક્ષણિક, નશ્વર, પરપોટા-સમ હોવાની જ તો મજા છે. ‘
આ જ વાત, બહુ જ વિષાદમય લહેજામાં એમણે પોતાના એક બીજા શેરમાં પણ કહી છે :
ઝિંદગી ક્યા હૈ આજ ઈસે ઐ દોસ્ત
સોચ લેં ઔર ઉદાસ હો જાએં …
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ….. ફિર ઉદાસ હોના અચ્છા લગતા હૈ….
આભાર મેડમ !