ફરી કુદરતના ખોળે : ‘વૃક્ષ’ની અજાયબ વાતો

જગત કીનખાબવાલા

પંચતત્વની ધારક અને પોષક પ્રકૃતિ વંદનીય છે. પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જરૂરી છે. પ્રકૃતિ એ પૃથ્વી, પાણી, અગન, ગગન અને પવન એ પંચતત્વની પોષક છે.

          વૃક્ષ,માણસ, જીવજંતુ, પ્રાણી અને પંખીઓની શ્રુષ્ટિ મનોહારી છે. જળ, જમીન અને અન્ય પ્રાકૃતિક તત્વોની વિશાલ શ્રેણીમાં બનતા અને એકબીજા સાથે સરખાવી શકાય તેવા વિશિષ્ટ દાખલાઓ આપણને જોવા મળે છે. બધા જીવની અલગ અલગ શ્રેણીઓ વચ્ચે કુદરતમાં મુગ્ધકર આપલે થતી હોય છે. વૃક્ષની અગણિત રચનાઓ હોઈ અને પોતાને અનુકૂળ ઢાંચામાં ગોઠવાયેલી જિંદગીમાં જીવતા માણસને , સામાન્ય સંજોગોમાં વૃક્ષ અને બીજા જીવ વિષે ઘણી ઓછી જાણકારી  હોય છે.

        *કુક પાઈન નામનું એક અજાયબ વૃક્ષ છે. આ વૃક્ષનો જ્યાં પણ વિકાસ થાય ત્યારે તે હંમેશા અને હંમેશા તે *વિષુવવૃત તરફ ઢળતું હોય* *તે રીતે તેનો વિકાસ થાય છે. આ વૃક્ષના ઢળાવના અભ્યાસ માટે  વૈજ્ઞાનિકોએ ભેગા મળી, વિશ્વના  (૫) પાંચ ખંડમાં જુદી જુદી ૧૮ જગ્યાઓ* ફરીને ૨૫૬ વૃક્ષનો અભ્યાસ કર્યો તો ખબર પડી કે જે દિશામાં વિષુવવૃત્ત આવે તે દિશા તરફ કુક પાઈન નું વૃક્ષ ૮.૫૫ ડિગ્રી વૃક્ષ ઢળતું હોય છે. એટલેકે ઇટાલીનો પ્રખ્યાત પીઝાનો ટાવર જેટલો નમેલો છે તેનાથી ડબલ નમેલા હોય છે  

         અત્યાર સુધીમાં વિશ્વમાં *૬૦,૦૬૫ જાતના વૃક્ષ શોધી કાઢ્યા છે* જેનો અભ્યાસ થયેલો છે. માનવ જીવન માટે કહેવાય છે કે લગભગ ૫,૦૦૦ વર્ષથી માનવ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવેલી છે. વૃક્ષનો અભ્યાસ બતાવે છે કે *૩ કરોડ વર્ષથી* તેઓ આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે અને લગભગ *કુલ ૩૦૦૦ કરોડ વૃક્ષની સંખ્યા* હાલમાં છે. પરંતુ માનવ વસ્તીની માટે વૃક્ષની  જે જરૂરિયાત આંકેલી છે તેનાથી *૪૬% વૃક્ષ ઓછા છે* જે કારણે મોટા પાયે પર્યાવરણના પ્રશ્નો ઉભા થઇ વધી રહ્યા છે. જે તે દેશમાં ઉગતા ૫૦ % વૃક્ષ ફક્ત જે તે દેશમાં ઉગતા હોય છે. ૯,૦૦૦ વર્ષ પહેલાં જેટલા વૃક્ષ હતા અને માનવ વસ્તી હતા તે જરૂરિયાત પ્રમાણે હતા.

        વૈજ્ઞાનિક અભ્યાસ કહે છે કે પૃથ્વી પર વૃક્ષના અસ્તિત્વ પહેલાં ખુબ મોટી સાઈઝ ની *ફૂગ* થતી હતી, હા ફૂગ, અને તે પણ નવાઈ લાગે તેટલી આશરે *૨૮ ફૂટ ઊંચી અને ૧ મીટર ના ઘેરાવા વાળી ફૂગ*. સામાન્ય રીતે આજે ઝીણી ઝીણી ફૂગ જોવા મળે છે અને મોટી ફૂગ જે જોવા મળે છે તે ચોમાસામાં ઉગી નીકળતા *મશરૂમ* જે એક પ્રકારની ફૂગ છે. ખોરાકમાં લોકો  જે મશરૂમ ખાય છે તે ખાવા લાયક પ્રોટીન યુક્ત ખોરાક છે અને તે પણ એક પ્રકારની ફૂગ જ છે.

         *આશ્ચર્ય જનક વાત એ છે કે જમીનમાં વૃક્ષના મૂળની જે શૃંખલા હોય છે તેની સાથે ફૂગ પણ હોય છે અને* *તે તેમની ઈન્ટરનેટ સેવા છે* *જેનાથી એક વૃક્ષ બીજા વૃક્ષ સાથે વાત કરે છે, સુખ દુઃખ વહેંચે છે, એકબીજાને ભેજ, પાણી વગેરે વહેંચી સહઅસ્તિત્વમાં જીવે છે*.

          *શું માણસ જાત કરતાં વૃક્ષ વધારે બુદ્ધિમતા ધરાવે છે? જી હા, શું તેનામાં લાગણી તત્વ વધારે છે? જી હા, શું તે પરોપકારી જીવ છે? જી હા, શું તેની તોલે કોઈ ના આવે, જી ના!*

         *માણસમાં પાંચ ઇન્દ્રિય હોય* અને ક્યારેક છઠઠી ઇન્દ્રિય કામ કરે!* વૈજ્ઞાનિક રીતે પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે કે *વૃક્ષમાં ૩૬ ઇન્દ્રિય નું જ્ઞાન હોય છે*  અને હજુ આગળ જાપાનમાં શંશોધન ચાલી રહ્યું છે જે વધારે ઇન્દ્રિય શોધી રહ્યા છે. વૃક્ષની પણ એક  ભાષા હોય છે, લાગણી હોય છે, સુખ દુઃખ વ્યક્ત કરે છે, ભયથી થરથરે છે, સંવેદનશીલતા અને અનુકંપા દાખવે છે. વ્યક્ત કરવા શબ્દ શોધ્યા ન જડે તેટલી આગવી લાક્ષણિકતાઓથી ભરપૂર જીવ છે વૃક્ષ.

           વૃક્ષની સહઅસ્તિત્વની એક ઉપકારક લાક્ષણિકતા ખુબજ ઉદાહરણીય છે. બે ૧૦ – ૨૦ ફૂટ ના અંતરે વાવેલા વૃક્ષમાંથી એક વૃક્ષને પાણી/ ખોરાક  આપો અને બીજા વૃક્ષને ના આપો. તેવા સંજોગોમાં પાણી વાળું વૃક્ષ પોતાના પાડોશી વૃક્ષને પોતાના મૂળ વડે બાજુના તરસ્યા વૃક્ષની તરફ પાણી/ ખોરાક પહોંચાડશે અને સાથે સાથે ઉપરની ડાળિયો અને પાનની મદદથી પાડોશી વૃક્ષ તરફ પાણીનો/ ખોરાકનો ભેજ દ્વારા ફુવારો મારશે.

                 *નભ પ્રગટે*
                 *પ્રકૃતિને વંદન*
                 *સ્નેહ વર્ષે*
                         *હાઈકુ: જગત.કીનખાબવાલા*

       *જાણીને આશ્રય થશે કે Bristecone Pine  નામનું વિશિષ્ટ જાતનું એક વૃક્ષ છે જે  પાઇનની જાતિ (વિદેશમાં ઠેર ઠેર હોય છે અને આપણે ત્યાં પેકીંગમાં વપરાય છે) નું છે અને તેની ઉંમર અધધધ ૪,૭૬૫ વર્ષ છે* જે વૈજ્ઞાનિક રીતે તય થયેલી છે. બીજું એક Sequoi  જાતિનું વૃક્ષ છે તેની ઊંચાઈ ૨૭૫ ફૂટ એટલેકે ૮૩.૮ મીટર છે જે આશરે ૩૦ માળ ઊંચું ગણી શકાય. આ વૃક્ષમાં વૈજ્ઞાનિક ગણતરી પ્રમાણે ૫૨,૦૦૦ ઘન ફૂટ લાકડું છે*

                  *કોને નિસ્બત*
                  *બાવળ કે ચંદન*
                  **જીવન બક્ષે*
                        *હાઈકુ: જગત.કીનખાબવાલા*

        દરેક ધર્મમાં ભગવાન સાથે કોઈ ને કોઈ વૃક્ષ સંકળાયેલું છે જે સુવિદિત છે. જૈન ધર્મના ૨૪ તીર્થંકર ભગવાનને કોઈ એક વૃક્ષ નીચે બેસીને સાધના કરી, કેવળજ્ઞાન લાધ્યું અને મોક્ષ પામ્યા. કૃષ્ણ ભગવાન ની કોઈપણ રજુઆત જોશો તો પારિજાત અથવા આંબાનું વૃક્ષ જોવા મળશે. પારિજાતના ફૂલ ભગવાનને ચઢાવો તો કહે છે કે સાક્ષાત  લક્ષ્મીજી બિરાજમાન છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે સમુદ્ર મંથન દરમિયાન પારિજાત વૃક્ષની ઉત્પત્તિ થઇ હતી. શ્રીકૃષ્ણ લીલામાં વર્ણન મળે છે કે રૂક્ષ્મણીને વ્રતની પુર્ણાહુતી કરવી હતી જેથી શ્રીકૃષ્ણને લઇ રૈવતક પર્વત ઉપર પહોંચ્યા. એ સમયે દેવઋષી નારદ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેમના હાટમાં પારિજાત વૃક્ષનું ફૂલ હતું, જે તેમણે રુક્મણીને આપી દીધું અને રૂક્મણિએ માથામાં ભરાવ્યું. બુદ્ધ ભગવાન ના નામ સાથે બોધી (વડ) વૃક્ષ સંકળાયેલું છે. હનુમાન દાદા સાથે આંકડાનું મહત્વ છેઅને હનુમાન દાદા હિમાલયમાંથી જડીબુટ્ટી લાવવા માટે ગોવર્ધન પર્વત લઇ આવ્યા હતા જેમાં જડીબુટ્ટીનું વૃક્ષ હતું. શંકર ભગવાન સાથે બીલીપત્ર, ઉંબરો અને ધતુરો સંકળાયેલા છે. વિષ્ણુ ભગવાન સાથે પીપળો અને લક્ષ્મીજી સાથે સેવનનું વૃક્ષ. ઉંબરાનાં વૃક્ષને એક સંપૂર્ણ જીવશ્રુષ્ટિ ગણવામાં આવે છે અને તેમાં દરેકે દરેક જીવ માટે તે જુદી જુદી જરૂરિયાત પુરી પાડે  છે અને આવા ઉંબરા જેવું એક વૃક્ષ ૮૦ જાતના પક્ષીઓને આકર્ષી શકે છે. ભગવાનની સાથે સ્થાન પામી વૃક્ષ ગુરુજન તરીકે બાકીના બધા જીવને ભગવાન પાસે લઇ જવા માટે પ્રેરે છે. તે સેવક છે,વંદનીય છે અને પૂજ્ય છે.

      ઘરે કળશમાં નાગરવેલનું પાન, શ્રીફળ, આંબા અથવા આસોપાલવના પાન વપરાય છે અને તેના તોરણ બંધાય છે કારણકે તે બધા પાન ૨૪ કલાક સુધી જીવંત રહી હાજર બધાને એન્ટીઓક્સીડેન્ટ પુરા પાડે છે અને તેના તોરણ ઓક્સિજન પૂરો પાડે છે. સાથે વપરાતા હજારી ગોટા/ ગલગોટા ના ફૂલ જીવાતને દૂર રાખે છે માટે ધાણા અને ગોળ જેવી સામગ્રી સાથે પૂજાપમાં આવા ફૂલ રાખવાની પ્રથા છે. આજ કામ શંકર ભગવાનને ચઢાવાતાં બીલીપત્ર કરે છે અને શ્રાવણ માસના વાતાવરણમાં શરીરના મંદ અગ્નિને ઉપાર્જિત કરે છે.

         ધર્મ સાથે જોડાયેલા દરેક વૃક્ષમાં અઢળક આયુર્વેદિક તત્વો હોય છે અને તેવા સંપૂર્ણ વૃક્ષ ધર્મ સાથે સંકળાયેલા છે. ભગવાન શ્રી ગણેશજી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં કેળના પાન નો મંડપ અને કેળાનો પ્રસાદ વહેંચાય છે.  સ્નાન કરીને વડ સાવિત્રીના તહેવારના માસમાં રોજ ૧,૦૦૦ વાર દોરો વડ/ પીપળાને વીંટો એટલે વૃક્ષની સમીપે સતત રહેવાથી વધારે માત્રામાં ઓક્સિજન મળે છે અને શરીરની મંદાગ્નિને તેજ આપે છે.

Sarnath, India – March 14, 2011: A Banyan Tree (Ficus benghalensis) in the grounds of the Dhamek Stupa in Sarnath, with its distinctive vines hanging down over the pathway.

       *વડ* / Banyan Tree / Ficus benghalensis આ વૃક્ષ ખુબ જાણીતું છે અને *તેનું નામ *બનિયન ટ્રી* પડવાનું કારણ એ છે કે તે ખુબ વિશાળ વૃક્ષ બનતું હોઈ ગામના છેવાડે ઉગાડે છે. પહેલાના સમયમાં બનિયા/ વાણિયા ગામે ગામ ધંધો કરવા નીકળે એટલે થાક ખાવા અને આરામ કરવા ગામના પાદરે બનિયન/ વડ ના ઝાડ નીચે બેસે તે કારણે આ વૃક્ષ બનિયા/ વેપારી ના વૃક્ષ તરીકે ઓળખાવા માંડ્યું છે તેવી ઇતિહાસમાં નોંધ છે.

       *પશ્ચિમ બંગાળમાં હાવરામાં શ્રી જગદીશચંદ્ર બોઝ ઉદ્યાનમાં ભારતનું વિશાળ વડનું ઝાડ છે. તેની ઉંમર ૨૫૦ વર્ષ કરતાં વધારે છે. તેનો  ઘણો ભાગ ૧૮૬૪ અને ૧૮૬૭ ના બે સાયકલોનમાં તૂટી ગયો હતો. પરંતુ ત્યાર બાદ પણ આજે તે એકજ વૃક્ષના  ૩,૭૭૨ હવાઈ મૂળ જમીન સાથે જોડાયેલા છે અને અધધધ ૪.૬૭ એકર (૧૮, ૯૧૮ સ્કવેર મીટર) જમીનમાં ફેલાયેલું છે, એટલેકે *એક આખા જંગલ જેટલું એકજ વૃક્ષ છે.

       એક પુખ્ત ઉંમરના વૃક્ષના મૂળ આશરે ૧૦૦ ફુટ એટલેકે ૧૦ માળ જેટલા ઊંડા જાય છે જયારે *ઓક* જાતના પુખ્ત વૃક્ષના મૂળ ની લંબાઈ માપો તો માઈલોમાં ગણાય.

        મૂળનું આખું માળખું નક્કી કરે છે કે વૃક્ષની કઈ શાખામાં કયા તત્વની જરૂરરિયાત છે અને તે પ્રમાણે તે જરૂરિયાત વાળી જગ્યાએ પોતાના ચેતાતત્ત્વની મદદથી સંદેશો આપી પોષક તત્વો કે દવાના તત્વો ડાળીની મદદથી પહોંચાડે છે અને વાતાવરણ પ્રમાણે તે જરૂરી તત્વો પેદા કરી સત્વ પહોંચાડે છે. તેમજ વૃક્ષ ફળ, ફૂલ,પાન,સુગંધ,બીજ, ખોરાક, દવા વગેરે નિસ્વાર્થ રીતે આપે છે . તેની રચના હજારો વર્ષના આયુષ્ય સુધી જીવંત રહે છે અને સતત લોકોપયોગી બની રહે છે.

     *વૃક્ષના પાન લીલા રંગના હોઈ મોટા ભાગે તેમના ફૂલ લીલા રંગના નથી હોતા.* ફૂલના રંગ રૂપનું કામ પરાગ રાજકોને (વિવિધ જીવ) આકર્ષવાનું હોય છે અને લીલા પાન માં લીલા ફૂલનો રંગ ભળી જાય માટે તેમનો રંગ લીલો નથી હોતો. સૂર્ય પ્રકાશમાંથી વહેતા લાલ અને ભૂરા કિરણોને ગ્રહી તે ફૂલના રંગરૂપ નક્કી કરે છે. ફૂલનું આયુષ્ય ટૂંકું હોય છે માટે ક્લોરોફિલ અને ક્લોરોપ્લાસ્ટના ઉપયોગ ફૂલ ના રંગ રૂપ (ટાપટીપ) પાછળ વૃક્ષ ઓછી તાકાત વાપરે છે અને પાન લીલા બનાવી ને લીલા રાખવામાં વૃક્ષ કોરોફીલ અને ક્લોરોપ્લાસ્ટ વધારે માત્રામાં વાપરે છે. 

     *વૃક્ષની એક આગવી તાકાત હોય છે. જયારે તેમની ઉપર જીવાતનો હુમલો થાય ત્યારે તે પોતાના શરીરમાંથી અસામાન્ય પ્રમાણ અને પ્રકારના કેમિકલ છોડે છે જે પક્ષીઓને આમંત્રિત કરે છે, પક્ષીઓ તેની સુગંધથી આકર્ષિત થાય છે અને જીવાતને ખાઈ જાય છે.*

     વૃક્ષની એટલી બધી લાક્ષિણકતાઓ છે જે અચંબિત કરી દે છે.

       મોટેભાગે ઉપેક્ષિત થતા પૃથ્વી ઉપરના દરેક જીવ સાથે પારસ્પરિક સંબંધોને જાણવાનો એક પ્રયાસ જરૂરી છે.

                          આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
                              *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
                              *Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

2 thoughts on “ફરી કુદરતના ખોળે : ‘વૃક્ષ’ની અજાયબ વાતો

 1. …..

  કુક પાઈન અને વડના ઝાડના બે બે ફોટા અને આખી પોસ્ટ ખરેખર જ્ઞાનમાં વધારો કરે છે.

  વીકીપીડીયામાંથી નીચે ઉમેરો કરું છું.

  Trees tend to be long-lived, some reaching several thousand years old.

  Trees have been in existence for 370 million years.

  It is estimated that there are some three trillion mature trees in the world.

  …….

  1. Every other living thing on this earth has its own requirement most of which are amazing to learn.
   We are not aware and interested much in knowing.
   Your interest is commendable and your feed back and comments are very well appreciated.
   Best Regards
   Jagat Kinkhabwala
   Author of the Article
   9825051214

Leave a Reply

Your email address will not be published.