– ભગવાન થાવરાણી

બહાદુર શાહ ‘ ઝફર ‘ કેવળ અંતિમ મોગલ બાદશાહ જ નહીં, એક સિદ્ધહસ્ત શાયર પણ હતા. તેઓ ગાલિબના સમકાલીન હતા.
કેટલીક ગઝલો એવી છે જે વર્ષો સુધી એમના નામે પ્રચલિત રહી પણ પછીથી એ રચનાઓના અસલ શાયર કોઈ બીજા નીકળ્યા. જેમ કે ફિલ્મ ‘ લાલ કિલ્લા ‘ માં લેવાયેલી એમની ગઝલ ‘ ન કિસી કી આંખ કા નૂર હું ‘ પાછળથી જાવેદ અખ્તરના દાદા અને જાન્નિસાર અખતરના પિતા મુઝ્તર ખૈરાબાદીની નીકળી.
આજે જે શેરની વાત કરું છું એ પણ છે તો ‘ ઝફર ‘ ના નામે પરંતુ અહીં પણ વિવાદ છે. ખેર ! આપણે શેરથી મતલબ રાખીએ. જુઓ :
મુજકો સૂલી પે ચઢાને કી જરૂરત ક્યા હૈ
મેરે હાથોં સે કલમ છીન લો – મર જાઉંગા ..
કેટલી સરળ છતાં અદ્ભૂત વાત ! જો કોઈને મારી નાખવો હોય, એની જિંદગી ખતમ કરવી હોય, એના શ્વાસ રુંધવા હોય તો પરંપરાગત ભૌતિક તરીકાને બદલે માત્ર એટલું જ કરો કે એની પાસેથી એની મનપસંદ પ્રવૃત્તિ છીનવી લો ! એ મારી નાખવાનો જ એક પ્રકાર છે. કેટલાય લોકો એવા હોય છે જેમના માટે સંગીત, કવિતા, ભ્રમણ, લેખન, મિત્રો કે કોઈ વ્યક્તિ-વિશેષ એમનું જીવન હોય છે. એમને જીવતે-જીવ મારી નાખવા આમાંનુ કંઈં છીનવી લેવું જ પર્યાપ્ત થઈ પડે.
સીધી વાત, સોંસરવા શબ્દો
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ ખુબજ અદ્ભુત વાત કરી છે સર. સાવ સાચી વાત છે માણસ પાસે થી એની મનગમતી પ્રવૃતિ છીનવાઈ જાય તો તે જાણે અડધો તો મરી જ જાય છે.
“ન કિસી કી આંખ કા નુર હું ” આ પંક્તિઓ બહાદુર શાહ ઝફરે નથી લખી તે પહેલી વાર જાણ્યું !
કોઈ પણ વ્યક્તિ માં થી મનગમતી પ્રવૃત્તિ લઇ લેવામાં આવે તો એનો આત્મા તો મરી જ જાય છે આ વાત શાયરે કેટલી સરસ રીતે રજુ કરી છે !
આભાર ,ભગવાનભાઈ !