ભગવાન થાવરાણી
બે’ક હપ્તા પહેલા શાયર ઝુબૈર અલી તાબિશ અને એમના એક શેરની વાત નીકળેલી. એ જ ‘ પ્રથમ દ્રષ્ટિએ પતંગિયાઓ ઉપર નિશાન તાકતા દેખાતા પરંતુ વાસ્તવમાં રંગો પાછળ ગાંડા ‘ માણસોની વાત.

એ વખતે જ મને યાદ આવ્યા હતા સૂર્યભાનૂ ગુપ્ત. બહુ જ આલીશાન કદના પરંતુ ઘણું ઓછું લખનાર શાયર. એમનો એક શેર છે :
હમ તો સૂરજ હૈં સર્દ મુલ્કોં કે
મૂડ આતા હૈ તબ નિકલતે હૈં ..
પરંતુ એમના જે શેરની વાત આજે કરવી છે અને જે શેર ઝુબૈરવાળી જ વાત થોડા અલગ મિજાજથી કહે છે એ એમની એક જૂની ગઝલનો મત્લો છે. જૂઓ :
રંગ જબ આસપાસ હોતે હૈં
રૂહ તક કૈનવાસ હોતે હૈં …
ઝુબૈર અલી પોતાના શેરમાં લગભગ ખુલાસો કરવાની હદે પહોંચી જાય છે તો સૂર્યભાનૂજી કેવળ એક વિધાન કરે છે. રંગોના રસિયાએ જેવા રંગ વિખેરાતા જોયા કે એમના અંત:કરણના કેનવાસ આપોઆપ ઊઘડી ગયા ! જાણે આત્મા ખુદ કહે છે રંગોને – આવો, મને રંગો !
કારણ કે જે તરસ રંગોને કેનવાસની હોય છે, એ જ કેનવાસને રંગોની…
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.