બંદિશ એક, રૂપ અનેક – ૬૩ – ઋતુ વસંત : રાગ વસંત – ‘ફગવા બ્રિજ દેખણ ચલો રી’

નીતિન વ્યાસ

રાગ વસંત એટલે વસંત ઋતુ સાથે સંબંધિત રાગ એમ ગણાય છે, તેથી આ રાગ ખાસ કરીને વસંત ઋતુમાં ગાવા-વગાડવામાં આવે છે. તેના આરોહમાં પાંચ અને અવરોહમાં સાત સ્વર હોય છે. તેથી આ રાગ ઔડવ-સંપૂર્ણ જાતિનો રાગ છે. વસંત ઋતુમાં ગાવા-વગાડવાને કારણે આ રાગમાં હોળીગીતો પણ ઘણાં મળે છે. આ રાગ પ્રસન્નતા અને ખુશીનો રાગ છે. એવું માનવામાં આવે છે કે આ રાગનાં ગીતો ગાવા, વગાડવા અને સાંભળવાથી મન પ્રસન્ન થાય છે. આ રાગ ગાવાનો સમય રાત્રિનો છેલ્લો પહોર છે, પરંતુ તે દિવસ અથવા રાત્રે કોઈપણ સમયે પણ ગાઈ શકાય છે. રાગમાલામાં આ રાગને રાગ હિંડોળનો પુત્ર માનવામાં આવેલ છે. આ પૂર્વી થાટનો રાગ છે. શાસ્ત્રમાં આ રાગ સમાન એક રાગ વસંત હિંડોળનો ઉલ્લેખ પણ મળે છે. આ એક અત્યંત પ્રાચીન રાગ છે, જેનો ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથોમાં જોવામળે છે.

રાગ વસંત / બસંત માં એક કર્ણપ્રિય બંદિશ, જેના શબ્દો છે:

फगवा ब्रिज देखन को चलो री
फगवे में मिलेंगे कुंवर कान जहां
बाट चलत बोले कगवा

आई बहार सकल बन फूले
रसिले लाल को
ले अगवा

સંગીત શાળા નાં વિદ્યાર્થીઓ ને પ્રારંભિક રાગ પૈકી રાગ બસંત અને તેમાં પણ “ફગવા” શરુઆતમાં શીખડાવાવમાં આવેછે।

કોઈ ગાયકો સાથે બીજી પંક્તિઓ પણ ગાય છે:

अपनी गरज पकड़ लिनी बइयाँ
बइयाँ मोरी जोड़ा जोरी
यमुना के नीर तले
रोतक है जो बना ठाना
लपक ज़पक मोरी सारी चूड़ियाँ तोड़ी

આવી અન્ય પંક્તિઓ ઓ સાથે આ બંદિશને અનેક નામી અનામી ગાયકોએ બખૂબી ગાઈ છે.

શરૂઆત કરીયે ખાં સાહેબ શ્રી અબ્દુલ કરીમ ખાં ની ગાયકી થી, પ્રથમ વિલંબત અને પછી દ્રુતમાં બંદિશ:

બંદિશે નવાઝ શ્રી મશકુર અલીખાં, “સંગીત નાટક અકાદમી”, “શ્રી દીનાનાથ મંગેશકર”, ગાંધર્વ વિદ્યાલય, સંગીત રત્ન અવગેરે પારિતોષિક સન્માનિત મશકુરઅલી શ્રી અબ્દુલ કરીમ ખાં નાં પૌત્ર। તેઓ શ્રીની રાગની સમજ અને સરગમ સાથેની પેશકશ:

શ્રીમતી અશ્વિની ભીડે દેશપાંડે – આ સુપ્રસિધ્ધ ગાયિકાનું જયપુર ઘરાણા , તેઓ સંગીત વિશારદ સાથે અન્ય ઉપાધિઓ ધરાવે છે જેવીકે : સંગીત વિશારદ,M.Sc.(Micro), Ph D in Bio from BARC, M.A. in Indian Classical Music,

પંડિત શ્રી ભીમસેન જોશી , કિરાના ઘરાણા, સવાઈ ગાંધર્વ નાં શિષ્ય, પદ્મશ્રી, પદ્મ ભૂષણ, ભારત રત્ન, વગેરે થી સન્માનિત, ન્યુ યોર્ક, અમેરિકા ખાતે કેનેડી હોલમાં તેમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે કાર્યક્રમ નાં પોસ્ટર ન્યુયોર્ક માં વિવિધ જગ્યા એ લગાડવામાં આવ્યા હતાં. કોઈ પણ ભારતીય કલાકાર ના પ્રોગ્રામની આવી જાહેરાત પ્રથમ વખત થયેલી. તેમના કાર્યક્રમનાં પોસ્ટર સારાએ શહેરમાં લગાડવામાં આવેલા, અહીં “ફગવા બ્રિજ દેખણ ચલો રી “, રાગ બસંત, વિલબત અને દ્રુતમાં પ્રસ્તુત છે:

પંડિત શ્રી વિસમદેવ ચટોપાધ્યાય, તેઓ સ્વામીશ્રી રામક્રિષ્ન પરમહંસ, જન્મે ગંગાધર ચટોપાધ્યાયનાં પૌત્ર,  સંગીત વિશારદ વિસમદેવ, શ્રી રાયચંદ બોરલ સાથે ન્યુ થીયેટર્સ દ્વારા નિર્મિત બંગાળી ફિલ્મોમાં સંગીત આપતા, તે સમયે શ્રી સચિન દેવ બર્મન તેમના આસિસ્ટન્ટ હતા,

કિરાના ઘરાણાનાં પંડિત શ્રી જયતીર્થ મેવઉઁડી, હુબલી, કર્ણાટકમાં જન્મેલા છે, મરાઠી અને કન્નડ ફિલ્મોમાં પણ તેમનું સંગીત અને તરજો સાંભળવા મળેછે: , 

શ્રીમતિ રોશનારા બેગમ, જન્મ 1917, અબ્દુલ કરીમખાંનાં પિતરાઈ નાના બહેન, બચપણથી સંગીતના શોખને લીધે તેઓ સંગીત શીખવા અબ્દુલ કરીમખાં સાથે રહેતા, અને તે પણ મુંબઈમાં, તેમને મુંબઈ અને ત્યાંની સંગીતની બેઠકો એટલી પસન્દ પડી હતી કે પાકીસ્તાન હિજરત કરી ગયા પછી પણ તેઓ પોતાના નામ સાથે “રોશનારા બેગમ – બોમ્બેવાલી” લખાતાં !

પંડિત શ્રી પ્રદીપ નારાયણ સિંહ, પતિયાલા ઘરાણા, 2018 માં મુંબઈમાં યોજાયેલ સંગીત મહોત્સવમાં તેમનું ગાયન:

https://youtu.be/h6fY_v0SIDA

પંડિત શ્રી વ્યંકટેશ કુમારનાં પિતા બરેલી માં લોકગાયક અને સાથે કઠપૂતળીનાં ખેલ કરાવતા, ગુરુ પિત્થરાજ ગાવૈ પાસેથી સંગીત શીખ્યા, ગ્વાલિયર અને કીરના ઘરાણા બંને ની અસર તેમની ગાયકી પર જોવા મળેછે,

પંડિત શ્રી વિક્રમસિંહ ખાંગુરા, બંગાળનાં શાંતિનિકેતન ધરણાના ગાયક, તેમના પિતા શ્રી મોહનસિંહ રવિન્દ્ર સંગીતનાં ગાયક અને ગુરુ, બંગાળી લોક સંગીત , બાઉલ અને સુગમ સંગીતનાં વિક્રમસિંહ ના ઘણા અલબમો પ્રગટ થયા છે, સને 2007માં ફક્ત 36 વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટને કારણે તેઓશ્રીનું મૃત્યુ થયેલું।

“શામચૌરાસી ઘરાણા” માં જુગલબંધીમાં શાસ્ત્રીય સંગીત ગાવાનો રિવાજ છે, ઈસ્વીસનની સોળમી સદીમાં આ ઘરાણાની શરુઆત બે ભાઈઓ ચાંદ ખાન અને સુરજ ખાને કરી, જે શહેનશાહ અકબરના દરબારમાં તાનસેન સાથે સંગતમાં ગાતા હતા, આ ઘરાણાના ગાયકોએ ધ્રુપદ ધમાલ ની ગાયકી માટે મશહૂર છે.

પાશ્વ ગાયિકા નસીમ બેગમ, અમૃતસરમાં જન્મેલા, સંગીતમાં મુખ્તાર બેગમ અને ફરીદા ખાનુમ ના શાગિર્દ,

પાકિસ્તાનમાં બનેલી ફિલ્મ “મુસીકાર” ગાયકો નસીમ બેગમ, ઉસ્તાદ સલામત અને નઝાકત અલી ખાં

આગ્રા ઘરાણાં પંડિત યશપાલ, છોટે ગુલામઅલી ખાં ના શાગિર્દ, આપે ખયાલી ગાયકી ની તાલીમ શ્રી વિલાયત હુસેન ખાં, મલ્લિકાર્જુન મંસૂર અને બડે ગુલામ અલી ખાં ની પાસેથી લીધી છે:

શ્રી માનવેન્દ્ર મુખરજી: 1931 માં જન્મેલા માનવેન્દ્રજીને વર્ષ 1950 થી 1970, જેને બંગાળી સુગમ સંગીતના સુવર્ણ કાળ ગણવામાં આવે છે તેના પ્રણેતા તારીખે તેમની ગણના થાય છે. તે સમયે બંગાળમાં ફિલ્મો સિવાય ગવાતાં ગીત – સંગીતના જલ્સા થતા, તેની રેકર્ડ પણ ખુબ વેચાતી. તે સમયે આવું લોકપ્રિય સંગીત પીરસતા અન્ય કલાકારો માં ધનંજય ભટ્ટચર્ય, હેમંત કુમાર, મન્નાડે, અખિંબંધુ ઘોષ વગેરે મોખરે હતા.

ડો. હરિચરણ વર્મા, જયપુર અને આગ્રા ઘરાણાં ના ગાયક, રાજસ્થાન યુનિવર્સિટી દ્વારા સંગીતમાં P.Hd.; આકાશવાણી, જયપુર સાથે કાર્યરત

શ્રીમતી પદ્મા તલવારકાર:ગ્વાલિયર ઘરાણા, વિક્ષત તબલા વાદક પંડિત સુરેષ તલવારકારના પત્ની,”  પંડિત ભીમસેન જોશી અને પંડિત જસરાજ પુરસ્કારોથી સન્માનિત:

હવે શાસ્ત્રીય સંગીતનાં થોડા યુવાન ગાયકો પાસેથી આ જ બંદિશ સાંભળીયે:

શ્રી જયતીર્થ મવઉઁડી કિરાના ઘરાણા, તેઓશ્રીએ સંગીતની તાલીમ શરૂઆતમાં તેમના માતુશ્રી પાસેથી લીધી। ત્યાર બાદ પંડિત ભીમસેન જોશી પાસે શીખ્યા। તેઓ ને સાહિત્ય અકાદમી એ પુરસ્કારથી નવાજ્યા છે.

શ્રી કૈવલ્ય કુમાર ગુરવનાં દાદા શ્રી ગણપતરાવ ગુરવ કીરાના ઘરાણાના સ્થાપક શ્રી અબ્દુલ કરીમ ખાંના શિષ્ય। કૈવલ્ય કુમાર, M.A. with Music , Gold Medalist, કર્ણાટક વિશ્વવિદ્યાલયમાંથી ઉપાધિ મેળવી છે. ઘણા ગૌરવ પુરસ્કારોથી સન્માનિત છે.

https://youtu.be/72m0hz5tT6I

વિખ્યાત તબલા વાદક શ્રી શિવનારાયણ જોશી ના સુપુત્ર પંડિત સંતોષ જોશી ભાતખંડે સંગીત શાળા અને ઈન્દીરા વિશ્વવિદ્યાલયમાં સંગીતની તાલીમ, બિકાનેર નિવાસી શ્રી સંતોષ એક મંદિરનાં પ્રાંગણમાં બેઠક જમાવી રાગ બસંતમાં બંદિશ ગાતા નજરે પડેછે:

ડો. વિજય રાજપૂત, M.A., M.Phil. & Ph.D,  in Indian Classical Music.આકાશવાણી અને દિલ્હી દૂરદર્શન ઉપર અવારનવાર તેમના કાર્યક્રમો આવે છે

શ્રીમતી રૂજુલબેન પાઠક: આગ્રા ઘરાણા, સંગીત ના પ્રથમ ગુરુ તેમના પિતા શ્રી અભિજીત પાઠક, ત્યારબાદ વિશેષ તાલીમ ઉસ્તાદ શૌકત હુસૈન ખાં પાસેથી,અમદાવાદની સપ્તક સંગીત શાળા ની વિદ્યાર્થીની, સંગીત નાટક અકાદમી ઉપરાંત અનેક પારિતોષકથી સન્માનિત, કોમ્પ્યુટર પ્રોગ્રામર, મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી, કેલિફોર્નિયા નિવાસી, સંગીત સાધના સાથોસાથ અમેરિકાની એક વિખ્યાત કંપનીમાં ઉચ્ચ પદ સાંભળે છે:

ગાયકીમાં તેમનો કંઠ, સૂર અને સ્વરની સ્પષ્ટતા દાદ માગી લે તેવી છે:

એક ફ્યુઝન, રાગ બસંત “ફગવા બ્રિજ દેખણ ચલો રી ” કલાકાર અંજના ઘોષાલ, રોકબેન્ડ સાથે:

શહેર બૈજીંગ, ચીન, હાર્મોનિકા – માઉથ ઓર્ગન વગાડવાની પ્રતિયોગીતામાં રાગ બસંત વાગતો એક કીશોર:

(શરૂઆતમાં બ્રીજભાષામાં મહિનાઓનો મહિમા સમજાવતી કવિતા શ્રી બકુલભાઈ મૂળશંકર ભટ્ટ, સાન એન્ટોનિઓ દ્વારા પ્રાપ્ત થઈ. તેમનાં સૌજન્ય અને સહયોગ માટે ખરા હૃદયથી આભાર,)


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: admin

2 thoughts on “બંદિશ એક, રૂપ અનેક – ૬૩ – ઋતુ વસંત : રાગ વસંત – ‘ફગવા બ્રિજ દેખણ ચલો રી’

  1. ખુબ સરસ સંકલન અને શંશોધન. રાગ બસંત પર આધારિત ઘણા ફિલ્મી ગીતો પણ સાંભળવા ગમે.
    ફિલ્મ બસંત બહારનું શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલું : કેતકી ગુલાબ સંગ ચંપકવન…..
    અને મન્ના ડે અને ભીમસેન જોશીના સ્વર , એક તાલ માં આ જુગલ બંદી , વારંવાર સાંભળું.
    એ પછી યાદ આવે ભાવનગરના સુપ્રસિદ્ધ કલાકાર રસિકલાલ અંધારિયા .કીરાના ઘરાના એ બહુ ઓછા પ્રસિદ્ધ થયા .

Leave a Reply

Your email address will not be published.