સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર::  યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ

દર્શા કિકાણી

(૧૬ જુન ૨૦૧૯)

બીજે દિવસે સવારે અમે લિંચેસ્ટીન (Liechtenstein) જવા નીકળ્યાં. તે એક એકદમ નાનો દેશ (microstate) છે અને તેની રાજધાની છે વડુઝ (VADUZ). ૧૬૦ ચો. કિ.મી.ના ક્ષેત્રફળવાળું આ નાનું-અમથું સ્થળ  કેટલું વિશેષ છે! શહેરમાં માણસોની વસ્તી છે તેનાં કરતાં ત્યાં રજીસ્ટર થયેલી કંપનીઓ વધારે છે! સ્વિત્ઝરલેન્ડ કરતાં પણ વધારે અમીર દેશ છે! વસ્તી ઓછી અને દેશની આવક વધુ એટલે ત્યાંની પર કેપીટા GDP સ્વિત્ઝરલેન્ડની પર કેપીટા GDP કરતાં પણ  વધુ છે! બેન્કિંગ ત્યાંનો મુખ્ય વ્યવસાય છે! IMPLANT કરવા માટે દાંત પણ અહીં બહુ સરસ બને છે! અહીં જર્મન ભાષા બોલાય છે.  વર્ષમાં એક વખત બીયર ફેસ્ટિવલ થાય છે અને રાજા બધાંને આમંત્રણ આપે છે! નાનો  રાજમહેલ એટલે કે કેસલ પણ જોવાલાયક છે.

અમારી હોટલથી વડુઝ સુધીની ૯૦ મિનિટની  બસની સફર એકદમ આહલાદક રહી.  એક બાજુએ સુંદર નીતર્યા પાણીનાં સરોવરો, આકાશમાં વાદળો, અને સરોવરના પાણીમાં ઝીલાતું તેનું નખશીખ પ્રતિબિંબ! નિષ્પલક નજરે જોયાં કરીએ એવું સુંદર દ્રશ્ય. વચ્ચે રસ્તામાં  બહુ બધી ટનલ આવી, લાંબામાં લાંબી ટનલ છ કિલોમીટર લાંબી હતી. નાની નાની લાઈટ અને ઇમર્જન્સીમાં એસઓએસની (SOS) સગવડ સાથેની આ ટનલ  બહુ સરસ અને આધુનિક છે.

અમારી બસ ટર્મિનલ પર ઊભી રહી અને અમે સૌ નીચે ઉતર્યા તો નજીકમાં જ એક નાનકડી ટ્રેન ફરતી દેખાઈ. જો કે અમારે તેની ટિકિટ લેવાની બાકી હતી એટલે મિલિન્દભાઈ ટિકિટ લેવા ગયા ત્યાં અમે સૌએ આસપાસ નજર દોડાવી. કલ્પના ન થઈ શકે એટલી સુંદરતા… અમે બધાં બાઘા થઈ અવાચક નજરે આ બધું જોઈ રહ્યાં હતાં. મિલિન્દભાઈએ આવીને કહ્યું કે મિનીટ્રેનમાં એક કલાક પછી જવાનું છે. અમે સૌ રખડવા નીકળી પડ્યાં. એક કલાકમાં તો આખા સ્વર્ગમાં ફરી વળ્યાં. એક નાના અમથા દેશમાં શું શું હતું?

બસ-સ્ટેન્ડની પાછળની ગલીમાં વ્યવસ્થિત આર્ટ મ્યુઝિયમ (ART MUSEUM) હતું. નામી-અનામી કલાકારોના  લગભગ ૨૦૦૦ માસ્ટરપીસ અંદર હતા! અમે તો બહારથી જ  એ સુંદર  ઇમારત જોઈ આગળ ચાલ્યાં. રસ્તા પર આઈસ્ક્રીમના કોનનું મોડેલ હતું. મો માં પાણી સાથે તેનો ફોટો પડ્યો! પાસે જ હતું પોસ્ટલ મ્યુઝિયમ (POSTAL MUSEUM). પોસ્ટના ઈતિહાસની છણાવટ કરતી તસવીરો અને સાથે સાથે અલભ્ય સ્ટેમ્પ્સનું પ્રદર્શન. બહારના રસ્તા પર પણ સ્ટેમ્પ્સની મોટી ચાર પ્રતિકૃતિ બનાવી હતી! ફોટો તો પાડવો જ પડે!

થોડે આગળ જતાં  અમદાવાદના ટાઉનહોલને ક્યાંય પાછળ પડી દે તેવો એક સુંદર, વિશાળ ટાઉનહોલ (TOWN HALL) હતો. જો કે પશ્ચિમના દેશોના  ટાઉનહોલમાં જે તે ટાઉન કે ગામને લગતી સાંસ્કૃતિક, આર્થિક, મુસાફરીને લગતી જરૂરી બધી માહિતી મળી રહે તેવી સગવડ હોય. તે જ મકાનમાં પાછળ સરકારી ઓફિસો પણ હોય. ગામમાં જ્યાં પણ જઈએ ત્યાં સતત દૂરથી દેખાતો પરી કથાનો કેસલ (CASTLE)  એટલે કે રાજમહેલ હતો. ટાઉનહોલની નજીકમાં જ ભવ્ય નેશનલ મ્યુઝિયમ (NATIONAL MUSEUM) હતું. તેને અડકીને પાર્લિયામેન્ટ બિલ્ડીંગ (PARLIAMENT BUILDING)  અને સાથે સરકારી બિલ્ડીંગ (GOVERNMENT BUILDINGS) . નજીકમાં મ્યુઝિક સ્કૂલ (MUSIC SCHOOL) , કેથેડ્રલ અને પુષ્પોથી લચી પડતો નેચર પાર્ક (NATURE PARK)! આટલી નાની જગ્યામાં કેટલું બધું! અમે તો બધું બહારથી જ જોયું અને ફોટા પડી સંતોષ માન્યો! એક કલાકમાં આખું ગામ અને આખો દેશ જોઈ લીધો!

મિનીટ્રેનમાં બેસવાનો સમય થઈ ગયો હતો અને અમારી આતુરતાનો અંત આવ્યો. અમારા સદનસીબે, મિનીટ્રેન બીજી દિશામાં ચાલી. હજી તો ટ્રેન સો એક મીટર ચાલી હશે અને સ્ટેશન આવ્યું…. લાલ બંગલા! રેડ હાઉસ તરીકે જાણીતો આ લાલ-કેસરી ભડક રંગનો બંગલો ૧૫મી સદીમાં બન્યો હતો અને હજી સુધી ખાનગી બંગલા તરીકે વપરાતો હતો. નાના ગામમાં આવી જગ્યાઓ પણ જોવાલાયક સ્થળોમાં આવતી હશે! રોલરકોસ્ટર જેવો રસ્તો વધુ મોહક હતો. અમે બધાએ રસ્તા વચ્ચે જ ઊભાં રહીને આ નજારો માણ્યો અને યાદગીરી માટે ફોટા પણ પાડ્યા.

ધીમે ધીમે ચાલતી મિનીટ્રેનમાં બેસીને અમે કુદરતનો ખજાનો માણતાં રહ્યાં. બર્ફાચ્છાદિત પર્વતો, લીલાછમ જંગલો, સુંદર રંગીન પુષ્પો, આસમાની આકાશ… સ્વર્ગ જ, બીજું શું?

મિનીટ્રેન છેલ્લો વળાંક લઈ વળીને સહેજ ઊભી રહી. અરે! આ તો પેલો કેસલ અને એ જ ટાઉનહોલ! ટાઉનહોલ જોવા અમે નીચે ઊતર્યા. આજુબાજુ, અંદર-બહાર બધું જોઈ ફોટા પડી મિનીટ્રેનમાં જેને જવું હતું તેને  જવા દઈ અમે તો ચાલતાં જ પાછાં બસ-ટર્મિનલ પહોંચ્યાં.

બપોર પડી ગઈ હતી પણ સમયનું કોઈ મહત્વ હતું નહી. થોડું ખાઈ-પી પાછાં અમારી નામરજી છતાં બસમાં ગોઠવાયાં. આગલું સ્થળ આટલું જ કે કદાચ વધુ સરસ હશે તેવા વિશ્વાસ સાથે બસ દોડાવી. બસમાંથી સતત દેખાતાં દ્રશ્યો અને સવારે, બપોરે જોયેલ દ્રશ્યો … જાણે ખતમ ન થાય તેવું સ્વપ્ન અમે જીવી રહ્યાં હતાં. લગભગ બે કલાકની બસ-ડ્રાઈવ માણી અમે એક મોટા દરવાજામાંથી પસાર થઈ (LUCERNE) લુસર્ન આવી પહોંચ્યાં.

સ્વિત્ઝરલેન્ડ દેશની લગભગ મધ્યમાં આવેલ આ ઐતિહાસિક શહેર જેટલું મહત્વનું છે તેટલું જ સુંદર છે. પિક્ચર પરફેક્ટ જગ્યા છે. એક બાજુ સુંદર લુસર્ન લેક તો બીજી બાજુ રોસ નદી, વચ્ચે અદભુત બ્રીજ, લીલા ઘાંસથી ભરેલ મિડોઝ અને સફેદ પુષ્પોથી છલકાતું આલ્પ્સનું સુંદર ગામ! અમારામાંના થોડા મિત્રો નૌકા-વિહાર માટે ગયાં. અમે ચાલીને ગામ જોવાનું પસંદ કર્યું. ગામમાં ફર્યાં, ગલીઓમાં ઘૂમ્યાં અને પછી સરોવરને કિનારે આવ્યાં. ઘણાં બધાં સુંદર, માહિતીસભર અને ઐતિહાસિક ચિત્રો સાથેનો કવર્ડ બ્રીજ  કેપેલ બ્રીજ (Kapell Bridge), ડોમ ટાવર  અને ટોર્ચર ચેમ્બર (TORTURE CHAMBER) જોયાં. યુરોપમાં બહુ ઓછા કવર્ડ બ્રીજ એટલે કે સીલીંગથી ઢંકાયેલા બ્રીજ છે, જેમાંનો આ એક છે. તેની સીલીંગ પર અંદરથી દેખાય તેમ  જાતજાતનાં સુંદર ઐતિહાસિક ચિત્રો દોરેલાં છે જે ઇતિહાસના અનેક સુખ-દુખના પ્રસંગોની હાજરી પૂરાવે છે. નજીકમાં જ આવેલ એક સુંદર દેવળ જોયું અને  થોડી વાર લેકને કિનારે બેસી ત્યાંની કુદરતી શાંતિ માણી. મેઈન રોડ પર બસ ઊભી રાખવામાં તકલીફ પડે એટલે અમારા મેનેજર મિલિન્દભાઈએ અમને અમુક ચોક્કસ સમયે નિયત સ્થાને આવી જવા જણવ્યું હતું. થોડાંક મિત્રોને આવતાં વાર લાગી તો મિલિન્દભાઈ જરા અકળાઈ ગયા. એક મહત્વનું મોન્યુમેન્ટ જોવાનું હજી બાકી હતું.

બસમાં બેસી અમે લાયન મોન્યુમેન્ટ આવ્યાં. એક નાના સરસ બગીચાને છેવાડે પાણીના કુંડ ઉપર એક મોટી શિલામાં એક મોટું સિંહનું શિલ્પકામ હતું. સરસ શિલ્પકામ હતું પણ જેટલી ભીડ હતી તેટલું મહત્વ સમજાયું નહીં. મિલિન્દભાઈએ સરસ વાર્તા કહી. એક યુદ્ધમાં આ ગામના ૩૦૦ નવજુવાનિયા શહીદ થયા હતા. તેમની શહાદતને બિરદાવવા એક શિલ્પીને બોલાવી ભવ્ય શિલ્પ બનાવવા કહેવામાં આવ્યું.  શિલ્પીએ પોતાનો જાન  રેડીને મોટી શિલામાં સિંહનું એક ભવ્ય સ્મારક બનાવ્યું. ગામલોકોને પણ સ્મારક બહુ ગમ્યું. શિલ્પી જયારે પોતાનું મહેનતાણું લેવા ગયો ત્યારે તેને અપમાનિત કરી ભગાડી દેવામાં આવ્યો. શિલ્પી થોડો વખત તો ગમ ખાઈ ગયો. જયારે કળ વળી ત્યારે રાતનો પહેલો પ્રહર જતો હતો. જે થાય તે આ એક જ રાતમાં કરવાનું હતું.  તે પોતે બનાવેલ સિંહના શિલ્પ પાસે ગયો. સિંહના ભવ્ય સ્મારકની આસપાસ તેણે એક ભૂંડની આકૃતિ ખોદી નાંખી, જાણે કહેતો હોય કે શહીદ થયેલ ૩૦૦ નવજુવાનિયા તો સિંહ જેવા બહાદુર હતા જ પણ જે રાજ્ય માટે  તેમણે શહાદત આપી હતી તે રાજા ભૂંડ જેવા ગંદા, અવિશ્વાસુ અને અપ્રમાણિક હતા! શિલ્પી તો પોતાનું કામ કરી જતો રહ્યો પણ આ સિંહ તથા  ભૂંડનું શિલ્પ એક અમર યાદ કાયમ કરી ગયું. વાર્તા સાંભળ્યાં પછી અમે ફરી ફરીને શિલ્પ જોયાં કર્યું અને યોદ્ધાઓ તથા શિલ્પીને બિરદાવતાં રહ્યાં.

બસમાં બેસી અમે હોટલે આવતાં આવતાં રસ્તામાં જ જમી લીધું અને આખા દિવસનો પ્રોગ્રામ મનમાં ને મનમાં વાગોળતાં રહ્યાં!


પર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: admin

28 thoughts on “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર::  યહ કોન ચિત્રકાર હૈ….. – પરીકથાનો દેશ અને શહાદતની ભૂમિ

  1. As per my earlier comments, it is very interesting to read, a lot of minute details are included n feel like reading it again n again…

 1. Superb blog..
  After reading it’s seens too beautiful and very nice….
  Try to go second time there…write another topic also

  1. Vandanaben, thanks! You are also very well traveled. For people who can not travel in Corona time, this is the best option! Keep reading!

 2. You have really pen down your experience to enrich us to read your article upteem number of times. I know you are really fond of traveling and exploring new places.

 3. I agree with you Darshaben, that in this Corona time this is indeed the best option.you have included minute details in the description,we can actually visualize the beauty of the place.Well written.

 4. લીક્ટનસ્ટાઈનના આબેહુબ વર્ણન એ મીઠી યાદો મમળાવવાનો મોકો આપ્યો. ત્યાંના વાતાવરણમાં જ આનંદ લહેરાતો મહેસુસ થાય.

  1. મોના, બહુ સરસ જગ્યા હતી! હજી નજર સામે તરવરે છે!

  1. વાહ, પ્રવાસ ને ૨ વર્ષ થયાં છતાં પણ વર્ણન જાણે હમણાં જ આવ્યા હોય તેવું લાગે છે ૬ મહિના ના કોરોના વાસ માં પ્રવાસ ની યાદગીરી પણ આનંદ દાયક છે
   . ખુબ અભિનંદન.

 5. Wonderful description. You have good command over Gujarati. Enjoying my virtual tour… hoping to have a chance of actual tour ….a short and eco tour.

  1. Thank you Bharatbhai for joining the virtual tour! Command over language is the gift from our school C.N. Vidyalaya!

 6. અપ્રતિમ સૌંદર્ય ધરાવતો દેશ અને એટલું જ સુંદર અને સચોટ વર્ણન.

 7. Nice job Darsha on day 2 of our trip! Lucerne is one of my favorite big cities of Swiss. and you covered it well with two important places! Good selection of pictures. Would have loved some more of Vaduz!
  Thank you.
  Amridh

  1. Thanks, Amrishbhai! Even I would have loved more pics of Vaduz….. But for each episode we have kept 3-4 pics as the limit. The whole country is so beautiful that for each episode we will have this feeling 😊

 8. અદભૂત !
  મફતમાં કુદરતી સૌંદર્ય ના દેશનો પ્રવાસ કરાવી દીધો.

 9. What a beautiful description & detail information Darsha, you provided in your article about our Switzerland trip. Very well done job 👍

Leave a Reply to Darsha Kikani Cancel reply

Your email address will not be published.