બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”

સૂફી સંગીતમાં ક્ર્ષ્ણભક્તિની કવ્વાલી

નીતિન વ્યાસ

ચડ્યું પૂર મધરાતનું ગાજે ભર સૂનકાર. – નાનાલાલ

અંત:કરણની શુદ્ધતા રાખનાર; સૂફીમતનો અનુયાયી. સૂફી મતની ઉત્પત્તિ જાણ્યા પહેલાં સૂફી શબ્દની ઉત્પત્તિ જાણી લેવાની જરૂર છે. કેટલાક લોકોનું એમ કહેવું છે કે, મદીના માં એક મસ્જિદની સામે એક `સુફ્ફી` કહેતાં ચબૂતરો હતો. એની ઉપર બેસનારા ફકીર સૂફી કહેવાયા. બીજા કેટલાકનું એવું કહેવું થાય છે કે, સૂફી શબ્દનો મૂળાર્થ ` સૂફ ` એટલે પંક્તિ છે. ક્યામત ના દિવસ પછી સૌ પોતાનાં સારા નરસાં કર્મના પ્રમાણમાં હિસાબ કે ચુકાદો મેળવવા પંક્તિમાં ઊભા રહેતા. તેમાં પુણ્યવાન લોકો સહુની પહેલી હરોળ માં ઊભા રહેતા એથી એ ખુદા ના પ્રિય પાત્ર ગણાતા. તેથી તે સૂફી કહેવાયા. ત્રીજો મત એવો છે કે તેઓ ` સૂફી ` એટલે સાફ પવિત્ર, નિર્મળ મનના હોવાથી તેઓને ` સૂફી `કહેવામાં આવે છે. ચોથો મત એવો છે કે, સોફિયા એટલે જ્ઞાન એ ઉપરથી જ્ઞાનીને ` સૂફી ` કહેવાય છે.

પરંતુ આજકાલ સર્વમાન્ય સિદ્ધાંત એવો છે કે સૂફી શબ્દ વાસ્તવિક રીતે સૂફ એટલે ઊન ઉપરથી આવેલો છે. ઊનનું વસ્ત્ર ધારણ કરનારા સૂફી નામથી પ્રસિદ્ધ થયા. નિકલસન, બ્રાઉન, મારગોલિયન આદિ વિદેશી વિદ્વાનોએ પણ એ સાબિત કરી બતાવ્યું છે કે, સૂફી શબ્દ સફ ઉપરથી બન્યો છે. તદુપરાંત ઇસ્લામ ધર્મના અનેક પંડિતોનો પણ એવો જ મત છે, ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોથી કેટલીક રીતે જુદા પડતા તેમ જ સાદાઈવાળું આંડબર રહિત જીવન પસંદ કરનારા મુસલમાનો સૂફી કહેવાયા. એ લોકો સફેદ ઊનનાં વસ્ત્ર પહેરતા હતા. પરમાત્માની સત્તાને એ સૂફીઓ સર્વવ્યાપક માનતા હતા એટલે કે આત્મા અને પરમાત્માના ઐક્ય અને પ્રેમલક્ષણા ભક્તિમાં વિશ્વાસ ધરાવતા હતા. એકેશ્વરવાદનો એમનો સિદ્ધાંત વેદના અદ્વૈતવાદને વધારે મળતો આવતો હતો. કેટલાક સૂફી લોકોનું એમ કહેવું છે કે, સૂફીમતનું બીજ આદમે વાવ્યું. નૂહાના સમયમાં તેનું બીજ અંકુરિત થયું. અભ્રામના વખતમાં તેમાંથી કળી ફૂટી, મૂસાના સમયમાં તેનો વિકાસ થયો. મસીહ તે વૃક્ષમાં ફાલ લાવ્યો અને મુહમ્મદના સમયમાં તેમાંથી મધુરાં ફળ ઊતર્યાં.

(માહિતી: વિશ્વકોષ “ભગવદ્દગોમંડળ”)

આવા એક સૂફી શાયર અને સંગીતના  જાણકાર હતા હૈદરાબાદના નવાબ શ્રી સાદિક જંગ બહાદુર “હોલ્મ” (સૈંયામી, ધૈર્યવાન; અને અરબી ભાષામાં “સ્વપ્ન”) 

નવાબ શ્રી સાદિક જંગ બહાદુર “હોલ્મ”
જન્મ: ૬ એપ્રિલ ૧૮૮૬ સ્વર્ગવાસ: ૨૪ ફેબ્રુઆરી ૧૯૬૭

નવાબ સાદિક બહાદુર જંગ ચાર ભાષામાં  લખતા અને એ ભાષામાં લખાયેલાં  પુસ્તકોના અભ્યાસી પણ હતા. ૧૨મી સદીમાં શ્રી જયદેવ રચિત “ગીત ગોવિંદ”ની અસર તેમનાં સૂફી કાવ્યોમાં પ્રદર્શિત થાય છે. પોતાની હસ્તીને એક દરવેશ – દેશ પરદેશ  રખડાનારો મુસલમાન ફકીર- ગણતા. તેમનાં રચેલાં સૂફી કાવ્યોનાં પુસ્તકો બહાર પડ્યા છે, જેમાંનુંં એક છે “પ્રીત કી રીત”..

નવાબ શ્રી સાદિક જંગ બહાદુરને હૈદરાબાદના નિઝામ સાથે ઘરેબો હતો. નિઝામ પણ કવિ હૃદય અને સંગીતના શોખીન હતા. ઘણા ઉભરતા ગાયકો અને સંગીતકારોને આર્થિક મદદ તેમણે કરેલી. નવાબ પોતે સૂફીવાદનાં હિમાયતી હતા. કવ્વાલી અને નઝ્મ લખે અને સંગીતબદ્ધ કરે. તે પૈકીની એક સુપ્રસિદ્ધ કવ્વાલી નવાબે લખેલી અને રાગ ભૈરવીમાં  પોતે જ સ્વર બદ્ધ કરેલી રચના એટલે: “એ કન્હૈયા….એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”

કહેતે  હૈ કી વિસ્તારમેં કલાકાર દિખતા હૈ ઔર બંદિશમે રચનાકાર દિખતા હૈ.

આજે “”એ કન્હૈયા”ની બંદિશ અનેક રૂપમાં સાંભળીયે:

શબ્દાંકન:

 कन्हैयायाद है कुछ भी हमारी 

ज़रा बोलो कन्हैयायाद है कुछ भी हमारी  
कहूं क्या तेरे भूलने के मैं वारी 
 कन्हैयायाद है कुछ भी हमारी
ज़रा बोलो रे कन्हैयारे मारे कानू रे 

 कन्हैयामुझे याद है वो ज़रा ज़रा 
तुम्हे याद हो याद हो 
कहूं क्या तेरे भूलने के मैं वारी 
 कन्हैयायाद है कुछ भी हमारी
बिनती मैं कर करबाह्मणो से पूछी 
पल पल की खबर तिहारी 
पाइयाँ पारी महादेव के जाकर
आरी टोना भी करके मैं हारी कन्हैया
कन्हैयायाद है कुछ भी हमारी 


खाख परो लोगों इस ब्याहने पर 
अच्छी मैं रहती कंवारी 
माइका मैं मेल हिल्म‘ रहती थी सुख से 
फिरती थी क्यों वारी वारी कन्हैया!  
जन्नत मेरे अजदादों की ठुकराई हुई है
 कन्हैयायाद है कुछ भी हमारी 
ज़रा बोलो कन्हैयायाद है कुछ भी हमारी   

રસદર્શનઃ

‘કવ્વાલી’ શબ્દની સાથે જ ઉર્દૂ ભાષાના કવ્વાલીના જનક અને સૂફી સંત અમીર ખુશરો દહેલવી (ઈ.સ.૧૨૫૩-૧૩૨૫) નું નામ યાદ આવે. એક સમય હતો જ્યારે કવ્વાલીના લયમાં કીર્તનો થતા અને હિન્દી સિનેમા જગતમાં પણ કવ્વાલીની ખૂબ જ બોલબાલા હતી.

 મૂળે કવ્વાલી એક ભક્તિસંગીત, સૂફીસંગીત તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે કવ્વાલી અલ્લાહ,ખુદા,ઈશ્ક,માશુકા વગેરેને સંબોધીને ઈબાદતના રૂપે ગવાતી હોય છે. સૂફી સંગીતના શિરમોર ગણાતી એક કવ્વાલી હૈદરાબાદના નવાબ સાદિક જંગ બહાદુરે ૧૦૦ વર્ષ અગાઉ લખી હતી. એ એક એવી કવ્વાલી છે જે પાકિસ્તાની કલાકારોએ કૃષ્ણને સંબોધીને તહેદિલથી ગાઈ છે. શ્રી નિતીન વ્યાસે જ્યારે આ કવ્વાલીના શબ્દો અને યુટ્યુબ લીંક મોકલી આપી ત્યારે એ સાંભળીને મન આફરીન પોકારી ઊઠ્યું. કવ્વાલ શ્રી ફરીદ અય્યાઝ અને અબુ મહંમદની ગાયકી જોઈ/સાંભળીને ફીદા થઈ જવાયું. ધર્મભેદથી,પ્રાંતવાદથી ઘણે દૂર એક માત્ર માનવધર્મથી છલોછલ આ કવ્વાલીનો આસ્વાદ કરાવ્યા વગર કેમ રહી શકાય?

આજે આપણે તેની સાથે માણીશું.

શિર્ષક છેઃ याद है कुछ भी हमारी.. 

આ કવ્વાલીના શબ્દો વાંચવાની શરૂઆત કરીએ ત્યારથી જ મનમાં એક મઝાનું ચિત્ર દોરાતું જાય છે. 

કૃષ્ણને યાદ કરાવતી ગોપી સવાલોથી પ્રારંભ કરે છે કે, કનૈયા, તને યાદ છે… જરા બોલ, થડી યે યાદ છે?

ए कन्हैया, याद है कुछ भी हमारी
ज़रा बोलो कन्हैया, याद है कुछ भी हमारी

જાણે સામે ઉભેલા કૃષ્ણને હકપૂર્વક પૂછતી રૂપાળી, રિસાયેલી માનુનીની છબી ઉપસે છે. કહેતા કહેતા એ પ્રેમભાવ પણ પ્રગટ કરી જ દે છે કે અરે, કાના, તારા એ ભૂલવા પર પણ હું વારી જાઉં છું અને તને એની પણ પડી નથી? યાદ નથી? સ્નેહનો કેવો સરસ મરોડ!  નજાકતભર્યા શબ્દોની રવાની અને ગાયકોની ચોટદાર બયાની તો જુઓ?

कहूं क्या तेरे भूलने के मैं वारी 
ए कन्हैया, याद है कुछ भी हमारी…

મને તો યાદ છે, પણ તને કેમ યાદ નથી? વળી વળીને હું તો બ્રાહ્મણોને તારા ખબર અંતર પૂછતી રહું છું! પાયે પડી પડીને મહાદેવને વિનવું છું,અરે, ટોણાં પણ મારીને થાકી જાઉં છું. તને શું કશું યે યાદ નથી,જરા યે યાદ નથી?

આ અંતરામાં તે જમાનાની રુઢિચુસ્ત સામાજિક ધર્મપ્રણાલીઓ દેખાઈ આવે છે. શિવપૂજા કરતો સમાજ અને બ્રાહ્મણોને જ્ઞાતા માનતા લોકોની એક તસ્વીર ઉભી થાય છે. આજીજી, વિનવણી  અને પ્રાર્થનાના ભાવોને અહીં ખૂબ અસરકારક રીતે વર્ણવ્યા છે.

આગળ કવ્વાલોની ટીમ  ઊર્દૂ શબ્દોમાં ખૂબ ભાવપૂર્વક જે  ટીપ્પણી કરે છે તે અદભૂત છે..ને પછી આગળ કૃષ્ણને મનથી વરી ચૂકેલી ગોપીના મનોભાવોનો એક નવો જ રંગ પૂરી મસ્ત અંદાઝથી ગાય છે કે, આના કરતા તો હું કુંવારી રહી હોત તો સારું! ખાક છે આ લગ્નબંધન પર. માયકામાં તો હું કેવી મઝ્ઝાથી ફરતી હતી. કાના, કેમ હું તારી પર વારી ગઈ?

खाख परो लोगों इस ब्याहने पर
अच्छी मैं रहती कंवारी

माइका मैं मेल ‘हिल्म’ रहती थी सुख से
फिरती थी क्यों वारी वारी कन्हैया!

અહીં સાથોસાથ રહેતા પ્રેમ અને વિરહની વેદના આક્રોશ રૂપે  ઠલવાઈ છે. એ તો કુદરત નો નિયમ છે કે જ્યાં પર્વત છે,ત્યાં જ તળેટી છે અને જ્યાં ફૂલો છે ત્યાં જ કાંટા પણ છે.પ્રેમ છે ત્યાં વિરહનું દુઃખ છે. સંસારનો આ નિયતક્રમ છે. એમાં જ તો પ્રબુધ્ધ બનીને રહેવાનું છે .

કવ્વાલીના છેલ્લા બંધમાં આ આખીયે પદ્ય રચનાનું હાર્દ ઠલવાયું છે. રિસાયેલી મનમાનુની પ્રશ્નો પૂછી પૂછી, વિનંતી કરી કરી, પ્રાર્થના કરી કરી જ્યારે થાકી જાય છે ત્યારે અતિ મ્રુદુતાથી છતાં ગંભીરપણે કહે છે કે, હું કોણ છું અને શું છું એ રિઝવાનને પૂછો. રિઝવાન એટલે કે, સ્વર્ગના ચોકીદારને પૂછો. અરે, સ્વર્ગ તો મારા બાપદાદાઓએ ઠૂકરાવેલી ચીજ છે ! આહાહા…આહાહા.. આ પંક્તિઓમાં તો દરિયો ભરીને સંવેદનાઓના મોજાં ઉભરાયા છે. એને ગમે તેટલા શબ્દોમાં વ્યક્ત કરીએ પણ એ ભાવોની એક માત્ર બૂંદ જ નીકળશે.  અહીં ગોપીભાવ  તો પરાકાષ્ઠાએ પહોંચે જ છે પણ જગત સામે એક મહાન સૂફી સંદેશ બુલંદ અવાજે પડઘાય છે.

માનવી કોણ છે? શું છે? મુસલમાન છે? હિન્દુ છે? શીખ છે? ભારતીય છે, પાકીસ્તાની કે અમેરિકી છે? નાત જાતના,સંપ્રદાયોના,દેશી-પરદેશીના વાડામાં બંધાયેલો માનવી આખરે કોણ છે?  કેવળ ઈન્સાન છે, કેવળ ઈન્સાન.

‘હું કોણ છું ને ક્યાંનો છું પ્રશ્નો નકામાં લાગતા.
ઈન્સાન છું બ્રહ્માંડનો બસ એ કથન સમજાય છે.

માનધર્મનો ઊચેરો સૂફીવાદ અહીં ગોપીભાવની ચરમ સીમારૂપે ભારોભાર છલકાય છે. અને વળી પાછી મૂળ વાત પુનરાવર્તિત થઈ ઘૂંટાય છે કે, હે કાના, તને કંઈ યાદ છે? જરા કહે ને. અમારી યાદ છે? અમે ભલે ગમે તે ધર્મના હોઈએ પણ આખરે તો તારા જ છીએ ને? તારામાંથી જ પ્રગ્ટેલો તારો જ અંશ છીએ.

मैं कौन हूँ और क्या हूँ, ये रिज़वान से पूछो
जन्नत मेरे अजदादों की ठुकराई हुई है

ए कन्हैया, याद है कुछ भी हमारी 
ज़रा बोलो कन्हैया, याद है कुछ भी हमारी 
 

 એક પાકિસ્તાનીના અદભૂત કંઠે ગવાયેલી અને હૈદરાબાદના નવાબની કલમે કંડારાયેલી આ કવ્વાલી, અન્ય કવ્વાલીઓમાં ટોચના સ્થાને બિરાજે છે.

આ સાથે જ અમીર ખુશરોની ‘મૈં તુલસી તેરે આંગનકી’ની એક કવ્વાલી  ‘છાપ તિલક છબ છીની મોસે નૈના મિલાયકે’ અને સાહિર લુધિયાનવીની એક કવ્વાલીઃ ‘ના તો કારવાઁ કી તલાશ હૈ, ના તો હમસફર કી તલાશ હૈ’  જેવી થોડી બીજી પણ કવ્વાલીઓનું સ્મરણ થાય છે.

 આમ છતા, આ કવ્વાલી પ્રેમાળ ફરિયાદી સૂરને ઋજુતાથી રજુ કરતા કરતા, નાટકીય પંચ આપતા આપતા, સરહદો અને ધર્મોની મર્યાદાને વળોટતી જાય છે. એ રીતે કાવ્યત્ત્વના તમામ લક્ષણોની ઉંચાઈ સુધી લઈ જતી આ રચનાના રચનાકારને અને ઉસ્તાદ કવ્વાલ ફરીદ અયાઝની આખીયે ટીમને, તેમની ગાયકીને  સો સો સલામ.

દેવિકા રાહુલ ધ્રુવ

શરૂઆત માં સાંભળીયે એક એવા સૂફી ગાયકને  જેને આ રચના જગ વિખ્યાત બનાવી:

પાકિસ્તાની કવ્વાલ ફરીદ અય્યાઝ  અને અબુ મેહમુદ, રાગ તિલક કામોદ 

BITS, Pilani માંથી MS In QM & Technology, SAP Software Application Designer, ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વિશારદ તદઉપરાન્ત પ્રખ્યાત સૂફી ગાયિકા શ્રીમતી સ્મિતા બેલુર

હબીબ મહંમદ નિયાઝી અને પાર્ટી 

મથુરાવાસી કુંવર કન્હૈયા શ્રી તાજ અને  શાદ  મેહમુદ નિયાઝી 

ચંદીગઢની ગાયિકા ડો. મમતા જોશી 

https://youtu.be/Rza-bruYVtE

દિલ્હીના કવ્વાલ બચ્ચોં કા ઘરાણા નાં શાગિર્દ, ગાયક અને એક સમયે હૈદરાબાદ નાં નિઝામ નાં દરબાર ગાવાવાળા ઉસ્તાદ મુનશી રિયાઝુદ્દીન  અને સાથીઓ: રાગ દેશ

ગાયિકા સ્નેહલ બર્વે, રાગ પીલુ અને દેશ 

 “નીકી લગત મોહે, કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”

ઉસ્તાદ બાહુદ્દીન કવ્વાલ 

શ્રીમતી રૂપજીત કૌર 

પંડિત શ્રી પ્રવીણ શર્મા 

શ્રી રામપ્રસાદ ઠાકુરજી 

શ્રી અંકિત કનક બિહારી જી 

શ્રી શુભમ અહેમદ નિઝામી કવ્વાલ 

શ્રીમતી મંજરી ચાતુર્વેદી   

સૂફી સંગીત સાથે નાં આ ડાન્સ માં  શ્રીમતી મંજરી ચાતુર્વેદી નાં  ગાયન ના શબ્દો સાથે ભાવ, લય, તાલ, ચક્કર અને મુદ્રા -એ બધું તેમની કાબેલિયત દેખાડે છે. કથ્થક ન્રુત્યમાં ચક્કર એ મૂળ કથ્થક ને  સૂફી કથ્થક વચ્ચેનું અંતર ગણાય છે. શ્રી રતન તાતા અને અન્ય દાતાઓંના  સહયોગથી ચાલતાં સૂફી ડાન્સ ફાઉન્ડેશન દ્વારા ભારત સાથે અન્ય દેશોમાં વરસે 30 જેટલા ડાન્સના કાર્યક્રમો કરે છે. યુનેસ્કો હેરિટેજ સંસ્થા દ્વારા તથા અમેરિકાની બર્કલી યુનિવર્સિટી એ તેમનું બહુમાન કરેલું છે. આ સિવાય તેઓ અન્ય પારિતોષિકોથી પણ સન્માનિત છે. 


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com  સરનામે કરી શકાશે.

Author: admin

14 thoughts on “બંદિશ એક, રુપ અનેક – ૭૦ – “એ કન્હૈયા યાદ હૈ કુછ ભી હમારી”

 1. Nitinbhai,

  A wonderful collection and beautiful રસદર્શન by Devikaben. Because of the philosophy of Sufism, it has attracted many non-muslims towards it. Ajmer’s Chisti’s dargah is one example of it. One of the biggest and well known SUFIA was Princess Jahanara Begum – daughter of Shah Jahan and sister of ultra-conservative Aurangzeb. It was a mystery why Aurangzeb made her the First Lady of the Empire after the death of Mumtaz Begum; even though, they both were on the opposite end of religious beliefs.

  By the way for lucky Houstonians, on Saturday, October 17, 8 pm, there is a Qawwali program by Farid Ayaz and Abu Muhammed to pay tribute to a well known Sufi poet Amir Khusrau. There is a request for this item “Kanhaiya, yaad hai kuchh bhi hamari”. Let us see what happens. Many years ago this team presented a program in Houston and it included one item on Kanhaiya but I do not remember its words now. There is another very good Qawaal group in Austin and it has Hindu and Muslim members and they keep Qawaali and Bhajan programs. In fact, they do a very good job. Maybe when we meet together next time, we can have a talk on this topic.

  Again THANKS for your work and have some fun in otherwise dry life because of COVID.

 2. Nitinbhai: You have created interest in Qawaali. I had a chance to listen to Sufi Sant in Dallas a few years ago. If the people of the world understand ” અમે ભલે ગમે તે ધર્મના હોઈએ પણ આખરે તો તારા જ છીએ ને? તારામાંથી જ પ્રગ્ટેલો તારો જ અંશ છીએ.” there will be peace in the world.

 3. It indeed is very detailed and impressive as well interesting write up, as usually.

  I read every article word to word.

  Thanking for this wonderful work.

 4. It indeed is very detailed and impressive as well interesting write up, as usually.

  I read every article word to word.

  Thanking for this wonderful work.

  Best Regards

 5. Nitinbhai thanks for wonderful detail description . If possible you can write in Gujarati newspaper also it will reach to more people too. In Toronto we have gujrat news line paper if you are interested I can talk editor And take a chance. Thanks from my heart.

  1. આપના સૂચન બદલ આભાર. ટોરોન્ટો માંથી પ્રસિદ્ધ થતું ગુજરાત ન્યૂઝ માં જો આપને યોગ્ય લાગે તો જરૂરી ફેરફાર કરી અવશ્ય છપશો. 

  2. તા.ક.: કમલેશભાઈ, એક વાત રહી ગઈ. અહીં એક અગત્ય નું યોગદાન જાણીતા કવિયેત્રી શ્રીમતી દેવિકાબેન ધ્રુવનું છે, આપનો સંદેશો તેમની જાણ માટે મેં મોકલી આપ્યો છે. – નીતિન 

 6. સર્વ શ્રી દિપકભાઈ, ભાવેશભાઈ પટ્ટણી (બેશુમાર), હસમુખભાઈ, કમલેશભાઈ, ડો. મુનિભાઈ અને ડો.ભરતભાઈ, તમારા બધાનાં સમભાવ વાંચી “હોં કારાનાં ભજનો” યાદ આવ્યાં… ભજનિક એક કડી ગાય અને સાથીદાર સુર પુરાવે “હાં… હાં…હાં.. અરે સંતોભાઈ……” આમ બીજી કડી  શરૂથાય, ટૂંક આપના સંદેશા બાદલ આભાર, એને લીધે વધારે લખવાનો પાનો  ચડે છે.  

 7. Thank you for bringing beautiful song sung by different talented singers. Your effort is very much appreciated. I stumbed on Ms. Smita Rao Bellur on YouTube. She is one of the talented singers. Also I stumbled in Rajsthan Kabir Yatra on YouTube. Ms. Shabnam Virmani is one of the talented singers. I am surprised to see so many young people are so much tuned into this Kabir”s bhajans. This kind of music makes life beautiful. In current atmosphere this brings fresh breadth of air. Have a good day.

  1. શ્રી સનતભાઇ, આપના પ્રોત્સાહન બદલ આભાર. શબનમબેન વિરમાણી કબીર પ્રોજેક્ટ કરી બહુ જ સુંદર સંગીતમય દસ્તાવેજી ફિલ્મ બનાવી છે. પોતે પણ કબીરનાં ભજન સરસ ગાયછે. આ પ્રોજેક્ટ માટે “વિશ્વગ્રામ ટ્રસ્ટ” મહુવા તરફથી તેમને એનાયત થયેલુ તેવી જાણ ઇન્ટરનેટ ની એક વેબસાઇટ પરથી મળી છે. ફરી એકવાર આપના પ્રતિભાવ બદલ આભાર.

 8. પૂજચ નીતિન ભાઇ,
  મલયભાઇ સાથે ઘણા વર્ષો ના કરાર હતા કે આપણે સુયોગે મળીશું. આજે આપનું સુફિ નું સવિસ્તર વિવેચન વાંચી ને ધન્યતા અનુભવી.
  અનંત દેસાઈ ના સપ્રેમ નમસ્કાર

  1. શ્રી અનંત ભાઈ, આપના સપ્રેમ પ્રતિભાવ બાદલ ખરાદિલથી આભાર. આપનો ફોન નંબર મને ઇમેલ દ્વારા મોકલશો જેથી કોઈ સુયોગ સાધી શકાય, સરનામું ઉપર આપ્યું છે. – નીતિન 

Leave a Reply to નીતિન વ્યાસ  Cancel reply

Your email address will not be published.