
દર્શા કિકાણી
(૧૪ જુન ૨૦૧૯)
૧૪ મી જૂને અમદાવાદથી નીકળી અમે મુંબઈ આવ્યાં. અમે એટલે અમારાં મિત્રો ઈરા અને કુશ દલાલ, રીટા પુજારા અને ડોક્ટર દિલીપ પુજારા તથા અમે દર્શા અને રાજેશ કિકાણી ….. અમદાવાદથી મુંબઈની ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી જે અમને મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લઈ આવી જેથી મુંબઈમાં અમારે એરપોર્ટ બદલવાની કોઈ જાતની દોડધામ થઈ નહીં. અમદાવાદ- ઝુરીક – બુડાપેસ્ટ – અમદાવાદ ફ્લાઇટની ટિકિટ મુંબઈ- ઝુરીક – બુડાપેસ્ટ – મુંબઈ કરતાં ઘણી મોંઘી હતી, જેથી અમારા ટ્રાવેલ એજન્ટે અમને મુંબઈથી ટિકિટ લેવાની સલાહ આપી જે ખરેખર યોગ્ય હતી.
મુંબઈનું એરપોર્ટ હવે દુનિયાના સારા ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવું સુંદર અને સગવડભર્યું બન્યું છે. અમે એરપોર્ટ પર ઘણું ફર્યાં, આરામ કર્યો, ખાધું, પીધું અને વિમાન આવ્યું એટલે ઝુરીક જવાં તેમાં બેઠાં.
અમે આગળથી જણાવ્યું હતું છતાં ટ્રાવેલ એજન્સીની ગેરસમજને કારણે અમારાં માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જોકે અમારાં થેપલાં અને નાસ્તો તો હતાં જ એટલે ફ્લાઇટનાં ચા-કોફી અને ઠંડાપીણાં સાથે ઘરના નાસ્તાની મઝા માણી.
દુબાઈના એરપોર્ટ પર અમને ત્રણ કલાક મળ્યા. હું જેટલી પણ વાર દુબાઈ જાઉં છું તેટલી વાર મને ત્યાં કંઈ ને કંઈ નવું જોવા જરુર મળે છે. માત્ર એરપોર્ટ ઉપર જ નહીં, દુબાઈ શહેરમાં પણ નવીનીકરણ તેમના જાહેર જીવનનો એક અંશ બની ગયું હોય તેમ લાગે છે! દુબાઈ એરપોર્ટ ઉપર પણ અમે ઘણું ફર્યાં, ફોટા પાડ્યા અને સમય થતાં ઝુરીક જવા વિમાનમાં બેઠાં.



સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
It’s like going to enjoying Europe at home in this lockdown 😊
Yes, Heenaben! This is the best option available now!
Wonderful description. I feel as if I am part and parcel of the tour.
Thanks, Bharatbhai. Please join us again on Friday!
બહેન દર્શા,
સરસ પ્રવાસ વર્ણન લખાણ. લખાણ દ્વારા વાંચકના મનમાં શાબ્દિક ચિત્ર ઉભું કરવાની કળા ની તારી કુશળતા બિરદાવા લાયક તો છે જ.
મેં પહેલાં પણ લખ્યું હતું તેમ તારા લખાણ માં વપરાતા નાના નાના વાક્યો, શબ્દો ની વિવિધતા અને અલ્પવિરામોનો યોગ્ય રીત નો વપરાશ મને હંમેશાં ઘણોજ impressive લાગ્યો છે.
Thank you very much, Dilipbhai! Your appreciation really motivates me to keep up with the spirit! Please join us for the trip twice a week, every Wednesday and Friday!
Dear Darsha,
A great beginning to a wonderful trip we took together! Suggestions made in the opening are so true. We have traveled to some 45-50 countries and learning, reading history, current economy, weather, their culture, habits, Dos and Don’ts are very useful to fully enjoy the trip. A very nice start and we are looking forward to reading more! We had an amazing time and bonding with you Rajesh and many more friends during this 50 year CN highschool reunion.
Best wishes,
Toral and Amrish Thaker
Too short a chapter, only drives anxiety! Waiting for next.
વાહ, સુંદર અને ઉત્સુકતા જગાવનારો આરંભ. બીજા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહી છું.
Thanks, Shobha! Just one more day 🤠😜
Beautiful Darsha ben… your language skills r super..in short u say a lot…choosing the simple words n describing everything …Keep it up
Darsha,
We too have started the virtual tour with you with your writings and photographs.
Wonderful expressions and descriptions.
Awaiting the next leg of the tour.
Wow 🤩 it’s great article aunty 👍👍💐💐👌👌 awesome virtual tour 👍👍💐💐👏👏
Super
દર્શા બેન જાપાન પછી સ્વિટ્ઝર્લૅન્ડ એન્ડ પૂર્વ યુરોપ હવે નવા દેશ ની સફર તમારી સાથે ખેડવા તૈયાર છે અમે.આજે જ whatsapp પર લિમિટેડ પોસ્ટ માં તમારો લેખ જોયો એટલે તમારી સફર માં જોડાઈ જઈ એ છે.
-રાજન શાહ ( વેનકુંવર ,કેનેડા)