ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા

હિરણ્ય વ્યાસ

ગ્રામ્ય પ્રુષ્ઠ ભુમિકા – કેટલાક સત્ય:

કોવિડ-19 મહામારીનાં કારણે લાખો શ્રમિક વતનમાં પરત આવેલ છે. આ એ માનવ શક્તિ છે કે જે રોજગારને લાયક છે યા તો ઉદ્યોગસાહસિકની આવડત ધરાવે છે. ગ્રામીણ વિકાસ અંતરગત વિવિધ યોજના સરકાર્શ્રી દ્વારા હાથ ધરાતી રહે છે પરંતુ પ્રવર્તમાન શ્રમિક કારીગરોની વતન વાપસીની સમસ્યાનાં સંજોગોમાં ગ્રામીણ ઉદ્યોગસાસિકતા એક મહત્વની પહેલ બની શકે.

ગ્રામીણ વિકાસ અંતર્ગત દેશમાં ઘણું કાર્ય થયેલ છે. ગ્રામીણ વિસ્તાર ખાતેની જમીન વૈવિધ્યપુર્ણ ફળદ્રુપતા તેમજ ટ્યુબવેલ યા પાણીની સવલત સાથેની હોય છે. ઉપજાઉ જમીન જૈવિક ખેતી અને સાથે તેમજ વિવિધ ખેતીવાડી સાધન-સવલતથી સજ્જ છે. સંશાધનો ક્યાંક સિમીત જણાય પરંતુ ગ્રામીણ વિસ્તારો આશ્ચર્યજનક કુદરતી સંશાધન ધરાવે છે. આ સંશાધનનો યોગ્ય ઉપયોગ ઇચ્છનીય છે.

ગામડા પાસે અદ્વિતીય સ્વદેશી જ્ઞાનનો પાયો છે. વોકલ એબાઉટ લોકલ: ખર્ચ પ્રત્યે સભાનતા-વેલ્યુ અવેરનેશ છે સંશાધનોનો કેવી અસરકારક રીતે ઉપયોગ કરવો તેની સુઝ ઉભી કરવાની રહે છે તે સાથે મુલ્ય વૃધ્ધિ ગુણવત્તા અંગે સભાનતા અને વ્યાવસાયિકતા વિકસાવવાની જરુરત છે.

વિકાસની ગતિ સાથે ગ્રામીણ તથા શહેરી જીવન રીતી સમાન થતી જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તાર ખાતે લગભગ હરેક ઘર મોબાઇલ તથા વિકસીત સાધનો સહિત જોવા મળે છે. લગભગ 33% ગ્રામીણ ઘરો ટુ વ્હીલર ધરાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં બજાર સંદર્ભે ઘણી મોટી સંભાવના રહેલ છે. આજે ગ્રામીણ વપરાશ શહેરી વપરાશ કરતાં ઘણો વધારે છે. આ બદલાતી ભુમિકામાં પરંપરાગત આર્થિક પ્રવૃત્તિ ઉપરાંત માંગ આધારીત યા નવીનીકરણ ઉદ્યોગ-ધંધાનાં આયોજન માટે આ યોગ્ય સમય છે.

ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા સંદર્ભે સંભાવના:

સ્થાનિક સંસાધનીય પરિબળોથી પરિચિત 

 સ્થાનિક ઉદ્યોગસાહસિક પોતાના વિસ્તારનાં ખેતીવિષયક, અન્ય ધંધા રોજગાર વિષયક, વીજળી, પાણી, કુશળ અને અર્ધકુશળ કારીગરોની ઉપલ્બધિ જેવી પાયાંની માળખંગત સવલતો, કાચામલના સ્ત્રોત અને ઉપલબ્ધિની વ્યવ્સ્થા, સામાજિક વ્યવસ્થા જેવાં પરિબળોથી સુપેરે પરિચિત હોઈને તે પોતાના ઉદ્યોગનું આયોજન અને સંચાલન વાસ્તવિક દૃષ્ટિકોણથી કરી શકે.

ઉત્પાદન તથા બજાર

સ્થાનિક ખેત ઉત્પાદન સાથે સુસંગત એવી પેદાશોના વપરાશ માટે તૈયાર કરવ અમટેની પ્રક્રિયાઓ સંબંધિત ઔદ્યોગિક પ્રવૃત્તિ સૌથી વધારે સ્વાભાવિક પસંદ બની રહે. તેમાં પણ સ્થાનિક ખેત પેદાશોની આડ ઊપજને ફરીથી / આગળ પ્રક્રિય કરીને નવી પેદાશો બનાવીને તે સ્થાનિક ખેતીનાં અર્થકારણમાં મૂલ્યવૃધ્ધિ કરી શકે છે.તે ઉપરાંત સ્થાનિક ખેત ઉત્પાદનમાં વાવણી કે લણની પહેલં કે પછીની આવશ્ય્ક પેદાશો અને સેવાઓ વડે તે સ્થાનિક આર્થિક વર્તુળને વધારે સશક્ત અને આર્ત્મનિર્ભર પણ બનવી શકે છે.

પરંપરાગત ઉત્પાદન પ્રવૃત્તિ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રે સ્વાસ્થ કેન્દ્રવર્તી રાખી લઘુ યા તેથી પણ નાના માઇક્રો સ્તરે ઉત્પાદનની સંભાવના વિચારી શકાય.

ખેતર-થી-બજાર-ઉપભોગતા સુધી ની પુરવઠા સાંકળ કરકસરયુક્ત બને તે માટે હાલમાં કરાઈ રહેલા કાયદાઓના ફેરફારોની સાથે ડીજિટલ ટેક્નોલોજિ અને કાર્યદક્ષ માલ ફેરફેરની સવલતો ગ્રામીણ ઉદ્યોગના વિકાસ માટે નવી સંભાવનાઓ ખોલી શકે છે. વ્યવહારુ ટેકનોલોજીનો વ્યાપ:

સોઇલ ટેસ્ટીંગ, સ્થાનિક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ઝડપી બને એ અપેક્ષિત છે. આ સંદર્ભે આઇ.આઇ.એમ અમદાવાદના પ્રો. અનીલ ગુપ્તા, ઘણું સુંદર કાર્ય કરે છે.

ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા શા માટે?

ગ્રામ્ય ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે વિવિધ પરિબળો ભાગ ભજવે છે. પ્રવર્તમાન સંજોગોમાં શ્રમિકોની આવડતનો યોગ્ય ઉપયોગ થાય અને તેઓની કારકીર્દી થાળે પડે એ પ્રાથમિકતા લેખાય. ગ્રામ્ય વિસ્તારનાં સંશાધનોનાં ઉપયોગ દ્વારા ધંધા-રોજગારીની તકો વિકસાવી શકાય. ગ્રામીણ સમાજમાં આવકનું સાતત્ય જળવાઇ રહે. મુડી-સંપત્તિ (Wealth) વહેંચી શકાશે પરંતુ ગરીબી વહેંચી શકાશે નહી. ગ્રામ્ય ઉદ્યોગસાહસિકતા એ સંશાધન અસરકારક ઉપયોગ અને રોજગારી તથા આવક સર્જનનું અસરકાર સાધન છે. ગ્રામીણજનોને જરુરી મદદ પુરી પાડીને તેઓની ઉદ્યોગસાહસિક ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરાય. ગ્રામીણ વિસ્તારમાં માનવશક્તિ, મુડી, માલસામાન, મશીનરી, માર્કેટ તથા સંચાલન નું સંકલનનાં ભાગરુપે ગ્રામ્ય ઉદ્યોગસાહસિક વિકસાવી શકાય. વૈકલ્પિક આર્થિક પ્રવૃત્તિ વિકસાવવી. જેનાં ફળ સ્વરુપ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવી શહેરનું ભારણ ઘટી રહે. આ ઉપરાંત અન્ય પરિબળો ગ્રામ્ય ઉદ્યોગસાહસિકતા વિકસાવી શકે છે.

ઉદ્યોગસાહસિકતાની તકોની વિહંગાવલન:

 • · સ્થાનિક ખેતપેદાશો, તેની આડ પેદાશો આધારીત ઉદ્યોગો
 • · પાક વાવણી અગાઉ આવશ્યક ઉત્પાદનો અને સેવાઓ
 • · પાક લણણી બાદ આવશ્યક ઉત્પાદનો અને સેવાઓ
 • · સેન્દ્રીય ખેતી માટે આવશ્યક ઉત્પાદનો અને સેવાઓ
 • · આયુર્વેદ દવાઓનાં ઉત્પાદનમાં આવશ્યક ખાચા માલ જેવી ખેત પેદાશો કે વન્ય પેદાશોને લગતી સેવાઓ
 • · પશુપાલન ડેરી-પ્રવૃત્તિની આનુષાંગિક સેવાઓ અને ઉત્પાદનો
 • · સ્થાનિક સ્તરે પરંઅપરાગત ખેતી, તેને આનુષંગિક પ્રવૃત્તિઓ કે સુથારી કામ, લુહારી કામ, હાથવણાટ કે છાપકામ જેવી હસ્તકળાને લગતાં ઉત્પાદનો કે સેવાઓ

                                 જેવી અનેક સંભાવનઓ પર વિચાર કરી શકાય

ગ્રામીણ/ગ્રામ્ય ઉદ્યોગસાહસિકતા વિકસાવવા માટે ઉપાય:

ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા એ પડકાર રુપ લેખાય. ખેતીની પ્રવૃત્તિમાંથી ઉદ્યોગસાહસિકતા વિકસાવવી એ વિશિષ્ઠ પ્રયોજન માંગી લે તેવું છે. ગ્રામ્ય ઉદ્યોગસાહસિકને વિવિધ જાણકારી તથા તાલિમ મળી રહે તે માટે પ્રયત્ન હાથ ધરાય તે પહેલી પ્રાથમિકતા છે.જરૂરી એવી માળખાંકીય સેવાઓની સાથે માલની હેરફેર અને પ્રવાસી વાહનવ્યવહારની સગવડો અને સેવાઓ પણ સરળ રીતે ઉપલબ્ધને તે આજના સમયની માંગ અનુસાર ઇન્ટરનેટ/મોબાઇલ ફોન નેટવર્ક સેવાઓ પણ કરકસરયુક્ત કાર્યદક્ષતાથી ઉપલબધ બને તે જરૂરી છે.

ઉપસંહાર:

ગ્રામિણ ઉદ્યોગસાહસિકતા વિકાસ નીચે મુજબનાં પગલા સાથે હાથ ધરી શકાય.

 • · ઉદ્યોગસાહસિકતા માટે યોગ્ય અભિગમ અને પ્રેરણા, મદદ-માર્ગદર્શન અને પ્રોત્સાહન સમયાંતરે પુરા પાડવા.
 • · ગ્રામ્ય વ્યાપારી મંડળ-ચેમ્બર વ્યાવસાયિક ધોરણે ચાલે તે માટે પ્રયત્ન.
 • · ક્ષેત્રીય સવલત નિતી રીતીથી અવગત રહે તેવા પ્રચાર અને પ્રસાર અને અમલ પર ઝોક.
 • · વિવિધ આર્થિક પ્રવૃત્તિ વિકસે, વ્યાવસાયિકતા વિકસે, પુરક રોજગારી અને આવક વૃધ્ધિ થાય તે માટે ભરપુર પ્રયત્ન.
 • · ટકાઉ પર્યાવરણ અંગે જાગરુકતા.
 • · શ્રમ-મજુરી ઘટાડવી,
 • · તાલીમી સવલતો વિકસાવવી,
 • · આરોગ્ય સુધારવું ખાસ તો મહિલાઓને, શિક્ષણ અને તાંત્રિક જ્ઞાનથી અવગત કરવા.

એકંદરે, ગ્રામીણ ઉદ્યોગસાહસિતાના વ્યક્તિગત વિકાસ થકી સ્વાવલંબન- તેમજ આત્મ નિર્ભર ગ્રામીણ સમાજ નિર્માણનાં એક મહત્ત્વનં પરિબળ તરીકે ગ્રામ્ય ઉદ્યોગસાહસિકની ઓળખ વિકસે તે હવે પછીના સમયની મંગ બની રહેશે, કેમકે ગ્રામીણ આબાદીમાં રાષ્ટ્રની આબાદી સમાયેલ છે.

*****

શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર:

મો.: +91 98254 33104 | Email: hiranyavyas@gmail.com | Web. www.hiranyavyas.yolasite.com | Face Book Community: https://www.facebook.com/groups/735774343154133/

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.