બે ગ઼ઝલ

સપના વિજાપુરા અગાઉ વે.ગુ. પર પગરણ માંડી ચૂક્યા છે.

આજે તેમની બે ગઝલ અત્રે પ્રસ્તુત છે.

દેવિકા ધ્રુવ,  વે.ગુ. સંપાદન સમિતિ વતી—-


              (૧)

હવે નક્કી કોઈ વાતે નથી રડવું
ઉઝરડાની ટશર ભાતે નથી રડવું.

ખભો કોઈ મળે તો ઠીક છે, નહિ તો
સૂનું દર્પણ બની જાતે નથી રડવું.

દઝાડે છે ચમકતા આભમાં તારા,
વિરહની આગમાં રાતે નથી રડવું.

હૃદય પર વેદનાના ડંખ વાગ્યા છે
છતાં તારી એ સૌગાતે નથી રડવું.

જરાં પણ ક્યાં કદર છે આંસુ ની તમને
હવે વરસાદ સંગાતે નથી રડવું.

રહેવા દો મને મારી કબરમાં સૌ ,
નથી ‘સપના’તો, આઘાતે નથી રડવું.

                           સપના વિજાપુરા

                (૨)

જુલમની હદ નજર કરી દે મૌલા.
જખમનાં તું મલમ કરી દે મૌલા.

આ દુનિયામાં કતલ ન હો ખુદા યા
તું ખંજરને કલમ કરી દે મૌલા.

હટાવી દે બિહામણા મંજર યા
હ્રદય મારું ખડક કરી દે મૌલા.

અમન શાંતિ કરી દે જગમાં યા
કયામતની ખબર કરી દે મૌલા.

ફરી સપનાએ હાથ ઉઠાવ્યાં છે.
દુઆમાં તું અસર કરી દે મૌલા.

                                  સપના વિજાપુરા


સપના વિજાપુરા : સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – sapana53@hotmail.com
ફોન – 1- 847 985 1617

Blogs :

Gujarati ghazals: http://www.kavyadhara.com/
For Hindi ghazals: www.kavyadhara.com/hindi
Najma’s Shayri: http://www.najmamerchant.wordpress.co

Author: admin

1 thought on “બે ગ઼ઝલ

  1. દેવિકા તમારો ખૂબ ખૂબ આભાર હંમેશા વેબગુર્જરીમાં મારી ગઝલ આવેતો ગર્વ થાય છે આભત વેબગુર્જરી

Leave a Reply

Your email address will not be published.