નિરંજન મહેતા
ફિલ્મીગીતોની નવીનતામાં એક અન્ય નવીનતા એ છે કે વ્યક્તિના વસ્ત્રો ઉપર પણ ગીતો રચાયા છે. ક્યારેક ખુશી વ્યક્ત કરવા તો ક્યારેક કોઈકના વખાણ કરવા પણ તેના પરિધાનને ધ્યાનમાં રાખી આવા ગીતો રચાયા છે જેમાંના થોડાક આ લેખમાં આવરી લેવાયા છે.
કદાચ ૭૦ વર્ષ પહેલા આની શરૂઆત થઇ હશે જ્યારે ફિલ્મ ‘બરસાત’માં લાલ દુપટ્ટાનો ઉલ્લેખ છે
हवा में उड़ता जाए
मोरा लाल दुपट्टा मलमल का
આ ગીત બીમલાકુમારી પર રચાયું છે. ગીતના શબ્દો રમેશ શાસ્ત્રીના અને સંગીત શંકર જયકિસનનું. ગાનાર કલાકાર લતાજી.
તો ૧૯૫૫ની ફિલ્મ ‘શ્રી ૪૨૦’ના આ ગીતમાં એક કરતાં વધુ પરિધાનની વાત કરાઈ છે.
मेरा जुता है जापानी ये पतलून इंग्लिस्तानी
सर पे लाल टोपी रुसी फिर भी दिल है हिन्दुस्तानी
દેશપ્રેમને લગતું આ ગીત રાજકપૂર પર રચાયું છે જેને સ્વર મળ્યો છે મુકેશનો. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન.
https://youtu.be/Sot2eFHZvGg
૧૯૫૬ની ફિલ્મ ‘ફન્ટુશ’માં એક રમુજી ગીત છે.
ऐ मेरी टोपी पलट के आ
न अपने फंटूश को सता.
દેવઆનંદ પર રચાયેલ આ ગીતના રચયિતા છે સાહિર લુધિયાનવી અને સંગીત છે સચિનદેવ બર્મનનું. ગાયક કિશોરકુમાર
હવે પછીના ગીતમાં પણ એક કરતાં વધુ પરિધાન સંકળાયેલા છે. ૧૯૫૭ની ફિલ્મ ‘તુમસા નહીં દેખા’નું ગીત છે
सर पर टोपी लाल हाथ में रेशम का रुमाल
font size=”3″>हो तेरा क्या कहेना
શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત ઓ.પી.નય્યરનું. કલાકારો છે શમ્મીકપૂર અને અમીતા જેમને સ્વર આપ્યો છે રફીસાહેબ અને આશા ભોસલેએ.
આ જ વર્ષની અન્ય બહુ પ્રચલિત ફિલ્મમાં એક નૃત્યગીત છે. પુરુષ અને સ્ત્રી પાત્રોમાં પુરુષ પાત્ર પણ સ્ત્રી ભજવે છે અને તે છે મીનું મુમતાઝ. અન્ય નૃત્યાંગના છે કુમકુમ.
रेशमी सलवार कुर्ता जाली का
रूप सहा नहीं जाए नखरेवाली का
શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત ઓ.પી.નય્યરનું. ગાનાર કલાકારો આશા ભોસલે અને શમસાદ બેગમ.
https://youtu.be/1hFR-C0pas8
૧૯૬૩મા આવેલી ફિલ્મ ‘દિલ હી તો હૈ’નું આ ગીત આમ સામાન્ય અર્થમાં ગવાયેલું લાગે પણ તેની અંદરનો ગુઢાર્થ સમજવો એ પણ લહાવો છે. (આ ગીત પરનો મારો વિસ્તૃત લેખ વે.ગુ. પર ૦૨.૦૯.૨૦૧૬મા મુકાયો હતો.)
लागा चुनरी में दाग छुपाऊ कैसे, छुपाऊ कैसे
चुनरी में दाग छुपाऊ कैसे, घर जाऊ कैसे
મન્નાડેના મધુર કંઠમાં ગવાયેલ ગીત રાજકપૂર પર રચાયું છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત રોશનનું.
૧૯૬૫ની દેશભક્તિપૂર્ણ ફિલ્મ ‘શહીદ’માં ભાંગડા નૃત્યમાં આ ગીત છે
पघडी संभाल जट्टा पघडी संभाल ओय
ગીત અને સંગીત પ્રેમ ધવનના અને ગાયક કલાકાર રફીસાહેબ. કલાકારનું નામ જણાતું નથી.
પોતાની ચૂંદડીનાં સંદર્ભમાં ૧૯૬૬ની ફિલ્મ ‘કુંવારી’નું ગીત છે
धानी चुनरी मेरी धानी चुनरी मेरी
धानी चुनरी में चम् चम् तारे
આ નૃત્યગીતના કલાકારોના નામ પ્રાપ્ત નથી પણ ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત એસ.એન.ત્રિપાઠીનું. સ્વર છે મહેન્દ્ર કપૂર અને મીનું પુરુશોત્તામ્ના.
ચૂંદડી પર વધુ એક ગીત છે ૧૯૬૭ની ફિલ્મ ‘બહારો કે સપને’માં
चुनरी संभल गोरी उडी चली जाए रे
मार ना दे डंख कही नजर कोई हाय
ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આર.ડી.બર્મનનું. આ સમૂહ નૃત્યગીતની શરૂઆત અનવર હુસેન અને બેલા બોઝ(?)થી થાય છે અને પછી તેમાં રાજેશ ખન્ના અને આશા પારેખ જોડાય છે. ગીતને સ્વર મળ્યો છે મન્નાડે અને લતાજીના..
ત્યાર પછી ૧૯૭૪ની ફિલ્મ ‘સગીના’માં આવેલ ગીત જોઈએ.
साला मै तो साब बन गया
ये सूट मेरा देखो ये बूट मेरा देखो
जैसे गोरा कोई लन्दन का
દારૂની મહેફિલમાં નશાયુકત ઓમ પ્રકાશ અને દિલીપકુમાર આ કટાક્ષમય ગીત ગાય છે. જેને સ્વર આપ્યો છે કિશોરકુમાર અને પંકજ મોઇત્રાએ. ગીતના શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત સચિનદેવ બર્મનનું.
આ જ ગીત ઉપર ૧૯૯૬ની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’માં આમીરખાન નૃત્ય કરે છે
૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’ના હોળીના આ પ્રખ્યાત ગીતમાં પણ ચૂંદડીનો ઉલ્લેખ છે.
रंग बरसे भीगी चुनरवाली रंग बरसे
સ્વના કંઠમાં અમિતાભ બચ્ચન આ ગીત ગાય છે જેના શબ્દો છે હરિવંશરાય બચ્ચનના અને સંગીત શિવહરીનું
૧૯૮૨ની ફિલ્મ ‘ધરમ કાંટા’નું આ ગીત ચાલુ ટ્રેને ગવાય છે જે રીના રોય અને રાજેશ ખન્ના પર રચાયું છે.
ये गोटेदार लेहंगा निकालू जब डाल के
छुरिया चल जाए मेरी मतवाली चाल से
ગીતમાં આગળ આવે છે ચૂંદડીનો ઉલ્લેખ
चुनरी बंध जाए तेरी मेंरे रुमाल से
ગીતમાં જુના જમાનાના જાણીતા કલાકારો જેવા કે ભગવાન, આગા, અને પેન્ટલ પણ દેખાય છે. ગીતના શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત નૌશાદનું.
૧૯૮૯ની ફિલ્મ ‘ત્રિદેવ’માં ટોપી ઉપર ગીત છે.
तिरछी टोपीवाले ओ, ओ बाबू भोले भाले ओ
નસીરુદ્દીન શાહ અને સોનમ પર આ ગીત રચાયું છે જેને સ્વર મળ્યા છે અમિતકુમારના અને સપના મુકરજીના. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત કલ્યાણજી આણંદજીનું.
https://youtu.be/D-sQ0uY-qU8
આ જ ગીત દર્દનાક રીતે પણ રજુ થયું છે પણ આ ગીતમાં સંગીત વીજુ શાહનું છે. બાકીની વિગતો ઉપર મુજબ.
ફરી એકવાર ચૂંદડી પર રચાયેલું ગીત ૧૯૯૯ની ફિલ્મ ‘બીવી નં. ૧’માં
चुनरी चुनरी चुनरी चुनरी
लाल गंज के लाल बाग़ से लाल चुनरिया लाया
સલમાન ખાન અને સુસ્મિતા સેન પર રચાયેલ ગીતના શબ્દો સમીરના છે અને સંગીત અનુ મલિકનું. સ્વર અભિજિત અને અનુરાધા શ્રીરામના
આ જ રીતે ૨૦૧૪ની ફિલ્મ ‘ગુલાબો ગેંગ’માં પણ ચૂંદડી પર ગીત છે
रंगी सारी गुलाबी चुनरिया रे
मोहे मारे नझरिया सावरिया रे
લોકગીત તરીકે જણાવાયેલ આ ગીતને સંગીત આપ્યું છે સૌમિક સેને. મુખ્ય કલાકારો છે માધુરી દિક્ષિત અને જુહી ચાવલા. સ્વર છે અનુપમા રાગ, માધુરી દિક્ષિત અને સ્નેહલતા દિક્ષિતના.
હજી ઘણા ગીતો મળી આવશે પણ લેખની લંબાઈને કારણે અહી જ સમાપ્ત કરૂ છું.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
ખુબ જ સરસ સંકલન. વાંચીને અને ગીતો સાંભળીને મઝા આવી ગઈ.
ગુલાબી ગેંગ માં લેવાયેલું ગીત ‘રંગી સારી ગુલાબી’ ખુબ જ પ્રચલિત અને લોકપ્રિય દાદરા છે. શોભા ગુર્ટુ ના સ્વર માં ગવાયેલો આ દાદરા માણવા જેવો છે : https://www.youtube.com/watch?v=GauwBsPkXjw
ગીતોનો ક્રોનોલોજીકલ ઓર્ડર એ પણ બતાવે છે કે પ્રેક્ષકોની રસ અને રુચિ કેવી રીતે બદલાઈ છે. આ સિરીઝમાં મને યાદ આવતું સૌથી છેલ્લું ગીત છે: ‘એ જવાની હૈ દીવાની ‘ નું ‘ ટીવી પે બ્રેકીંગ ન્યુઝ હાય રે મેરા ઘાઘરા ‘