વ્યંગ્ય કવન : (૪૮) : તારે જબરી મજા !

સુરેન્દ્રનગરના કવિ શ્રી જગદીશ વ્યાસ ૪૭ વર્ષની નાની ઉંમરે કેન્સર સામે ઝઝુમીને મૃત્યુ પામ્યા. તેમના બે કાવ્યસંગ્રહો ‘પાર્થિવ’ અને ‘સૂરજનું સત’. અત્રે તેમનું એક વ્યંગ્ય-કવન પ્રસ્તૂત છે.

દેવિકા ધ્રુવ, , http://devikadhruva.wordpress.com –   વેબગુર્જરી સંપાદન સમિતિ ,  પદ્ય સાહિત્ય સમિતિ વતી.)


તારે જબરી મજા !

હુ છું અડધો નાગો તારે છપ્પન ગજની ધજા !
તારે ભીડ પડી ત્યારે તું મથુરા મૂકી નાઠો,
અટ્ક્યો અંતે ત્યાં જઈને, જ્યાં આવ્યો દરિયાકાંઠો,
મારે તો હું જ્યાં છું ત્યાંને ત્યાં રહેવાની સજા !
તારે જબરી મજા !

નહીં દ્વારકાનો કેવળ, તું આખા જગનો ધણી,
જગા એટલી નહીં મારે કે મૂકું સોયની અણી,
કેવો તું છે રાજા, હું છું કેવી તારી પ્રજા !
તારે જબરી મજા…

                                                           – જગદીશ વ્યાસ

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.