કોરોનાસૂર વધ ! ! !

કૃષ્ણ દવે

(કોરોના વાયરસની સામે પોતાના જીવની પરવા કર્યા વગર દર્દીઓની સેવા કરી રહેલા ડૉકટર,નર્સ અને વૈજ્ઞાનિકોને સમર્પિત )


ડોક્ટર થઈને હરિ અવતર્યા,નર્સ રૂપે મા અંબા
કોરોનાસૂરનો વધ કરવા રણે ચડયા જગદંબા 

સેનેટાઇઝર, માસ્ક ઉગામી ધસ્યા અસૂરની સામે
હસ્તે જીવનરક્ષક આયુધ લઈ ઉતર્યા સંગ્રામે

જાણે વ્હેતી ધવલ વસ્ત્રમાં માનવતાની ગંગા. 
કોરોનાસૂરનો વધ કરવા રણે ચડયા જગદંબા …

આઇસોલેટેડ વોર્ડ, વોર્ડમાં સાવ અટૂલી ચીસ
એને નવજીવન અર્પે તે જનની ને જગદીશ

જીવન જીતે જંગ, બધાના ફરકી ઉઠે તિરંગા.
કોરોનાસૂરનો વધ કરવા રણે ચડયા જગદંબા …

                                                              -20-3-2020


દેવિકા ધ્રુવ, , http://devikadhruva.wordpress.com –   વેબગુર્જરી , . પદ્ય સાહિત્ય સમિતિ વતી,

Author: admin

Leave a Reply

Your email address will not be published.