તન્મય વોરા

માટીકામનાં શિલ્પસ્થાપત્યનાં પ્રાધ્યાપકે પોતાના વર્ગને સરખા ભાગમં વહેંચી, બન્નેને સમેસ્ટર દરમ્યાન ઘડા બનાવવાનું કામ સોંપ્યું. એક ગ્રૂપે ઘડાની પરિપૂર્ણતા પર અને બીજાંએ ઘડાઓની સંખ્યાને અગ્રતા આપવાની હતી.
પહેલાં ગ્રૂપે પરિપૂર્ણ ઘડો બનાવવા માટે પહેલેથી જ ચોકસાઈ મુજબની પધ્ધતિથી મહેનત કરી બીજું ગ્રૂપ વિવિધ પ્રકારના ઘડાઓ બનાવવામાં લાગી પડ્યું.
સમેસ્ટરને અંતે બન્ને ગ્રૂપની કામગીરીનું તેમના લક્ષ્યના સંદર્ભમાં મૂલ્યાંકન કરાયું. બીજું ગ્રૂપ વિજયી નીવડ્યું હતું. એ લોકોએ વાપરી શકાય તેવા ઘડાઓ વધારે સંખ્યામાં બનાવ્યા હતા. ઘડા વપરાશ યોગ્ય બને એ બાબતને ગણતરીમાં લીધા પછી તેમનું લક્ષ્ય મહત્તમ નિપજ હતું,, એટલે પરિપૂર્ણતાના આગ્રહને પ્રાથમિક લક્ષ્ય બનાવનાર ગ્રૂપ કરતાં તેમની નિપજ વધારે રહી હતી.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com