નિરંજન મહેતા
આ વિષય પર અગાઉ બે ભાગમાં (૧૩.૦૬.૨૦૨૦ અને ૨૭.૦૬.૨૦૨૦) કેટલાક ગીતોની નોંધ લેવાઈ હતી. આ ત્રીજા લેખમાં બાકીના ગીતોની માહિતી અપાઈ છે.
૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘નિકાહ’ની કવ્વાલી છે
चेहरा छूपा लिया है किसी ने हिझाब में
સલમા આગાને ઉદ્દેશીને ગવાતી આ કવ્વાલીના કલાકાર છે અસરાની. મહિલા કલાકારનું નામ નથી જણાતું. કવ્વાલીની મધ્યમાં સલમા આગા પણ ભાગ લે છે.
કવ્વાલીનાં શબ્દો છે હસન કમાંલના અને સંગીત રવિનું. ગાનાર કલાકારો આશા ભોસલે, મહેન્દ્ર કપૂર અને સલમા આગા.
૧૯૮૫ની ફિલ્મ ‘સાગર’નું આ અતિ લોકપ્રિય ગીત ચહેરાનું સુંદર વર્ણન કરે છે.
हो चेहरा है या चाँद खिला है जुल्फ घनेरी शाम है क्या
सागर जैसी आँखोंवाली ये तो बता तेरा नाम है क्या
ડિમ્પલ કાપડિયાને ઉદ્દેશીને ગવાયેલા આ ગીતના કલાકાર છે રિશીકપૂર. સ્વર છે કિશોરકુમારનો. શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત આર. ડી. બર્મનનું
૧૯૯૩માં આવેલ ફિલ્મ ‘બાઝીગર’નાં ગીતનો ઓડીઓ જ પ્રાપ્ત છે.
तेरे चहरे पे मुझे प्यार नजर आता है
કલાકારો શાહરૂખખાન અને કાજોલ. શબ્દો રાની મલિકના અને સંગીત અનુ મલિકનું. ગાનાર કલાકારો સોનાલી વાજપાઈ અને કુમાર સાનુ.
૧૯૯૩ની ફિલ્મ ‘આઈના’નું ગીત
आइना है मेरा चेहरा, आइना है मेरा चेहरा
अपनी तस्वीर तू देख ले
આ એક પાર્ટી ગીત છે જેમાં અમૃતાસિંહનું નૃત્ય છે. જેકી શ્રોફ અને જુહી ચાવલાના પાર્ટીમાં આગમન વખતનું આ ગીત છે જેમાં વચ્ચે જેકી શ્રોફ પણ જોડાય છે.
સમીરના શબ્દો અને દિલીપ સેન સમીર સેનનું સંગીત. સ્વર છે આશા ભોસલેનો અને સુરેશ વાડકરનો
૧૯૯૫ની ફિલ્મ ‘તાકત’માં પણ ચહેરા ઉપર એક ગીત છે.
मेरे चहरे पे लिखा है अफसाना आप का
આ પ્રેમગીતના કલાકારો છે કાજોલ અને વિકાસ ભલ્લા. શબ્દો સમીરના અને સંગીત આનંદ મિલિંદનું. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના.
૧૯૯૬ની ફિલ્મ ‘અજય’નું ગીત છે
चाँद सा चेहरा झील सी आँखे
દિવાસ્વપ્નમાં રાચતા સની દેઓલને કરિશ્મા નજરમાં આવે છે. આ ગીત પાર્શ્વગીત તરીકે આવે છે. ગીતના શબ્દો સમીરના અને સંગીત આનંદ મિલિંદનું. ગાનાર કલાકારો અલકા યાજ્ઞિક અને કુમાર સાનુ.
૨૦૦૦ની ફિલ્મ ‘જોરુ કા ગુલામ’માં ગોવિંદાની આગવી સ્ટાઈલનું નૃત્યગીત છે જેમાં સહકલાકાર છે ટ્વિન્કલ ખન્ના.
मेरी नझर चहरे से अब तेरे हटे ना
ગીતના શબ્દો સમીરના અને સંગીત આનંદ શ્રીવાસ્તવનું. સ્વર છે રાજેશ મિશ્ર અને જસ્પીન્દર નરુલાનાં.
૨૦૦૪ની ફિલ્મ ‘ગર્લફ્રેન્ડ’નું ગીત જોઈએ
तेरे चहरे से नज़र हटती नहीँ क्या हम करे
ગીતના કલાકારો છે અમૃતા અરોરા અને આશિષ ચૌધરી. પ્રવીણ ભારદ્વાજનાં શબ્દોને સંગીત આપ્યું છે ડબુ મલિકે. ગાયક કલાકારો શ્રેયા ઘોસાલ અને કુમાર સાનુ. આ જ ગીત ફરી વાર આવે છે જે ફક્ત કુમાર સાનુએ ગાયું છે.
આશા છે મુકેલા ગીતો રસિકોએ માણ્યા હશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com