નિરંજન મહેતા
આ જગતમાં આપણે એક મુસાફર જ છીએ એ ફિલસુફીની તો સર્વેને જાણ છે. તે જ રીતે અન્યના લગાવ બાદ ચાલી જનારને સંબોધીને પણ ગીતો રચાયા છે જેમાંના થોડા આ લેખમાં પ્રસ્તુત છે.
સૌ પ્રથમ ધ્યાનમાં આવે છે ૧૯૫૪ની ફિલ્મ ‘પૂજા’નું આ ગીત.
चल चल रे मुसाफिर चल
तू उस दुनिया में चल
ગીતનો ઓડીઓ જ છે એટલે કલાકાર કોણ છે તે નથી જણાતું પણ મુખ્ય કલાકાર છે ભારતભૂષણ. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર રફીસાહેબનો.
૧૯૫૫ની ફિલ્મ ‘ઉડનખટોલા’ના ગીતના મુખડા પછીના શબ્દો છે
ओ दूर के मुसाफिर हम को भी साथ ले ले रे
हम को भी साथ ले ले रे हम रहे गए अकेले
દિલીપકુમાર પર રચાયેલ આ ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું. સ્વર રફીસાહેબનો.
વિરહમાં બે પ્રેમીઓ ચંદ્ર દ્વારા પોતાની વ્યથા રજુ કરે છે ૧૯૫૭ની ફિલ્મ ‘મિસ મેરી’માં.
ओ रात के मुसाफिर चंदा ज़रा बता दे
मेरा कुसूर क्या है तू फैसला सूना दे
રૂઠેલી મીનાકુમારી અને તેને મનાવતા જેમિની ગણેશન પર આ યુગલ ગીત છે જેમને સ્વર મળ્યો છે લતાજી અને રફીસાહેબના. શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત હેમંતકુમારનું.
૧૯૫૭ની જ અન્ય ફિલ્મ ‘મુસાફિર’માં એક ફિલસુફીભર્યું ગીત છે
एक आये एक जाए मुसाफिर दुनिया एक सराई
કલાકાર કદાચ મોહન ચોટી જણાય છે. ગીતના શબ્દો શૈલેન્દ્રના અને સંગીત સલીલ ચોંધરીનું. ગાનાર શ્યામલ મિત્રા
ઉપરના ગીતના જેવા અર્થવાળું અન્ય ગીત છે ૧૯૫૮ની ફિલ્મ ‘સીમ સીમ મરજીના’નું.
मुसाफिर है हम तुम ये दुनिया सराई
इधर कोई आए उधर कोई जाये
ફિલ્મનો વિડીઓ પ્રાપ્ત નથી પણ મળતી માહિતી પ્રમાણે તેમાં એક કરતાં વધુ કલાકારો છે. મુખ્ય છે હેલન, શકીલા, મહિપાલ. શબ્દો છે અસદ ભોપાલીના અને સંગીત અલ્લા રખ્ખા કુરેશીનું. સ્વર છે રફીસાહેબ, મુબારક બેગમ અને સુધા મલ્હોત્રાના.
૧૯૬૨ની ફિલ્મ ‘એક મુસાફિર એક હસીના’માં પણ વ્યથા રજુ થઇ છે.
मै प्यार का राही हूँ
तेरी झुल्फ के साए में कुछ देर ठहर जाऊ
तुम एक मुसाफिर हो कब छोड के चले जाओगे
સાધના અને જોય મુકરજી પર રચાયેલ આ ગીતના શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના જેને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. ગાનાર કલાકારો આશા ભોસલે અને રફીસાહેબ. કમનસીબે ગીતનો ઓડીઓ જ પ્રાપ્ત છે.
૧૯૬૪ની ફિલ્મ ‘દૂર કી આવાઝ’નું ગીત છે
एक मुसाफिर को दुनिया में क्या चाहिये
सिर्फ थोड़ी सी दिल में जगा चाहिए
આ એક રમૂજી ગીત છે જે જોની વોકર પર રચાયું છે. સ્વર છે રફીસાહેબનો. શબ્દ શકીલ બદાયુનીના અને સંગીત રવિનું.
૧૯૬૫ની સુપ્રસિદ્ધ ફિલ્મ ‘ગાઈડ’નું આ ગીત પાર્શ્વભૂમિમાં શીર્ષકગીત છે. આ ગીત દેવઆનંદને ઉદ્દેશીને ગવાયું હોય તેમ જણાય છે.
वहां कौन है तेरा मुसाफिर जाएगा कहाँ
શૈલેન્દ્રના શબ્દોને સ્વર અને સંગીત મળ્યા છે સચિન દેવ બર્મનના
૧૯૬૬ની ફિલ્મ ‘તીસરી કસમ’નું આ ગીત એક સમૂહ ગીત છે જેના કલાકારના નામ નથી જણાતા.
चलत मुसाफिर मोह लिया रे पिंजड़े वाली मुनिया
સ્વર છે મન્નાડેનો જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું.
૧૯૭૨ની ફિલ્મ ‘પરિચય’નું આ બહુ પ્રચલિત ગીત છે જેમાં જીતેન્દ્ર જીવનની ફિલસુફી સમજાવે છે
मुसाफिर हूँ यारो न घर है ना ठिकाना
मुझे चलते जाना है बस चलते जाना
ગુલઝારના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે આર. ડી. બર્મને અને સ્વર છે કિશોરકુમારનો.
૧૯૭૭ની ફિલ્મ ‘અપનાપન’નું ગીત એક બસમાં ગવાય છે
आदमी मुसाफिर है आता है जाता है
કલાકારોનાં નામ નથી જણાતા પણ સુધીર દળવી અને કદાચ મનિષા કોઈરાલા હોય તેમ જણાય છે. ગીતના ગાયકો છે રફીસાહેબ અને લતાજી જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું
આ જ ગીત ફરી એકવાર આવે છે જેમાં મુખડા પછીના ઉપરના શબ્દો છે. પણ તેનો ઓડીઓ જ છે એટલે કોના પર રચાયું છે તે જણાતું નથી. આ ગીત લતાજીએ ગાયું છે. શબ્દ અને સંગીત ઉપર મુજબ.
૧૯૯૩ની ફિલ્મ ‘ગુનાહ’નું ફરી એક ફિલસુફીભર્યું ગીત જોઈએ
एक मुसाफिर हूँ मै एक मुसाफिर है तू
अपना घर है कहा हमको जाना कहा
આ નૃત્યગીતની શરૂઆતમાં અન્ય કલાકાર છે પણ મધ્યમાં સની દેઓલ પર રચાયું છે. સ્ત્રી કલાકારનું નામ નથી. મુખ્ય સ્ત્રી કલાકાર ડીમ્પલ કાપડીયા. ગીતના શબ્દો નીરજના અને સંગીત રાજેશ રોશનનું.
હજી કેટલાક ગીતો હશે જેનો લેખની લંબાઈને કારણે આમાં સમાવેશ નથી કરાયો.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Good compilation with very informative commentary.