આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.)
જૂની ચીજોના જબરદસ્ત સંગ્રાહક
–બીરેન કોઠારી
“નામ?”
“બમન!”
“અરે પંડિત! મંય તેરી જાત નહીં, નામ પૂછતા!”
“એય મિસ્તર! હમને ભી તુમેરે કુ નામ હી બતાયા. લિખો બમનશા.”
“અચ્છા. બમન શાહ. ઈધર કાયકુ આયા?”
“કાયકુ એટલે? અરે બાવા, પોલિસસ્ટેશનમેં લોગ ઘૂમને કે વાસ્તે તો નહીં આતા ન! લિખો. હમારા બાઈક ચોરી હો ગયા.”

“કૈસા દિખતા થા?”
“દિખતા તો…ઠીક સે દેખા નહીં, મગર એક ને જિન્સ કા જાકીટ પહના થા. ઔર દૂસરે ને વ્હાઈટ શર્ટ પહના થા.”
“બમન શાહજી, આપ કે દો બાઈક ચોરી હો ગયે? ઔર દોનોં ને જેકેટ ઔર શર્ટ પહના થા? અરે હવાલદાર, જરા વો બ્રીધ એનેલાઈઝર લે કે આના.”
“અરે બાવા! તારું કાતરિયું ગેપબેપ થઈ ગ્યું ચ કે સું! અરે, વો દો લોગ જો મેરી બાઈક લેકે ભાગે ઉસકી બાત કરતા હૂં.”
“અચ્છા. ઠીક હૈ. બાઈક નંબર?”
“MYB – 3047. બી.એસ.એ.ડબલ્યુ.એ. મેક, ફાઇવ હન્ડ્રેડ સી.સી; નાઈન્ટીન ફોર્ટી ટુ મોડેલ વીથ સાઈડકાર. મેરે ગ્રેન્ડપાને શીપ સે મંગવાયા થા.”
“સાઈડકાર? બાઈક મેં? બાવાજી, બૂરા મત માનના. અઈસા બાઈક રખેગા તો ચોરી જ હો જાયગા ન. અચ્છા! લૉક કિયા થા?”
“કિયા તો થા. અચાનક દો લફંગે આયે ઔર મેરે હાથ સે જબરદસ્તી ગવર્નર છુડાકે બાઈક લે ગયે! મૈં ઉનકે પીછે ભાગા ભી, મગર….”
“મગર ક્યા?”
“અરે બાવા, બાઈક એક હી કીક મેં સ્ટાર્ટ હો ગયા ઔર ભાગને લગા. સાલી ફોરીન કી આઈટમ એટલે બસ!”
“ઠીક હૈ. મૈંને પૂરી ડિટેલ લિખ લી હૈ. આપને ઉન દો લોગોં કે બારે મેં બતાયા ઉસસે તો લગતા હૈ કિ યે વો હી દો બદમાશ હોંગે. સુના થા અભી અભી જૈલ સે છુટે હૈ. મુઝે લગા કિ થોડે દિન ચુપ બૈઠેંગે. મગર લગતા હૈ….”
“કૌન દો બદમાશ? તમે એવનને ઓલખો છો? તુમ સબ મિલે હુએ હો. આઈ વીલ કપ્મ્લેન ટુ યૉર…”
“અરે શાહભાઈ! ગરમ મત હો. યે જય ઔર વીરુ કરકે દો બદમાશ હૈ. મુઝે લગતા હૈ યે ઉનકા હી કામ હૈ. મુઝે યે ભી લગતા હૈ કિ આપ કી બાઈક કલ સુબહ તક મિલ જાની ચાહિયે! દોનોં મિલ કે કિશોરકુમાર ઔર મન્નાડે કી આવાઝ મેં ગાના ગાયેંગે ઔર ફિર પાસ કે કિસી ગાંવ મેં બાઈક છોડ દેંગે. આપ આરામ સે જાઈએ.”
“ઠીક હૈ, હમ કલ આયેગા. સાહેબજી!”
(પૂરક નોંધ: તરંગી પારસીનું પાત્ર ભજવનાર અભિનેતા મુશ્તાક મરચન્ટે ‘શોલે’માં બીજી પણ એક ભૂમિકા ભજવી હતી. એ હતી આરંભિક દૃશ્યાવલિમાં સ્ટીમ એન્જિનના ડ્રાઈવરની. મૂળ કથામાં ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’ ગીત શરૂ થતાં અગાઉ તેમનો જય અને વીરુ સાથેનો એક સીન હતો. આ સીનમાં જય અને વીરુ તેમની બાઈક શી રીતે ચોરી જાય છે એ બતાવવામાં આવ્યું હતું. એડિટિંગ ટેબલ પર એ આખો સીન કાપી નાખવામાં આવ્યો અને પારસી બાવાના પાત્રને ગૌણ બનાવીને કેવળ મોટર સાઈકલ પાછળ દોડતી આકૃતિ જેવા જ બતાવવામાં આવ્યા.)
(તસવીર અને લીન્ક: અનુક્રમે નેટ અને યૂ ટ્યૂબ પરથી)