નિરંજન મહેતા
ફિલ્મીગીતોમાં અંગ્રેજી શબ્દોને લઈને જે ગીતો રચાયા હતાં તે બે ભાગમાં (૨૩.૧૧.૨૦૧૯,૨૫.૧૨.૨૦૧૯) જોયા. આવા જ અંગ્રેજી શબ્દો I AM SORRY પર અનેક ગીતો છે એટલે તે માટે આ જુદો લેખ મુકું છું.
૧૯૭૫ની ફિલ્મ ‘વોરંટ’માં ગીત છે
मै तुम से मुहब्बत करती हूँ
पर शादी के नाम से डरती हूँ
रहूँगी कुंवारी उम्र भर सारी
आई एम सोरी, आई एम सोरी
ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર આર. ડી. બર્મન. ગાનાર કલાકાર લતાજી, ફિલ્મનો ઓડીઓ છે એટલે કલાકાર નથી દેખાતા પણ મુખ્ય કલાકાર ઝીનત અમાન અને દેવઆનંદ છે.
૧૯૯૧મા આવેલી ફિલ્મ ‘લવ’નું ગીત છે
बन के बिगड़ गया काम
वेरी सोरी आई एम वेरी सोरी
નશો ચડ્યા બાદ ગવાતા આ ગીતના કલાકાર છે અમજદખાન અને સાથમાં છે સલમાનખાન. ગીતના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત આનંદ મિલિંદનું. ગાનાર કલાકાર છે એસ. પી. બાલાસુબ્રમન્યમ.
૧૯૯૩ની ફિલ્મ ‘સંગ્રામ’નું ગીત જોઈએ
गल्ला तो तेरी मेनू आंदी लगिया की तूं मेनू भूल गई
वादा किता मिलन नइयो आई एवी कोई गल हुई
सोरी ओ हो आई एम सोरी सोरी सोरी आई एम सोरी
અજય દેવગનની ફરિયાદના જવાબમાં કરિશ્મા કપૂર માફી માંગે છે જેના શબ્દો છે સમીરના અને સંગીત નદીમ શ્રવણનું. સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક અને મુકુલ અગરવાલે.
ત્યાર બાદ ૧૯૯૪ની ફિલ્મ ‘ચાંદ કાં ટુકડા’નું ગીત જોઈએ જેમાં આ શબ્દો લેવાયા છે.
आई एम वेरी वेरी सोरी तेरा नाम भूल गई
तुझ से था कुछ काम वो काम भूल गई
आई एम वेरी वेरी सोरी तेरा नाम भूल गई
સલમાનખાન પાસે માફે માગતી શ્રીદેવીને સ્વર આપ્યો છે લતાજીએ. સંગીતકાર મહેશ કિશોર અને શબ્દો સાવનકુમારના.
૧૯૯૪ની ફિલ્મ ‘ઝાલીમ’નું ગીત છે
आई आई या सोरी सोरी आई आई या सोरी सोरी
कोई जो मांगे दिल तो इनकार करती हूँ जानम
અક્ષયકુમાર અને મધુ પર રચાયેલ આ ગીતના શબ્દો છે મદન પાલના જેને સંગીતબદ્ધ કર્યા છે અનુ મલિકે. કલાકારોને સ્વર સાંપડ્યો છે અભિજિત અને આલિશા ચિનોયના
https://youtu.be/JDx6F-PMig8
૧૯૯૫ની ફિલ્મ ‘રોક ડાન્સર’નું ગીત જરા જુદા પ્રકારનું છે. મળવા માટે ઢીલ થઇ એટલે ગોવિન્દા તેના કારણો આપતા કહે છે
जाने मन तुमसे मिलने का बना लिया प्रोग्राम
सोचा था बम्बई पहुँच जाउंगा होते शाम
आई एम सोरी सोरी मेडम
आई एम लेट ट्राफिक जाम
ગીતના શબ્દો માયા ગોવિંદના અને સંગીત અને સ્વર બપ્પી લાહિરીના
૧૯૯૫ની ફિલ્મ ‘છોટા સા ઘર’નું ગીત છે
सोरी सोरी गलती हो गई, मुझको बाबा माफ़ कर दो
कुछ दूरी थी कुछ मजबूरी थी तुम ही खुद इंसाफ करो
વિવેક મુસરાન અને કોયલ આ ગીતના કલાકાર છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત રાજેશ રોશનનું. ગાનાર કલાકારો કુમાર સાનુ અને સાધના સરગમ.
૨૦૦૧ની ‘વન ટુ કા ફોર’માં પણ આવું જ એક ગીત છે જેમાં I AM SORRY શબ્દોને સાંકળી લીધા છે.
आई एम सोरी मेरे प्यारे जाने दो, होता है छोडो भी जाने दो
રિસાયેલા બાળકોને મનાવવા શાહરૂખખાન પોતાની અદાકારી દેખાડે છે જેમાં જાદુના પ્રયોગોનો પણ સમાવેશ થયો છે. સાથમાં છે જુહી ચાવલા. ગીતમાં દિલીપ જોશી (‘જેઠાલાલ’)નો અભિનય પણ જોવા મળે છે.
ગીતના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત એ.આર.રહેમાનનું. સ્વર છે ઉદિત નારાયણ, શ્રીનિવાસ અને પૂનમ ભાટિયાના.
૨૦૧૩ની ફિલ્મ ‘એબીસીડી’માં એક ગીતના મુખડા પછીના શબ્દો છે
सोरी लेजा माफी देजा हम को फ्री
वन टू थ्री सोरी सोरी सोरी
રેમો ડિસોઝાને મનાવવા ગણેશ આચાર્ય અને સાથીઓ આ ગીત ગાય છે જેના શબ્દો છે મયુર પુરીના અને સંગીત છે સચિન જીગરનું. ગાયક કલાકાર છે જીગર સરૈયા.
થોડાક એવા ગીતો છે જેના વીડિઓ કે પૂરી માહિતી નથી મળતી એટલે તે ગીતોને આ લેખમાં સમાવ્યા નથી.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com