ભગવાન થાવરાણી

અમજદ ઈસ્લામ અમજદ ઉર્દૂ સાહિત્યનું બહુમુખી વ્યક્તિત્વ છે. એમનો એક શેર જુઓ :
ઉસ કે લહજે મેં બર્ફ થી લેકિન
છૂ કે દેખા તો હાથ જલને લગે
એમની નીચેના પંક્તિઓ એક નઝ્મનો હિસ્સો છે જેને એક લોકપ્રિય પાકિસ્તાની ટી વી સિરિયલમાં પણ શામેલ કરવામાં આવી હતી. જુઓ એ દર્દનાક પંક્તિઓ :
વો જો ગીત તુમને સુના નહીં મેરી ઉમ્ર ભર કા રિયાઝ થા
મેરે દર્દ કી થી વો દાસ્તાં જિસે તુમ હંસી મેં ઉડા ગએ ..
જરા વિચારો, જે કૃતિ, જે સર્જન કોઈના જિંદગીભરના રિયાઝ – મહેનત બાદ બને અને એ પણ કોઈ ખાસ જણને સંભળાવવા કે દેખાડવા માટે અને એ શખ્સને એ સાંભળવા – જોવાની પડી જ ન હોય તો ! શું વીતશે એ કલાકારના દિલ પર ?
કલાકાર કે શાયરની વાત છોડો, કોઈ સામાન્ય માણસ પોતાના મનમાં સાચવી રાખેલી દાસ્તાન હોંશે – હોંશે કોઈ માનીતી વ્યક્તિને સંભળાવે અને એ માણસ સોઈ ઝાટકીને એ વાત મઝાકમાં ઉડાવી દે તો !
આનાથી મોટો આઘાત શું હોય !
મહાન વાર્તાકાર એંટન ચેખવની વાર્તા ધ લેમંટ (વિલાપ) માં આ જ વાત છે .
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.