નિરંજન મહેતા
સામાન્ય રીતે નાયક-નાયિકા ગીતો ગાય ત્યારે એકબીજાને તું, તુમ જેવા સંબોધનો કરે છે પણ કોઈક ગીતો એવા છે જ્યાં માનવાચક ‘આપ’ શબ્દનો ઉપયોગ થાય છે. એવા કેટલાક ગીતો આ લેખમાં સમાવાયા છે.
સૌ પ્રથમ યાદ આવે ૧૯૫૬ની ફિલ્મ ‘નઈ દિલ્લી’ જેના શબ્દો છે
मिलते ही नजर, मिलते ही नजर,
आप मेरे दिल में आ गये
આ એક છેડછાડભર્યું ગીત છે જે વૈજયંતિમાલાને ઉદ્દેશીને કિશોરકુમાર ગાય છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર પણ કિશોરકુમારનો
૧૯૬૧ની ફિલ્મ ‘બોય ફ્રેન્ડ’મા પણ એક પ્યારભર્યું ગીત છે.
सलाम आप की मीठी नजर को सलाम
સુતેલી મધુબાલાને ઉદ્દેશીને શમ્મીકપૂર આ ગીત ગાય છે જેને સ્વર મળ્યો છે રફીસાહેબનો. શબ્દો હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું.
૧૯૬૨ની સાલનું આ મધુર ગીત છે ફિલ્મ ‘અનપઢ’નું.
आप की नजरो ने समजा प्यार के काबिल मुझे
दिल की ये धड़कन ठहर जा मिल गयी मंजिल मुझे
રાજા મહેંદી અલી ખાનના શબ્દો અને સંગીત મદન મોહનનું. સ્વર લતાજીનો. ગીતનાં કલાકાર માલા સિન્હા.
૧૯૬૨ની ફિલ્મ ‘એક મુસાફિર એક હસીના’નું ગીત છે
आप यूँ ही अगर हम से मिलते रहे
देखिए एक दिन प्यार हो जाएगा
કલાકારો સાધના અને જોય મુકરજી. શબ્દો રાજા મહેંદી અલી ખાનના અને સંગીત ઓ.પી. નય્યરનું. ગાનાર કલાકાર આશા ભોસલે.
૧૯૬૩ની ફિલ્મ ‘ગુમરાહ’નું ગીત પણ મધુર છે.
आप आये तो खयाल-ऐ-दिल-ऐ नाशाद आया
રેડીઓ સ્ટેશન પર આ ગીત સુનીલ દત્ત ગાય છે માલા સિંહાની યાદમાં જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત રવિનું. સ્વર મહેન્દ્ર કપૂરનો.
૧૯૬૪ની ફિલ્મ ‘વહ કૌન થી’નું એક દર્દભર્યું ગીત પણ ‘આપ’ને સાંકળીને ગવાયું છે.
जो हमने दास्ताँ अपनी सुनाई आप क्यूँ रोये
વિદાયવેળાએ મનોજકુમારની આંખમાં આંસુ જોઇને સાધનાં આ સવાલ કરે છે. ગીતના શબ્દો રાજા મહેંદી અલી ખાનના અને સંગીત મદન મોહનનું. સ્વર લતાજીનો.
૧૯૬૫ની ફિલ્મ ‘વક્ત’નું ગીત એક પ્રણયગીત છે.
हम जब सिमट के आपकी बांहों में आ गए
કલાકારો સાધના અને સુનીલ દત્ત. શબ્દો સાહિર લુધિયાનવીના અને સંગીત રવિનું. સ્વર મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેના.
ફરી એક દર્દભર્યું ગીત ૧૯૬૬ની ફિલ્મ ‘મેરા સાયા’નું.
आप के पहेलु में आ कर रो दियें
दास्तान-ऐ-गम सुनाकर रो दियें
સાધનાની યાદ આવતા સુનીલ દત્ત આ ગીત ગાય છે જેના રચયિતા છે રાજા મહેંદી અલી ખાન અને સંગીત છે મદન મોહનનું. સ્વર રફીસાહેબનો.
૧૯૬૯ની ફિલ્મ ‘મહલ’નું રસિક ગીત જોઈએ
आइए आप का था हमें इंतेज़ार
आना था आ गए हम कैसे नहीं आते सरकार
आप की खुबसूरत आँखों में समा शकता हूँ
क्या मैं अन्दर आ सकता हूँ
ફરીદા જલાલ અને દેવઆનંદ આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો આનંદ બક્ષીના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર આશા ભોસલેનો જેમાં દેવઆનંદના અવાજનો પણ સાથ છે.
૧૯૭૧ની ફિલ્મ ‘આપ આયે બહાર આયી’મા શીર્ષકના શબ્દો વણાયેલ ગીત છે
सारे जमाने पे मौसम सुहाने पे
इस दिल दीवाने पे विरानी सी थी छाई
आप आये बहार आयी
સાધનાને સંબોધીને આ ગીત રાજેન્દ્રકુમાર ગાય છે. આનદ બક્ષીના શબ્દોને સજાવ્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક રફીસાહેબ.
૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘કલ આજ ઔર કલ’નું એક ગીત નોકઝોકવાળું છે.
आप यहाँ आये किस लिए
आपने बुलाया इस लिए
રણધીર કપૂરની રાહ જોતી બબીતા તે મોડો આવે છે એટલે સવાલ કરે છે અને રણધીર કપૂર તેનો યોગ્ય જવાબ આપે છે. પણ આ નોકઝોક પછી અંતે સૌ સારા વાના થાય છે. નીરજના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. સ્વર કિશોરકુમાર અને આશા ભોસલેના.
૧૯૭૪ની ફિલ્મ ‘આપ કી કસમ’નાં શીર્ષકમા જ ‘આપ’ શબ્દ છે. તેના ગીતના શબ્દો છે
करवटें बदलते सारी रात हम
आप की कसम आप की कसम
આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. સ્વર છે લતાજી અને કિશોરકુમારના. કલાકારો રાજેશ ખન્ના અને મુમતાઝ.
૧૯૭૭ની એક ફિલ્મનું નામ છે ‘શંકર હુસેન’. તેનું મધુર ગીત છે
आप यूँ फासलों से गुजरते रहे
दिल से कदमो की आवाज़ आती रही
કલાકાર મધુમાંલીની. શબ્દો જાન નિસ્સાર અખ્તરના અને સંગીત ખયામનું. સ્વર લતાજીનો.
૧૯૭૮ની ફિલ્મ ‘ઘર’મા પણ એક અત્યંત સુંદર રચના છે.
आप की आँखों में कुछ महके हुए से राज़ है
ગુલઝારના સુંદર શબ્દો અને સંગીત આર. ડી. બર્મનનું. સ્વર છે લતાજી અને કિશોરકુમારના. કલાકારો વિનોદ મહેરા અને રેખા.
૧૯૮૫ની ફિલ્મ ‘ઇન્સાફ મૈ કરુંગા’માં મુખડા પછીના શબ્દો છે
आप की नजरो से
दिल पे गोली चलने लगी
ટીના મુનીમને ઉદ્દેશીને ગવાતા આ ગીતના કલાકાર છે રાજેશ ખન્ના. શબ્દો અનજાનના અને સંગીત બપ્પી લહેરીનું. સ્વર કિશોરકુમારનો.
૧૯૮૫ની અન્ય ફિલ્મ ‘તવાયફ’નું ગીત છે
आज की शाम आप के नाम
इस महेफिल में मेरी मोहब्बत
सब को मेरा सलाम
કલાકાર રતિ અગ્નિહોત્રી. શબ્દો હસન કમાલના અને સંગીત રવિનું. સ્વર આશા ભોસલેનો.
૧૯૯૨ની ફિલ્મ ‘જુઠી શાન’નું ગીત છે
जो आप आये बहार लाए
हम तो नाचेंगे गायेंगे आप जैसे है प्यारे महेमां
યોગેશ ગૌડના શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. કલાકારો મિથુન ચક્રવર્તી અને પૂનમ ધિલ્લોન. સ્વર આશા ભોસલે અને અમિતકુમારના.
૧૯૯૪ની ફિલ્મ ‘હમ આપ કે હૈ કૌન’નું શીર્ષક ગીત છે
हम आप के है कौन
સલમાનખાન અને માધુરી દિક્ષિત આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે દેવ કોહલીના અને સંગીત રામ લક્ષ્મણનું સ્વર એસ.પી. બાલાસુબ્રમણ્યમ અને લતાજીના;
આમ તો અહીં ઘણા બધા ગીતોનો સમાવેશ કર્યો છે છતાં ક્યાંક કોઈ ગીત રહી ગયું હોય તેમ લાગે તો ધ્યાન દોરશો.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com