નિરંજન મહેતા
जिया એટલે હૃદય. પ્રેમગીતોમાં આને અવ્વલ સ્થાન અપાય છે. ક્યારેક વિરહ વ્યથા દર્શાવાતા તો ક્યારેક હર્ષની લાગણી પ્રગટ કરતાં તેને લગતાં થોડાક ફિલ્મીગીતોને અહી માણશું.
બદલાયેલા વાતાવરણમાં પોતાની વ્યથા વ્યક્ત કરી બાલમને આવવાનું ઇજન આપે છે ૧૯૪૯ની ફિલ્મ ‘બરસાત’માં નિમ્મી
जिया बारार है, छायी बहार है,
आजा मोरे बालमा तेरा इंतेज़ार है
રાજકપૂરની યાદમાં આ ગીત નિમ્મી ગાય છે જેને સ્વર આપ્યો છે લતાજીએ. શબ્દો હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું
સાજન વિના વિરહમાં ગીત ગાતી નાયિકા છે મધુબાલા ૧૯૫૦ની ફિલ્મ ‘પરદેસ’માં..
जिया लागे नाही मोरा देखो देखो जी साजन बिना
ગીતને સ્વર મળ્યો છે લતાજીનો જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત ગુલામ હૈદરનું
ગીતનો ઓડીઓ જ પ્રાપ્ત છે .
૧૯૫૧ની ફિલ્મ ‘બાદલ’નું ગીત છે
आज माने आज माने ना मोरा जिया
सावन का मौसम सुहाना हो सावन का मौसम सुहाना
આ નૃત્યગીતના કલાકાર છે પૂર્ણિમા. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીત શંકર જયકિસનનું. સ્વર છે લતાજીનો.
૧૯૫૮ની ફિલ્મ ‘ફાગુન’માં પણ આવું જ ઇજન દેતું ગીત છે.
पीया पीया ना लागे मोरा जिया
आजा चोरी चोरी ये बैयाँ गोरी गोरी
तडप उठी रे तेरे प्यार में
ગીતના કલાકાર છે મધુબાલા જે ભારતભૂષણને યાદ કરીને આ ગીત ગાય છે. કમર જલાલાબાદીના શબ્દોને સંગીતથી સજાવ્યા છે ઓ.પી.નય્યરે અને તેને સ્વર આપ્યો છે આશા ભોસલેએ.
ફરી એકવાર વિરહગીત. આ છે ૧૯૬૦ની ફિલ્મ ‘ઘૂંઘટ’નું.
लागे ना मोरा जिया, सजना नहीं आये हाय
लागे ना मोरा जिया
આશા પારેખ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શકીલ બદાયુની અને સંગીતકાર રવિ. દર્દભર્યો સ્વર છે લતાજીનો.
૧૯૬૨ની ફિલ્મ ‘અનપઢ’માં પણ એક નાયિકાની વ્યથા વ્યક્ત થાય છે
जिया ले गयो जी मोरा सांवरिया
लागी मन में लगन हुई बावरिया
આ ગીતના કલાકાર છે બિંદુ જેને સ્વર આપ્યો છે લતાજીએ. ગીતના રચયિતા છે રાજા મહેંદી અલીખાન અને સંગીતકાર મદન મોહન.
૧૯૬૨ની અન્ય ફિલ્મ ‘સાહેબ બીબી ઓર ગુલામ’માં મીનાકુમારી પર આ સુમધુર ગીત રચાયું છે.
पिया ऐसो जिया में समाय गयो रे
के मैं तन मन की सुध बुध गवा बैठी
ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત હેમંતકુમારનું. સ્વર લતાજીનો.
૧૯૬૯ની ફિલ્મ ‘એક ફૂલ દો માલી’નું ગીત જોઈએ
सैया ले गई जिया तेरी पहेली नजर
कैसा जादू किना तूने मो पे ओ जादूगर
સાધના અને સંજયખાન પર રચાયેલા આ ગીતના ગાયિકા છે લતાજી જેના શબ્દો રચ્યા છે ઇન્દ્રજીતસિંહ તુલસીએ અને સંગીત છે રવિનું.
૧૯૭૧મા આવેલી ફિલ્મ ‘બુદ્ધા મિલ ગયા’નું ગીત છે
जिया ना लागे मोरा, जिया ना लागे मोरा
काहे पट खोला तूने मेरे द्वार का
કલાકાર અર્ચના, શબ્દો રાજીન્દર ક્રિશ્નનાં અને સંગીત શંકર જયકિસનનું. સ્વર લતાજીનો.
https://youtu.be/kZnYIiGN-zI
૧૯૭૧ની ફિલ્મ ‘પરદે કે પીછે’નું ગીત છે
तेरे बिन जिया ना लागे आजा रे आजा
बिन चन्दा की मै हूँ चाँदनी कैसे करू सिंगार
ગીતનો ઓડીઓ જ પ્રાપ્ત છે એટલે કોણ કલાકાર છે તે જણાતું નથી પણ મુખ્ય કલાકાર યોગીતા બાલી છે. સંગીત ઉપરથી આ એક રહસ્યમય વાતાવરણમાં રચાયેલું ગીત જણાય છે જેના શબ્દો છે રાજીન્દર ક્રિશ્નનાં અને સંગીત શંકર જયકિસનનું. સ્વર લતાજીનો.
૧૯૭૧ની જ અન્ય ફિલ્મ ‘આનંદ’નું કર્ણપ્રિય ગીત છે
ना जिया लागे ना
तेरे बिना मेरा कहीं जिया लागे ना
સુમિતા સન્યાલ પર રચાયેલ ગીતના ગાયિકા છે લતાજી. યોગેશના શબ્દોને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ.
સાધારણ રીતે આવા ગીતો સ્ત્રી કલાકાર પર રચાયેલા હોય છે પણ ૧૯૮૭ની ફિલ્મ ‘ખુદગર્ઝ’માં આનાથી ઉલટું પુરુષ કલાકાર શત્રુઘ્ન સિન્હા પર આ ગીત રચાયું છે
यहीं कहीं जियरा हमार हे गोरिये गम हो गवा रे
સ્વર નીતિન મુકેશનો અને શબ્દો ઇન્દીવરના જેને સંગીત આપ્યું છે રાજેશ રોશને.
આમ જુદી જુદી મનોભાવના વ્યક્ત કરતા આ ગીતો માનું છું રસિકોને પસંદ પડશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com