લુત્ફ – એ–શેર : મણકો # ૧૪

ભગવાન થાવરાણી

!– wp:image {“align”:”left”,”id”:14345,”sizeSlug”:”large”} –>

કેટલાય શેર એવા હોય છે જે પોતે જ એક પરિપૂર્ણ વાર્તા – સમ હોય. શાયર પોતે તો કદી આખી કહાણી કહેશે નહીં. જો એ કહી દે તો શેરના સૌંદર્યનું શું ? શેરની પાછળ સંતાયેલી વાર્તા પાઠકે જાતે જ ઉકેલવી પડે. જો એ સિદ્ધહસ્ત ભાવક હશે તો ચોક્કસપણે એના અંતરમાં પણ એ જ વાર્તા આકાર લેશે જે ખુદ કવિને અભિપ્રેત હતી.

શાયર જમાલ અહેસાનીનો આ અદ્ભુત શેર જુઓ :

ઉસી  મકામ પે  કલ  મુજકો  દેખ  કર  તન્હા
બહુત   ઉદાસ   હુએ   ફૂલ   બેચને   વાલે …

વાત સીધી જ છે. કોઈકને કોઈક જગ્યાએ એકલો જોઈને ખુદ ફૂલ વેચવાવાળા માયૂસ થઈ ગયા ! પણ વાતની પાછળ પણ વાત છે અને એ સીધી નથી, કોયડા જેવી છે. ઉસી મકામ પે એટલે કઈ જગ્યાએ ? તન્હા – એકલું કોણ હતું ? જ્યારે એ તન્હા – એકલો નહોતો ત્યારે એના સંગાથમાં કોણ રહેતું ? એ બન્ને શું ફૂલોવાળા પાસે ફૂલો ( કે વેણી ! ) લેવા સાથે જતા ? જો હા, તો એમાંનું એક અચાનક એકલું પડી ગયું ? અને એકલું હોય તો પછી ફૂલોવાળા પાસે જવાની શી જરુર પડી ? ફૂલોવાળાઓને એમની જોડે વળી શું લેવા-દેવા ? એમને તો એમના ધંધા જોડે મતલબ હોય ને ! એ લોકો અમસ્તા જ ઉદાસ થયા કે ? આ બધા સવાલો મુશ્કેલ પણ છે અને આસાન પણ.

આ સવાલો આસપાસ વાર્તા રચવાનું કામ આપના પર છોડું છું …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

2 thoughts on “લુત્ફ – એ–શેર : મણકો # ૧૪

 1. વાહ વાહ કહેવું પણ આ ઉદાસ શેર પર નથી ગમતું.કેમકે એક અત્યંત ઉદાસ અને જીવન નાં કટું અને અંતિમ સત્ય ની વાત કરે છે આ શેર..
  શાયર કદાચ આવું કહેવા માગે છે.
  પહેલાં બંને જણ સાથે જાતા હતા ફૂલ નાં ગજરા કે વેણી કે ગુલાબ નાં ફૂલ લેવા..અથવા તો ફૂલો ને
  એમના મૂળ મુકામ થી અલગ પડેલા હોવા છતાં ખુશખુશાલ જોવા માટે….
  પણ હવે બેમાંથી એક ને જ જોઈ ને ફૂલ વેચવા વાળો ઉદાસ એટલા માટે થયો કે કાં તો એ બીજી વ્યક્તિ એનાથી દુનિયા માં હોવા છતાં દૂર થઈ ગઈ છે એટલે એની યાદ માં ફૂલ લેવા આવી છે.અથવા તો એ બીજી વ્યક્તિ આ દુનિયા માંથી જ વિદાય લઈ ગઈ છે એટલે એની અર્થી કે કબર પર ફૂલ ચડાવવા એકલી ફૂલ લેવા આવી છે..
  ફૂલ વેચવા વાળો બે રીતે ઉદાસ થયો છે કેમકે હવે એ બંને જણ ને સાથે નહી જોઈ શકે ,અને હવે એ એને હંમેશા ફૂલ નહી વેચી શકે..

  મારી મતિ આવું કહે છે….
  બરાબર છે??
  થાવરાણી સાહેબ????

 2. એ શેરની આસપાસ રચાયેલી તમારી વાર્તા પણ સાચી હોઈ શકે
  મારી પણ
  અને અન્ય કોઈની પણ..

  पढ़े लिखों से भी चेहरे पढ़े नहीं जाते
  हरेक शख्स की अपनी अलग कहानी है..

Leave a Reply

Your email address will not be published.