૧૦૦ શબ્દોની વાત : મદદ કરતો હાથ ટુંકો ન પડવા દઈએ

ઉત્પલ વૈષ્ણવ

સાંજે ચાલવા જતાં રસ્તામાં એક બૉર્ડ વાંચવા મળ્યું – ‘આજે તમે કોઈને મદદ કરી?’

એ બોર્ડે મને નિઃસ્વાર્થપણે મદદ કરવા વિશે વિચારતો કરી મૂક્યો..

ફ્લૉરા એડવર્ડ્સના શબ્દો યાદ આવે છે – બીજાંને મદદ કરવાથી આપણે આપણને જ મદદ કરીએ છીએ, કેમકે આપણે કરેલું સદ્‍કાર્ય ફરી ફરીને પાછું આપણી પાસે જ આવે છે.;

એટલે, પહેલાં તો પોતાને મદદ કરો. તે પછી, આસપાસનાંને મદદ કરો. નિઃસ્વાર્થપણે.

બીજાંને નિઃસ્વાર્થપણે મદદ કરવાથી આપણામાં વિપુલ શક્તિ પેદા થાય છે. જે લોકો બીજાંને મદદ કરે છે તેમનામાં આત્મવિશ્વાસ પણ અઢળક માત્રામાં પેદા થતો હોય છે.

આવો, મદદ કરવા લંબાવેલો હાથ ક્યારે પણ ટુંકો ન પડવા દઈએ.


શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.