બંદિશ એક, રૂપ અનેક – ૬૫ – “બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી”

નીતિન વ્યાસ

image

Jag Mohan Singh Dhiman “Jagjit Singh”

8 February 1941 to 10 October 2011

1967નું વર્ષ હતું, રાજકોટ માં વિકાસ કોર્પોરેશન નાં સ્થાપક શ્રી ગુલાબભાઇ પારેખ અને આકાશવાણી રાજકોટના તે સમયના કેન્દ્ર નિયામક શ્રી ચંદ્રકાન્તભાઈ ભટ્ટનાં સૌજન્ય થી એક સંગીત મંડળ શરુ થયેલું. હું વિકાસમાં કામ કરતો હતો, એક દિવસ શ્રી ગુલાબભાઈ એ મને કીધું કે આપણી જીપમાં એરપોર્ટ ઉપર જા અને મુંબઈથી આવતી ફ્લાઇટમાં જગજીત સિંહ આવે છે તેના લઈ આવ, એ એક ગાયક છે અને આજે સાંજનાં તેમનો ગઝલનો કાર્યક્રમ છે.”

તે સમયે ગઝલ ગાયકી એટલી લોકપ્રિય ન હતી.

મને આ જગજીત સિંહ કોણ એ પણ ખબર નહીં. ફ્લાઇટ આવી, બધા યાત્રી ઉતારવા લાગ્યા, હું, મારી ધારણા મુજબ,  લેંઘા અને ઝબ્બામાં સજ્જ એવા ગઝલ ગાયક ને શોધી રહ્યો હતો, પણ એવું તો કોઈ ફ્લાઇટ માંથી ઊતર્યું નહીં, હા, એક ૨૫ કે ૨૬ વર્ષના સરસ દેખાતા એકવડીયા બાંધાનો યુવાન,ખાખી પાટલૂન, સફેદ શર્ટ, હાથમાં સૂટકેસ સાથે ઉતાર્યો, મેડિકલ સેલ્સ રેપ્રેસેન્ટિટિવ જેવો લાગે. “આપણે શું” વિચારી મેં બીજા પેસેન્જરો તરફ નજર દોડાવી. પેલો યુવાન કોઈની રાહમાં આજુબાજુ જોઈ રહ્યો હતો, મેં પાસે જઈ ને પૂછ્યું:

“Are you looking for someone?”

“Yes, Mr. Parekh….” he replied with a smile.

મેં પૂછ્યું “જગજિત સિંહ?”

જવાબમાં તેણે સસ્મિત હા પાડી।

રાત્રીના પ્રોગ્રામમાં એજ યુવાન પેન્ટ-શર્ટમાં ભારતીય બેઠક વાળા સ્ટેજ પર બિછાવેલા ગાદી તકીયા ઉપર બેઠક જમાવી, સાથે સંગતમાં એક પેટી અને આકાશવાણી રાજકોટમાં કાર્ય કરતા એક તબલચી.

રાબેતા મુજબ શ્રી ચંદ્રકાન્ત ભાઈ એ પ્રેક્ષકોને જગજિતની નવા ઉભરતા અને અત્યંત આશાસ્પદ ગાયક તરીખે ઓળખાણ કરાવી, જગજિતે પોતાની ગાયકી વિષે ઔપચારિક વાતો કહી અને ગઝલ શરુ કરી,

“દાગ કી એક ગઝલ હૈ – સરકતી જાયે રૂખ સે નકાબ આહિસ્તા આહિસ્તા“.

image

તે વખતે સ્વપનેય ખ્યાલ ન હતો ગઝલ ગાયકીમાં નવા રચાતા ઇતિહાસને હું નઝર સમક્ષ જોઉં છું. બીજે દિવસે સવારે એસ. ટી. સ્ટેન્ડ પર ભાવનગર જતી બસ પર આદર અને અહોભાવ સાથે મુકવા ગયેલો।

ખેર, હવે આ વાત અહીં છોડીયે અને આજની બંદિશ ઉપર નજર દોડાવીએ :

“બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી” – આ નઝ્મના શાયર છે શ્રી કફિલ અઝર

बात निकलेगी तो फिर दूर तलक जायेगी
लोग बेवजह उदासी का सबब पूछेंगे
ये भी पूछेंगे के तुम इतनी परेशान क्यों हो

उंगलियाँ उठेगी सूखे हुए बालों की तरफ
एक नजर देखेंगे गुजरे हुये सालों की तरफ
चूड़ियों पर भी के तंज किये जायेंगे
कापतें हाथों पर भी फिकरे कसे जायेंगे

लोग जालिम हैं हर इक बात का ताना देंगे
बातों बातों में मेरा जिक्र भी ले आयेंगे
उन की बातों का जरा सा भी असर मत लेना
वरना चेहरे के तासुर से समझ जायेंगे

चाहे कुछ भी हो सवालात ना करना उनसे
मेरे बारे में कोई बात ना करना उनसे
……………. बात निकलेगी तो फिर दूर तलक जायेगी

                             શબ્દાંકન અને રસદર્શન શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ

સંવેદનાઓનું બારીક નક્શીકામ પ્રગટ કરતી આ નઝમ, ઊર્દૂ ભાષાના શાયર શ્રી કફિલ આઝરની કલામ છે. એપ્રિલ ૧૯૪૦માં,અમરોહવીમાં જન્મેલા આ શાયરનો ગઝલ સંગ્રહ ‘ધૂપકા દરિયા’ ખૂબ પ્રસિધ્ધિ પામ્યો છે. તેમને ગાલિબ એકેડેમી,દિલ્હી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિશ્વભરમાં ગવાયેલી તેમની આ જ નઝમથી જગજીત સિંહની કારકિર્દી શરૂ થઈ. ઉદાસીના ભાવથી છલછલ થતી, તેના આરંભની વાર્તા પણ દિલચશ્પ છે

સીંગાપોરના એક કાર્યક્રમમાં જગજીતસિંહે જણાવ્યા મુજબ કોઈ એક મેગેઝીનમાં પ્રસિધ્ધ થયેલ આ નઝમ વાંચીને તેમને એટલી ગમી ગઈ કે, તરત જ સ્વરબધ્ધ કરી અને ગાવા માટે જાણીતા ગાયક ભૂપેન્દ્ર સિંહને આપી અને કોઈ એક ફિલ્મમાં લેવાનું નક્કી થયું. પરંતુ સંજોગવશાત ન તો ભૂપેન્દ્રસિંહનું આલ્બમ રીલીઝ થયું કે ન તો એ ફિલ્મનું નિર્માણ થયું. તે પછી ૧૯૭૯માં જગજીતસિંહે મખમલી અવાજમાં આ નઝમ ગાઈ અને તેમની ગાયકીનો એક એક શબ્દ શ્રોતાઓના દિલમાં વસી ગયો..

નહિ મળી શકાયેલ માશુકાને સંબોધીને રચાયેલ આ નઝમ શરૂઆતથી જ  ‘बात निकलेगी तो फिर दूर तलक जायेगी, लोग बेवजह उदासी का सबब पूछेंगे.ये भी पूछेंगे के तुम इतनी परेशान क्यों हो? લાગણીનું બેનમૂન જતન કરતા હૈયાના ઉદગારોમાંથી વહી છે તેમ લાગ્યા વગર રહેતું નથી. લોકો સામે ઉદાસ ન રહેવા માટે કેટલી મૃદુતાથી સમજાવે છે! પરેશાન ન રહેવા વિનવે છે! કોઈ વ્યક્તિ કોઈની ઉદાસીના કારણને દૂર કરી શકે તેમ તો નથી જ. પછી શા માટે એ ભાવોને છતા થવા દેવા? જરા ઊંડાણથી વિચારીએ તો પોતાના પ્રશ્નો પોતે જ હલ કરવાની અહીં એક ઉંચી ફિલોસોફી પણ છે.

આગળની પંક્તિઓમાં કવિ વેદનાભરી સ્થિતિનું ચિત્ર ઉપસાવે છે. એ કહે છે કે, તારા સૂકા, વિખરાયેલા, વાળ, વીતેલો સમય, હાથની શાંત પડેલી ચૂડીઓ, ધ્રૂજતા હાથ…આ બધા તરફ જોઈ જોઈને લોકો ટોણા મારશે,વ્યંગમાં બોલશે. लोग जालिम हैं हर इक बात का ताना देंगे
बातों बातों में मेरा जिक्र भी ले आयेंगे. લોકો તો મારા વિશે પૂછી પૂછીને તને હેરાન હેરાન કરી મૂકશે. પણ એ બધું તું મન પર ન લઈશ. નહિ તો ચહેરા પરની એવી ભાવયુક્ત રેખાઓને પણ દૂનિયા વાંચી લેશે, સમજી જશે. કંઈક કંઈક સંભળાવશે. પણ કશું જ ન વિચારીશ કે કંઈપણ સવાલ ન કરીશ.ન બોલીશ. चाहे कुछ भी हो सवालात ना करना उनसे..मेरे बारे में कोई बात ना करना उनसे…

ભૂલે ચૂકે પણ મારા વિશે કોઈ વાત ન કરીશ. સ્નેહનું કેવું ઝીણું ઝીણું જતન? કેવી રેશમી સંભાળ? પોતે તો ગમને છૂપાવી જ દેશે. જાણે કે, “સમંદરને અંદર સમાવી દીધો છે ને અંગાર રાખે દબાવી દીધો છે.” પણ પ્રિય પાત્રને પણ ખૂબ નાજુકાઈથી હ્ર્દયસ્પર્શી શબ્દોમાં કહે છે! પરિસ્થિતિ કે પરિણામ જે આવ્યું હોય તે પણ મૂળ સાચી લાગણી અહીં અકબંધ અનુભવાઈ રહી છે.

સરળ શબ્દોમાં ગૂંથાયેલી આ નઝમ એક એવો પણ સંદેશ મૂકી જાય છે કે, માનવીએ પોતાના સંકટોને પોતે જ સહેવાના છે અને પોતે જ અડીખમ રહી આગળ વધવાનું છે.
જનાબ કફિલ આઝરની કલામ અને ગાયક શ્રી જગજીતસિંહના જાદૂઈ અવાજના સુભગ સમન્વયથી આ નઝમને ચાર ચાંદ લાગ્યા છે એમ કહ્યા વગર રહી શકાતું નથી. બંનેની કલાને અદબભરી સલામ.

અસ્તુ

                                    દેવિકા ધ્રુવ

                                    Devika Dhruva.| http://devikadhruva.wordpress.com

રાગ ની પરખ:

શાયરી અને નઝ્મ સંગીત બદ્ધ કરી રજુ કરવાની શરૂઆત મહદંશે 1957 માં રજુ થયેલી ફિલ્મ “પ્યાસા” થી થઈ. યાદ કરો મહંમદ રફી નાં અવાજ માં સાહિર લુધ્યાનવી, “એ દુનિયા અગર મીલ ભી જાયે તો ક્યાં હૈ” અને “જીને નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ” સચિન દેવ બર્મન નાં આ કમ્પોઝીશનો કોઈ બંદિશ કે રાગ પર આધારિત ન હતા, રફી ના અવાજ માં શાયરી/નઝ્મ નું રટણ હતું, શબ્દો પર ભાર વધારે હતો ત્યારે સાથ માં વાગતું સંગીત ધીમી લય માં પોતાની હાજરી નો અણસાર આપતું હતું .

અહીં પણ આ નઝ્મની રજુઆત ગાયકે બખૂબી આજ રીતે કરીછે, શબ્દો નો ભાવ અને જરૂરી જગાએ ભાર બંને આ નઝ્મ ગાયકી ને એક નવા શિખર પર લઇ જાય છે.

અહીં મુખ્ય સ્વરો છે

ગ મ પ નિ ધ પ મ ગ
સા મ ગ પ મ ધ ગ મ ગ રે સા

બંને જગાએ મધ્યમ નો ઉપયોગ કર્યો છે.

આમ “બાત નિકલેગી તો ફિર” ની બંદિશ રાગ બિહાગમાં છે.

                                  – સૌજન્ય: શ્રીમતી ભાવનાબેન દેસાઈ

આ નઝ્મ વિષે વાત કરતાં જગજીત સિંહ કહે છે કે “મેં આ નઝ્મ એક “શમા” નામના હિંદી સામાયિક માંથી ઉતારેલી. તે સમયે ગઝલ ગાયક ભુપિન્દર સિંહ સાથે એક આલ્બમ બનાવ તો હતો, પણ તે કોઈ દિવસ રેકોર્ડ થયું નહિ, લેખક શ્રી અર્જુન દેવ અશ્ક એક ફિલ્મ “શાષા” બનાવતા હતા તેના માટે આ મારું કમ્પોઝીશનો તેમણે પસન્દ કર્યું હતું। પણ એ ફિલ્મ કદી બની જ નહિ,

છેવટે ૧૯૭૬ માં HMV વાળા એ મને એક સંદેશો મોકલ્યો કે “હવે તમારી LP Record બની શકશે”. અને મારી પ્રથમ  LP માટે પહેલું રેકોર્ડિંગ “બાત નિકલેગી તો ફિર”.”

image

His Master’s Voice ‎– ECSD 2780,

તે સમયે આ  HMV વાળા એ એક LP Player બહાર પાડેલું . લગભગ બસો રૂપિયાનું એ Player આપણામાંના ઘણા એ વસાવેલું અને જગજીત સિંહ ની આ સદાબહાર LP વસાવેલી.

શરૂઆત એ  LP થી કરીયે:

૧૯૭૮ માં બાસુ ચેટર્જી એ સંજીવ કુમાર અને શર્મિલા ટાગોર ને લઈને ફિલ્મ “ગ્રહ પ્રવેશ” બનાવી, સંગીતકાર કનુ રોયે જગજીત ની સંમતિ થી આ નઝ્મ નો ઉપીયોગ તે ફિલ્મના એક સીન માટે પાશ્વસંગીત માં કરેલો:

https://youtu.be/IhFimj8IsmU

“મોહન વીણા” નો આવિષ્કાર કરનાર પદ્મભૂષણ શ્રી વિશ્વ મોહન ભટ્ટ

આ નઝ્મ જગજીત સિંહે તેમનાં દરેક જલસામાં ગાયી છે, “ બાત નિકલેગી ” જો તેઓ ન ગાય તો તે કાર્યક્રમ અધૂરો કહેવાય. અહીં એક બેઠક માં નઝ્મ ગાતા જગજિત અને બાજુમાં શ્રી અનુપ જલોટા

જગજીત સિંહ નાં દેહાવસાન પછી અંજલિ રૂપે આયોજિત કાર્યક્રમમાં અનુપ જલોટા

જગજીતના લઘુ બંધુ, કરતાર સિંહ પણ એક સારા ગઝલ ગાયક છે

અજબ સી ખામોશી ઉસકે હોઠોં પે થી,
ઔર અજબ સા सुर ઉસકી આંખો મેં થા
કહે દો ઈન નિગાહોં સે કી ચૂપ રહે વરના,…..
બાત નીકલેગી તો ફિર દૂર તલક જાયેગી….

દિલ્હીનાં પ્રતિષ્ઠિત ગઝલ અને ભજન ગાયિકા શ્રી શ્રદ્ધા જૈન

“સ્વર અનંત” સંગીત સંસ્થાના ડો. સુરજીત

કુમારી અલકા નાડકર્ણી, સંગીતકાર અરુણ પૌડવાલ સાથે લગ્ન કાર્ય પછી અનુરાધા પૌડવાલ નામે પ્રખ્યાત ગાયિકા ના સ્વર માં:

પાકિસ્તાનના ગઝલ ગાયક અને સંગીતજ્ઞ બિનીશ પરવેઝ

આ સંગીત મંડળી માં ગાયક શુભ્ર દીપ અને તબલચી રામભાઉ મુંબઈથી છે,  બંસરી અને ગિટાર વાદક અને ચીલીના છે.

બાંગલા દેશના પ્રખ્યાત ગાયક શેખ જાસીમ

https://youtu.be/Ymi9zeRyQBY

ભોજપુરી અને હિન્દી ફિલ્મો નાં પ્રસિદ્ધ પાશ્વ ગાયિકા જયા ભારદ્વાજ

પિયાનો વાદક પવન આર્ય સાથે ગાયિકા વીણા આહુજા

ઓસ્ટ્રેલિયાનાં સિડની શહેરના જાજરમાન ઓપેરા હાઉસમાં શ્રી જગજીત સિંહનો જીવંત કાર્યક્રમ, તેમની બીજી બધી ગઝલો પછી, વિડિઓ સમયની 1 કલાક અને 40 મિનિટ બાદ,  શરુ કરે છે:  “બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી”

જગજીતે આવા લાઈવ પ્રોગ્રામમાં પોતાની લોકપ્રિય ગઝલો ગાતા સમયે હરકતો કરીછે, જેમકે સરગમ ગાવી કે તેવીજ ચીજ ની બીજી વધારાની કડીઓ નો પણ ગાયન માં સમાવેશ કરવો. આ બધી હરકતો પ્રેક્ષકો ને ઘણી પસંદ પડી છે અને સાથે ધારી દાદ પણ મળી છે . સિવાય કે “બાત નિકલેગી તો ફિર” . આ નઝ્મ જેમ પેલી 1976 ની “Unforgettable” LP માં છે તેજ મુજબ દરેક પ્રોગ્રામમાં રજુ કરી છે, હા, સાથ આપતાં વાદ્યો જૂદાં હોઈ શકે.

આ કવિતાનાં હૃદય સ્પર્શી રસાસ્વાદ લખી આપવા માટે કવયિત્રી શ્રીમતી દેવિકાબેન ધ્રુવ અને ગાયનમાં રાગ અને નજાકત, હરકતો અને ચેષ્ટાઓની સમજ માટે મધુર ગાયિકા શ્રીમતી ભાવનાબેન દેસાઈનો હું ખરા દિલથી આભાર માનું છું.

“આમ શ્રી જગજીત સિંહને પહેલી વખત સાંભળવાનો મોકો મળ્યો ત્યારે તેઓ પેન્ટ-શર્ટ પહેરતા હતા, અને આ છેલ્લી વખત લેંઘા- ઝબ્બામાં, યુટ્યુબ ઉપર ,,,,,,”

શ્રી જગજીત સિંહનાં 72માં જન્મ દિવસે (ફેબ્રુઆરી ૮ , ૨૦૧૩) ગૂગલ તરફથી પોતાની આગવી રીતે અપાતાં ગૂગલ ડૂગલ અભિનંદન:
image


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: admin

6 thoughts on “બંદિશ એક, રૂપ અનેક – ૬૫ – “બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી”

 1. નિતીનભાઈ,
  જગજીત સિંહને જુદા જુદા વાદ્ય સાથે સાંભળવાની મઝા આવી, તમારું ઉમદા રિસર્ચને સલામ.

  1. ગઝલ આટલા બધા વાજીંત્રો સાથે વધારે સારી લાગે સાંભળવા માં એ એમને આભારી. આટલુ ઉંડાણ થી જાણવુ અને રજુ કરવુ એ ખંત અને ધીરજપૂર્વક કરેલ કામ દેખાડે છે.. ?

 2. Nitinbhai,

  Thanks for your work and we REALLY enjoyed it. Comments of Devikaben and Bhavanaben made it even more interesting. Thanks to all of you.

  Jagjit Singh sang two ghazals of Zaka Siddiqi and they were in Jagjit’s two different albums / audio cassettes – one titled “In Search” and I do not remember another. Zakabhai did not know until someone from India informed him about this. Zakabhai wrote a letter to Jagjit Singh congratulating him and thanking him to include ghazals in his collections. Zakabhai received neither an acknowledgment letter nor any payment from Jagjit – thanks that he mentioned Zaka’s name on audio cassettes. I know the above story because in fact, I arranged two music parties at my home in Zakabhai’s honor for these ghazals.

  1. શ્રી ઇન્દુબેન અને દિપકભાઈ, 

   આપના પ્રતિભાવ બાદલ આભાર. પ્રથમ  આભાર તો મારે શ્રી  દેવિકાબેન નો માનવાનો કે જેમણે  આ ખુબસુરત નઝ્મ નો એટલોજ રસપ્રદ પ્રતિભાવ લખી આપ્યો. અને સંગીતજ્ઞ શ્રી ભાવનાબેન, તેમનો સહકાર રાગ સંગીતની ઓળખ માટે હંમેશાં રહ્યો છે.

   દિપકભાઈ, તમે શ્રી ઝાકા સિદ્દીકી નો ઉલ્લેખ કર્યો છે,  તે અનામી શાયર ની વાત જાણવાની ઘણી જીજ્ઞાશા છે. તેમની એક ગઝલ You Tube ઉપર જગજીત સિંહ ની ગાયેલી સાંભળવા મળેછે: 

   Album “In-search” 
   ખામોશી ખુદ અપની સદા હો 
   ઐસા ભી કુછ હોસકતા હૈ 
   સન્નાટા એ ગુંજ રાહ હો  
   ઐસા ભી કુછ હોસકતા હૈ   
   Once again many thanks for your kind and encouraging responses.

 3. Nitin,

  I must have received your email sometime back but trip to India and the Coronavirus-lockout kept me from the computer for a while. Finally today I got to hear this old Gazal of Jagjit singh from various singers. I didn’t realize it but when I heard Anup Zalota and Shraddha Jain my eyes were dripping tears for the loss of our beautiful, musical culture. Hats off to you for keeping in touch with so many Sangit Premi people and keeping up your own interest in good music and very nice Nazms. Thank you.
  Kirtidev

Leave a Reply

Your email address will not be published.