નિરંજન મહેતા
હાલમાં નવરાત્રિ ગઈ પણ આ કોરોનાના કહેરમાં દર વર્ષની જેમ આ વખતે તે ધામધુમથી ઉજવાઈ નહીં તેનો મોટા ભાગના ખેલાડીઓને અફસોસ થતો હશે. પણ પરિસ્થિતિ જ એવી હતી કે કોઈનું ચાલે તેમ ન હતું. એટલે રસિકોએ તો વર્ચ્યુઅલ ગરબા રમીને આનંદ લીધો હશે તેમ માનીએ.
આ તહેવારમાં દેવીમાતાનું બહુ મહાત્મ્ય. ખાસ કરીને ઉત્તર ભારતમાં. ત્યાં દેવીમાને શેરાવાલીના નામે પણ ઓળખે છે કારણ તેનું વાહન વાઘ છે. શેરાવાલીના નામે કેટલાય ભક્તિગીતો રચાયા છે અને ગવાયા છે. તે જ રીતે આપણી ફિલ્મોમાં પણ ઘણા ભક્તિગીતો દર્શાવાય છે જેમાના થોડાક અહી રજુ થયા છે.
૧૯૬૪ની ફિલ્મ ‘ગંગા કી લહેરે’મા રજુ થયેલ ભક્તિગીત છે
जय जय हे जगदम्बे मा
द्वार तिहारे जो भी आता
बिन मांगे सब कुछ पा जाता
મજરૂહ સુલતાનપુરીનાં શબ્દોને સંગીત આપ્યું છે ચિત્રગુપ્તે. સ્વર છે લતાજીનો જે સાવિત્રી પર રચાયું છે
૧૯૭૯ની ફિલ્મ ‘સુહાગ’નું આ ભક્તિગીત તો અત્યંત પ્રચલિત છે
है काल के पंजे से माथा बचाओ जय मा अष्ट भवानी
हे नाम रे सब से बड़ा तेरा नाम
शेरोवाली ऊँचे देरोवाली बिगडे बना दे मेरे काम रे
દાંડિયારાસના રૂપમાં ગવાતા આ ભક્તિગીતના કલકારો છે રેખા અને અમિતાભ. સ્વર છે આશા ભોસલે અને રફીસાહેબના. શબ્દો આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
૧૯૮૦ની ફિલ્મ ‘આશા’નું ભક્તિગીત છે
साँची जोतों वाली माता माता तेरी जय जय कार
तूने मुझे बुलाया शेरा वालिए
मै आया मै आया शेरा वालिए
માતાને મળવા જીતેન્દ્ર અને રામેશ્વરી જાય છે ત્યારે આ ભક્તિગીત દર્શાવાયું છે. શરૂઆત નરેન્દ્ર ચંચલનાં અવાજથી થાય છે અને પછી રફીસાહેબ ગાય છે. આનંદ બક્ષીના શબ્દો અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
૧૯૮૨ની ફિલ્મ ‘અશાંતિ’મા આ ભક્તિગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે.
शक्ति दे मा शक्ति दे मा शक्ति दे मा
पग पग ठोकर खाऊ चल ना पाउ
कैसे आऊ मै तेरे घर
અપંગ રાજેશ ખન્ના માતાની આરાધના કરવા જતો હોય તેમ દર્શાવાયું છે. આ ભક્તિગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આર.ડી. બર્મનનું. સ્વર ચંદ્રકાંત ગાડગીલનો.
આવું જ અન્ય ભક્તિગીત છે ૧૯૮૩ની ફિલ્મ ‘અવતાર’નું.
माता जिन को याद करे वो निराले होते है
માનતા પૂરી કરવા જતા રાજેશ ખન્ના અને શબાના આઝમી આ ભક્તિગીતના કલાકારો છે. આ ભક્તિગીત પણ નરેન્દ્ર ચંચલનાં સ્વરમાં છે અને તેમાં સાથ પુરાવ્યો છે મહેન્ડ્ર.કપૂર અને આશા ભોસલેએ. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.
૧૯૮૫ની ફિલ્મ ‘તેરી પૂજા કરે સંસાર’મા બે બાળ કલાકારો આ ભક્તિગીત ગાય છે.
माता के दरबार ज्योत जल रही है
सच्चा है दरबार शेरो वाली का
ભક્તિગીતના શબ્દો ઠાકુર તપસ્વીના અને સંગીત એસ. મદનનું. બાળ કલાકારો માટે સ્વર છે દિલરાજ કૌરનો.
૧૯૮૫ની એક અન્ય ફિલ્મ ‘મર્દ’નું ભક્તિગીત પણ સુંદર છે.
ओ माँ शेरोवाली, ओ माँ शेरोवाली
माँ मेरी माँ से मिला दे मुझे
અમિતાભનો અભિનય અને શબ્બીરકુમારનો સ્વર. શબ્દો ઇન્દીવરનાં અને સંગીત અનુ મલિકનું.
૧૯૮૬ની ફિલ્મ ‘સ્વર્ગ સે સુંદર’મા પણ આ પ્રકારનું ભક્તિગીત છે
माता प्रकट हो दूर संकट हो
हो देवी मातारानी तूने सब की मानी
हम पे भी हो जाय तेरी मेहरबानी
જીતેન્દ્ર અને જય પ્રદાની આ પ્રાર્થનાના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર લતાજી અને કિશોરકુમારના
૧૯૮૬ની એક અન્ય ફિલ્મ છે ‘એક ચદ્દર મૈલી સી’ જેમાનું ભક્તિગીત છે
माँ शेरावालिये, माँ ज्योतावालिये,
माँ मेंहरावालिये, माँ लटावालिये
ओ आंबे माँ जगदम्बे माँ मै तेरे दर पे आया
રિશીકપૂર પર આ ભક્તિગીત રચાયું છે જેને સ્વર મળ્યો છે શબ્બીરકુમારનો. સરદાર પંછીનાં શબ્દો અને અનુ મલિકનું સંગીત.
૧૯૮૮ની ફિલ્મ ‘મહાવીરા’નું ભક્તિગીત જોઈએ.
जय माँ काली
शेरावालिये ओ मेह्रारावालिये
मेरी बात रख दे मेरी बात रख दे
વીડિઓમા બીના માંદા બાળકને લઈને જતી દેખાય છે પણ પુરુષ કલાકાર કોણ છે તેની જાણ નથી આપી. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. સ્વર મોહમાદ અઝીઝનો.
૧૯૯૫ની ફિલ્મ ‘લેડી રોબીનહુડ’મા બહુ નાનું ભક્તિગીત છે.
तेरे दर पे मै आई हु शेरावालिये
त्तुं कर दे माँ दया जोटावालिये
ફિલ્મમાં કલાકાર છે શીખા સ્વરૂપ. ફિલ્મના ગીતકાર તરીકે ઈન્દીવર અને મહેન્દ્ર દેહલવીના નામો દેખાડ્યા છે પણ આ ભક્તિગીત કોનું છે તે સ્પષ્ટ નથી. ગાનાર કલાકાર માટે પણ બે નામ દેખાય છે – એક અનુરાધા પૌડવાલનું તો બીજું અનુપમા દેશપાંડેનું. સંગીત બપ્પી લાહિરીનું.
૧૯૯૬ની ફિલ્મ ‘ખિલાડીયો કા ખિલાડી’નું ગીત છે
जय माता दी जय माता दी जय माता दी
दर्द जो होंदे दर्द मिटान्दी माँ चिंता की बाते भुलांदी
અક્ષયકુમાર પર રચાયેલ આ ભક્તિગીતના ગાનાર કલાકાર છે સોનુ નિગમ. ગીતકાર દેવ કોહલી અને સંગીતકાર અનુ મલિક.
૧૯૯૭ની ફિલ્મ ‘એક ફૂલ તીન કાંટે’મા જે ભક્તિગીત છે તે છે.
सुन ओ शेरावाली जोतावाली
दर से कोई जाए ना खाली
સમીરના શબ્દો અને જતિન લલિતનું સંગીત. કુમાર સાનું અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વર. કલાકારો વિકાસ ભલ્લા અને મોનિકા બેદી.
કેટલાક ભક્તિગીતોના ફક્ત ઓડીઓ પ્રાપ્ત છે તે ભક્તિગીતો આ લેખમાં સામેલ નથી.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com