– વિમળા હીરપરા
આજના નિબંધમાં જીવન અને મૃત્યુ વિષેના પ્રવાસીભાઇ ધોળકિયાના લેખ, સમાજ અને વ્યક્તિમાં મૃત્યુની ગરિમા ઘટી ગઈ છે? ના અનુસંધાનમાં થોડા વિચારો રજુ કરુ છું.
તો મૃત્યુ એ જીવનનો અંતિ પડાવ.નામ તેનો નાશ. પરંતુ એ પણ એટલું જ સહજ છે કે દરેક સજીવના જીવન સાથે જોડાયેલ સત્ય સાથે જીજીવિષા પણ જોડાયેલી હોય છે.આપણે સિકંદરની કહાણી જાણીએ છીએ જે આબે હયાતનું ઝરણુ શોધવા નીકળેલો ને છેવટે મૃત્યુની અનિવાર્યતા જાણી. આજે પણ તબીબી વિજ્ઞાનથી આવરદા વધારવાના ઉપાયો શોધાયા જ કરે છે. કેટલેક અંશે આયુષ્ય વધારવામાં સફળતા પણ મળી છે.
હવે અમુક સંજોગો એવા ઉભા થાય કે માણસની જીજીવિષા ખતમ થઇ જાય ને એ મૃત્યુ માટે પ્રાર્થના કરે. પાછલી અવસ્થામાં તનમન નબળા પડે, યાદશકિત ઘટી જાય, જીવનસાથીની વિદાય પછી એકલતા સાલે, અસાધ્ય રોગ પીડે, જીવન પોતાને ને પરિવાર ઉપર બોજારુપ લાગે,પરિવારમાં એની જરુરિયાત ઘટી જાય,પોતે નકામા છે એવી લાગણી ઘેરી વળે.
એમાય એવા રોગ થાય કે પરિવારને આર્થિક બોજ પડે.આવા સંજોગોમાં મૃત્યુ એ મુકિતનું દ્વાર લાગે. હવે વાત આવે પરિવાર અને સમાજ આ ખોટ કે શોક કઇ રીતે વ્યક્ત કરે છે. આ ક્રિયાકાંડ દરેક સમાજ.ધર્મને વાતાવરણ પ્રમાણે અલગ હોય. કોઇ દફન કરે,કોઇ અગ્નિદાહ આપે, પારસીલોકો મૃતકના મોઢામાં ખાદ્ય પદાર્થ ભરી શરીરને પશુપંખીને ખાવા દે. કોઇ જળમાં વહેતુ મુકે. કોઇ કબરો ચણાવે. આપણા હિંદુધર્મમાં ઘણા ક્રિયાકાંડ થાય છે. પીંડદાન, તિલક, મંત્રોચ્ચાર સાથે અગ્નિદાહ અપાય. સામાજિક રુઢિપ્રમાણે બાર દિવસ શોક રાખવામાં આવે. મૃતક પાછળ કાણ,મોકાણ,છાજિયા,મરશિયા ને ધડાપીટ આમાં શોક કરતા પ્રદર્શન વધારે હોય છે.મૃતક પાછળ જે ચીજ વસ્તુ કળપાવવામાં આવે એ બધાજ જાણે છે કે વિધિ કરાવનારના ઘરમાંજ એટલે કે પૃથ્વી પર જ રહે છે. કારણ કોઇ મૃતકે ઉપરથી પંહોચનો પુરાવો મોકલ્યો નથી! અમુક સમાજમાં તો નાની કે યુવાન ઉંમરમાં પુરુષનું અવસાન થાય તો એ વિધવા સ્ત્રીને આવી રડારોળ ને શરીરને ઇજા થાય એ રીતે માથા પછાડવા,વાળ ખેંચી કાઢવા,છાતી કુટવી વગેરેથી માંડીને જીવતી સળગાવી દેવા જેવી ક્રુરતા કરવામાં આવે છે. જાણે પતિના અવસાન માટે એ જ જવાબદાર હોય એમ એ સજા બાકીની જીંદગી ભોગવવી પડે છે.એટલે જ કદાચ લગ્નવિધિમાં ગોરબાપા અંખડ સૌભાગ્યવતીના આશિષ આપે છે.
પછી જુઓ કે મૃતક પાછળ જે પ્રેતભોજન ને દાડો. આમા ખરેખરા શોકનુ કોઇ નામનિશાન નથી હોતું. માત્ર ને માત્ર દંભ જહોય છે.માત્ર ‘લાડવા’મા જ રસ હોય છે. જેણે ખરેખર સ્વજન ગુમાવ્યુ છે એવા નિકટના સ્વજન સિવાય. એમાં પણ જેને આ ખર્ચ ન પોષાય
એવા લોકોને પોતાનના ઘરબાર,જમીન કે મિલ્કત વેચીને આવી મરણોતર વિધિ કરવાની ફરજ પાડવામાં આવે.નાતબહાર એટલે કે સામાજિક બહિષ્કારની બીક.એ સંજોગોમાં માણસ સ્વજન સાથે પોતાની આજીવિકા પણ ગુમાવે એવી હાલત થઇ જાય.
આજના સંજોગોમાં દેહદાન એ ઉતમ વિચાર છે કે જેનાથી માણસ જતા જતા ય બીજાને ઉપયોગી થાય. આજના વિજાણુ યુગમાં ફોન,કાર્ડ જેવા સાધનોથી શોક દર્શાવવાની રીત બન્ને પક્ષે ઉતમ છે. બાકી દફન ને કફન જો ચાલુ રહેશે તો ધરતી પર વૃક્ષો ને જમીન જ નહિ રહે!
વિમળા હીરપરા( યુ.એસ.એ ) || vshirpara@gmail.com