૧૦૦ શબ્દોમાં : યોગ્ય જગ્યા?

તન્મય વોરા

ઊંટનાં બચ્ચાંએ એની માને સવાલ પૂછ્યો – આપણને પીઠ પર ખુંધ કેમ છે? ઊંટડીએ કહ્યું, “આપણે રહ્યાં રણનાં પ્રાણી, એટલે ખૂંધ પાણી ભરી રાખવા કામ આવે.
આમથી તેમ આંટા મારતાં મારતાં બચ્ચું પૂછે છે – આપણા પગ લાંબા કેમ? આપણી પાંપણો આટલી લાંબી કેમ?

માએ જવાબ આપ્યો કે – “રણમાં ચાલવા માટે આપણને લાંબા પગ અને ત્યાં ફુંકાતા રહેતા પવન અને રેતીથી બચવા માટે આપણને લાંબી પાંપણો જોઇએ ને!”

બચ્ચું વિચારમાં પડ્યું – ” આપણે જો રણમાં રહેવા સર્જાયાં છીએ, તો પછી, પ્રાણી સંગ્રહાલયનાં આ પાંજરામાં શું કરી રહ્યાં છીએ?

કૌશલ્ય, જ્ઞાન કે ક્ષમતા અનુકૂળ વાતાવરણમાં જ ખીલી રહી શકે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com


Author: admin

1 thought on “૧૦૦ શબ્દોમાં : યોગ્ય જગ્યા?

  1. “બચ્ચું વિચારમાં પડ્યું – ” આપણે જો રણમાં રહેવા સર્જાયાં છીએ, તો પછી, પ્રાણી સંગ્રહાલયનાં આ પાંજરામાં શું કરી રહ્યાં છીએ? ”
    મસમોટો સવાલ અને એથી મોટો સંદેશઃ કૌશલ્ય, જ્ઞાન કે ક્ષમતા અનુકૂળ વાતાવરણમાં જ ખીલી રહી શકે.

Leave a Reply

Your email address will not be published.