નિરંજન મહેતા
વ્યક્તિનો ચહેરો ક્યારેક તેના મનોભાવ દાખવે છે તો ક્યારેક તે પોતાના મનોભાવ ચહેરા પર દેખાડતો નથી. તો ક્યારેક છેડછાડ માટે પણ ચહેરાનો ઉલ્લેખ થાય છે. આવા જ અર્થમાં કેટલાક ફિલ્મીગીતો રચાયા છે જેમાંથી થોડાક આ લેખમાં પ્રસ્તુત છે.
૧૯૬૦ની ફિલ્મ ‘જાલીનોટ’નું ગીત એક મસ્તીભર્યું ગીત છે
गुस्ताख नझर चहेरे से हटा, हम को न सता,
રાજા મહેંદી અલી ખાનના શબ્દોને સજાવ્યા છે ઓ.પી.નય્યરે. કલાકારો હેલન અને દેવઆનંદ જેમને સ્વર આપ્યો છે આશા ભોસલે અને રફીસાહેબે..
૧૯૬૨ની ફિલ્મ ‘આશિક’નું એક દર્દભર્યું ગીત પણ ચહેરાના ભાવ વર્ણવે છે.
महताब तेरा चेहरा किस ख्वाब में देखा था
રાજકપૂર અને પદ્મિની આ ગીતના કલાકાર છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર મુકેશ અને લતાજીના.
૧૯૬૨ની ફિલ્મ ‘દિલ તેરા દિવાના’માં બે પ્રેમીઓની ભાવનાને વ્યક્ત કરતા ગીતમાં પણ ચહેરાનો ઉલ્લેખ છે.
मासूम चेहरा ये कातिल अदाये
के बेमौत मरे गए हम बिचारे
રફીસાહેબ અને લતાજીના સ્વરમાં ગવાયેલ ગીતના રચયિતા છે હસરત જયપુરી અને સંગીત શંકર જયકિસનનું, કલાકારો શમ્મીકપૂર અને માલા સિન્હા.
તો ૧૯૬૪ની ફિલ્મ ‘કશ્મીર કિ કલી’માં શમ્મીકપૂર એક અનોખી અદાથી ગાય છે
ये चाँद सा रोशन चेहरा, झुल्फो का रंग सुनहरा
કશ્મીરના સરોવરમાં શિકારામાં બેસીને આ ગીત ગવાય છે જેના શબ્દો છે એસ.એચ.બિહારીના અને સંગીત ઓ.પી.નય્યરનું. સ્વર રફીસાહેબનો. કહેવાય છે કે ‘तारीफ़ करूं क्या उसकी’ શબ્દો જેટલી વાર ગીતમાં મુકાયા છે ત્યારે શમ્મીકપૂરે દરેક વખતે જુદી જુદી અદા કરી છે.
૧૯૬૫ની ફિલ્મ ‘આધી રાત કે બાદ’માં પણ એક છેડછાડભર્યું ગીત છે
मुखड़े पे तेरे बिजली की चमक
झुल्फो में घटा लहराती है
રાગિણીની છેડતી કરતું આ ગીત શૈલેશકુમાર ગાય છે જેના શબ્દો છે પ્રેમ ધવનના અને સંગીત ચિત્રગુપ્તનું. સ્વર રફીસાહેબનો.
૧૯૬૫ની ફિલ્મ ‘વક્ત’નું ગીત કોઈને જોઇને ચહેરા પર છવાતી ખુશી દર્શાવે છે.
चहरे पे ख़ुशी छा जाती है
आँखों में सुरूर आ जाता है
પાર્ટીમાં ગવાતા આ ગીતના કલાકાર છે સાધના. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત રવિનું. સ્વર આશા ભોસલેનો.
ફરી એક છેડછાડભર્યું ગીત ચહેરાને લગતું. ફિલ્મ છે ૧૯૬૬ની ‘સુરજ’ જેમાં રાજેન્દ્રકુમાર વૈજયંતીમાલાની છેડતી કરતા ગાય છે
चेहरे पे गीरी झुल्फे कहे दो हटा दूँ
શબ્દો હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર રફીસાહેબનો.
૧૯૬૬ની ફિલ્મ ‘સાવન કી ઘટા’માં શર્મિલા ટાગોરના ઢંકાયેલા ચહેરાને જોઇને મનોજકુમાર કહે છે
झुल्फो को हटा दे चहरे से
थोड़ा सा उजाला होने दे
એસ.એચ.બિહારીના શબ્દો અને ઓ.પી.નય્યરનું સંગીત. સ્વર રફીસાહેબનો
૧૯૬૯ની ફિલ્મ ‘દિલ ઔર મુહબ્બત’ના ગીતમાં ચહેરાને એક નવી ઉપમા અપાઈ છે – પુસ્તકની.
कहां से लायी हो जानेमन ये
किताबी चेहरा गुलाबी आँखे
આ ગીતના રચયિતા છે એસ.એચ.બિહારી અને ઓ.પી.નય્યરનું સંગીત. સ્વર રફીસાહેબનો. કલાકારો જોય મુકરજી અને શર્મિલા ટાગોર
બહુ જ સુંદર શબ્દોમાં ચહેરાનું વર્ણન છે ૧૯૭૨ની ફિલ ‘એક બાર મુસ્કુરા દો’માં.
चहरे पे ज़रा आँचल जब आपने सरकाया
આ ગીતના પણ રચયિતા છે એસ.એચ.બિહારી અને સંગીત ઓ.પી.નય્યરનું. કલાકારો એક જ કુટુંબના છે – તનુજા, જોય મુકરજી અને સોમુ મુકરજી. સ્વર મુકેશનો. કમનસીબે ઓડીઓ જ પ્રાપ્ત છે.
https://youtu.be/Dxr37F0v2RQ
આ લેખ અડધી મંઝીલે પહોંચ્યો છે કારણ અહી મુકેલા ગીતો જેટલા જ ગીતો હજી બાકી છે એટલે તે હવે પછીના લેખમાં.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
૧૯૬૯ની ફિલ્મ ‘દિલ ઔર મુહબ્બત’ના ગીતમાં ચહેરાને એક નવી ઉપમા અપાઈ છે – પુસ્તકની.
कहां से लायी हो जानेमन ये
किताबी चेहरा गुलाबी आँखे
આ ગીતના રચયિતા છે એસ.એચ.બિહારી અને ઓ.પી.નય્યરનું સંગીત. સ્વર રફીસાહેબનો. કલાકારો જોય મુકરજી અને શર્મિલા ટાગોર
પ્રસ્તુત ગીત લગભગ મહેન્દ્ર કપૂરે ગાયેલ છે