આસમાનને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા

આસમાન એટલે આકાશ, ફલક. તેને લઈને કેટલાક ફિલ્મીગીતો પણ રચાયા છે જેમાંના થોડા અહી પ્રસ્તુત છે.

૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’માં સાયકલ સવારી કરતી નૂતન અને તેની બહેનપણીઓ ખુશનુમા વાતાવરણને જોઇને ગાય છે

बन के पंछी गाये प्यार का तराना
मिल जाए अगर आज कोई साथी मस्ताना
तो झूमे ये धरती और झूमे आसमां

હસરત જયપુરીના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે લતાજીનો.

૧૯૬૦ની ફિલ્મ ‘ઝમીન કે તારે’ જે એક બાળકોને લગતી ફિલ્મ છે તેમાં ગીત છે

ये झमीन हमारी ये आसमान हमारा

બાળ કલાકારો ડેઈઝી અને હની ઈરાની તેના મુખ્ય કલાકાર છે. પણ આ ગીત એક સમૂહગીત છે જેમાં અન્ય કલાકારો પણ સામેલ છે પણ નામ નથી જણાતા.

ગીતના શબ્દો છે તનવીર નકવીના અને સંગીત એસ. મોહિન્દરનું. સ્વર છે મન્નાડે અને આશા ભોસલેના.

તો ૧૯૬૨ની ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા’માં એક દર્દનાક ગીત છે. પોતાની વ્યથા દર્શાવતા મનોજકુમાર ગાય છે

लाखो तारे आसमान में एक मगर ढूंढे ना मीला
देख के दुनिया की दिवाली दिल मेरा चुपचाप जला

કલાકારો છે મનોજકુમાર અને માલા સિન્હા. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું. ગાયકો છે લતાજી અને મુકેશ.

૧૯૬૭ની ફિલ્મ ‘જ્વેલથીફ’માં એક છેડછાડભર્યું ગીત છે જેમાં કલાકારો છે દેવ આનંદ અને વૈજયંતીમાલા.

आसमां के नीचे हां आज अपने पीछे
प्यार का जहां बसा के चले

કિશોરકુમારના સ્વરમાં ગવાયેલા આ ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત સચિન દેવ બર્મનનું.

૧૯૬૮ની ફિલ્મ ‘ઝૂક ગયા આસમાન’નું ગીત છે

कौन है जो सपनों में आया
कौन है जो दिल में समाया
लो जुक गया आसमां भी
इश्क मेरा नया रंग लाया

પ્રેમિકા સાય્રાબાનુંને મળવાની તલપમાં રાજેન્દ્રકુમાર આ ગીત કાર ચલાવતાં ગાય છે. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિસન અને સ્વર રફીસાહેબનો.

૧૯૬૯ની ફિલ્મ ‘તલાશ’માં એક નૃત્યગીત છે જેમાં પણ આનો ઉલ્લેખ છે. ગીતની શરૂઆતમાં અન્ય કલાકારો દેખાય છે અને ત્યારબાદ શર્મિલા ટાગોર અને રાજેન્દ્રકુમાર તેને આગળ વધારે છે. મુખડા પછીના શબ્દો છે

आज तो जुलमी रात माँ, धरती पर है आसमां
कोई रे बन के चांदनी उतरा मन के आंगना

મજરૂહ સુલતાનપુરીનાં શબ્દોને સ્વરાંકન સાંપડ્યું છે સચિન દેવ બર્મનનું. ગાનાર કલાકારો લતાજી અને રફીસાહેબ.

૧૯૭૦ની ફિલ્મ ‘ધરતી’માં વહીદા રહેમાનને જોઇને રાજેન્દ્રકુમાર કલ્પનાશીલ ગીત ગાય છે.

खुदा भी आसमां से जब झमी पर देखता होगा
मेरे महेबुब को किसने बनाया सोचता होगा

આ કલ્પનાશીલ ગીતના કવિ છે રાજેન્દ્ર ક્રિશ્ન, સંગીત છે શંકર જયકિસનનું અને સ્વર રફીસાહેબનો.

૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’નું ગીત જોઈએ જેના કલાકાર અને ગાયક એક જ છે – અમિતાભ બચ્ચન.

नीला आसमां सो गया,
ओस बरसे रात भीगे होठ थरराये
જાવેદ અખ્તરના શબ્દો અને શિવહરીનું સંગીત.

૧૯૮૨ની ફિલ્મ ‘તેરી કસમ’માં કુદરતના નઝારાને જોઇને કુમાર ગૌરવ ગાય છે

ये झमी गा रही है आसमां गा रहा है
साथे मेरे ये सारा जहां गा रहा है

આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે આર.ડી. બર્મને અને સ્વર છે અમિત કુમારનો

૧૯૮૮ની ફિલ્મ ‘તેઝાબ’નું એક પ્રચલિત ગીત જોઈએ.

અડધી રાતે સુમસામ રસ્તે અનિલ કપૂર, માધુરી દિક્ષિત અને સાથીઓ કારમાં સફર કરતા હોય છે ત્યારે કાર ચલાવતાં ચંકી પાંડે ગીત શરૂ કરે છે

सो गया ये जहां सो गया आसमां
सो गयी है सारी मंझिले
ओ सारी मंझिले सो गया है रास्ता

શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગીતમાં આગળ જતા અનિલ કપૂર અને માધુરી દિક્ષિતના મનોભાવ વ્યક્ત થાય છે પાર્શ્વભૂમિમાં. સ્વર છે નીતિન મુકેશ, શબ્બીર કુમાર અને અલકા યાજ્ઞિકના.


તો ૧૯૯૬ની ફિલ્મ ‘ખામોશી’માં એક ઉલ્લાસભર્યું ગીત છે

आज मै ऊपर आसमां नीचे
आज मै आगे झमाना है पीछे

છેડછાડભર્યા આ ગીતના કલાકાર છે સલમાનખાન અને મનીષા કોઈરાલા. ગીતના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત જતિન લલિતનું.

૨૦૦૧ની ફિલ્મ ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’માં પણ આસમાનને લાગતું ગીત છે

झूमे ये झमी झूमे ये आसमां
दोनों है मेरी बाहों के दरमिया

આશા છે આસમાન પરના આં ગીતો આપ જરૂર માણશો.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta :
nirumehta2105@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.