લુત્ફ – એ – શેર : મણકો # ૫

ભગવાન થાવરાણી

મોમિન ખાં  ‘ મોમિન ‘ ગાલિબના સમકાલીન હતા. કહે છે, એમના આ શેર પર ગાલિબે પોતાનું આખું દીવાન ન્યોછાવર કરવાની વાત કરી હતી :

તુમ  મેરે  પાસ  હોતે  હો  ગોયા
જબ  કોઈ  દૂસરા  નહીં  હોતા ..

બહરહાલ, આજે મારે  ‘મોમિન’ સાહેબના જે શેરની વાત કરવી એ એમની આ જ ગઝલનો બીજો એક શેર છે :

તુમ  હમારે  કિસી   તરહ  ન   હુએ
વરના  દુનિયા  મેં  ક્યા  નહીં  હોતા ..

ખતરનાક માસૂમિયતથી શાયરે એક બેહદ દર્દનાક અફસોસને વાચા આપી છે. થવું જ હોય તો દુનિયામાં શું નથી થતું, શું નથી થઈ શકતું, કંઈ વાત અસંભવ છ હવે ? બધું થયું, થઈ રહ્યું છે પણ આ વિડંબના તો જૂઓ.  ‘ તમે અમારા કોઈ રીતે ન જ થયા ‘ !

બશીર બદ્ર સાહેબે આ જ કાફિયા, રદીફ અને બહરમાં એક ખૂબસૂરત ગઝલ લખેલી. એ ગઝલના એક ખાસ શેર વિષે હવે પછી ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

3 thoughts on “લુત્ફ – એ – શેર : મણકો # ૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *